For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખરેખર 'પ્રધાનમંત્રી યોજનાઓ'નો લાભ લેવો જોઇએ?

|
Google Oneindia Gujarati News

ભારત સરકારે વર્ષ 9 મે, 2015ના રોજ ત્રણ સામાજિક સુરક્ષા યોજનાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ સામાજિક સુરક્ષા યોજનાઓનો ઉદ્દેશ્ય ભારતીયોને ઇંશ્યોરેન્સ પ્લાન હેઠળ લાવવાનું છે, પરંતુ મોટાભાગના આ યોજનાઓનો લાભ નથી લેતા હોતા. આ સામાજિક સુરક્ષા યોજનાઓ છે- વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના, વડાપ્રધાન જીવન જ્યોતી વીમા યોજના અને અટલ પેન્શન યોજના.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર આ યોજનાઓનો લાભ લેવો જોઇએ ખરો? શું ખરેખર આ યોજનાઓ થકી લાભ મળશે ખરો? કે પછી શું આ યોજનાઓ આપણા લાયક છે? આવા ઘણા પ્રકારના સવાલો આપણા મનમાં ઊઠે છે. પરંતુ અમે આપના આ તમામ સવાલોના જવાબ અહીં આપી દઇશું.

આવો પહેલા એ સમજીએ કે આ યોજનાઓ આપને શું લાભ આપે છે, જેથી આપના સવાલોનો જવાબ આપને મળી રહેશે.

વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના

વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના

આ યોજના હેઠળ જો કોઇ વ્યક્તિનું અકાળે દુર્ઘટનામાં મોત નિપજે છે તો તેને 2 લાખ રૂપિયા મળવા પાત્ર બને છે. જ્યારે જો અકસ્માતમાં તેને વિકલાંગતા આવે તો 1 લાખ રૂપિયા મળવા પાત્ર બને છે. આ રાશિ મેડીક્લેમ યોજના હેઠળ અપાતી રાશિથી લગભગ દસ ગણી વધારે હોવી જોઇએ. સામાજિક સુરક્ષા માટે રાખવામાં આવેલી બે લાખ રૂપિયાની રાશિ ખૂબ જ ઓછી છે, જે ગામડામાં રહેનારા લોકો માટે પણ ખૂબ જ ઓછી છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

આ યોજના હેઠળ કોઇપણ કારણથી મૃત્યુ થવાથી બે લાખ રૂપિયા મળવા પાત્ર બને છે. કોઇપણ જીવન વીમાની રકમ એટલી હોવી જોઇએ, જેનાથી આશ્રિતોની આર્થિક જરૂરીયાતોને વધારે સમય સુધી પૂર્ણ કરી શકાય. જ્યારે કમાનાર વ્યક્તિ જ ના રહે તો તેના પરિવાર માટે 2 લાખ રૂપિયાની સહાયતા ખુબ જ ઓછી પડે છે.

અટલ પેંશન યોજના

અટલ પેંશન યોજના

આ સરકાર દ્વારા આપવામાં આવનાર ગેરેન્ટેડ પેન્શન યોજના છે. જે વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરશે તેને 1000થી 5000 સુધીના રેંજમાં ગેરેન્ટેડ પેંશન મળવાપાત્ર બનશે. પરંતુ તેને લઇને એ થાય છે કે શું સેવા નિવૃત્તિ બાદ આ નાનકડી રકમ પર્યાપ્ત છે? પ્રોવિડન્ટ ફંડ, ઇક્વિટી એને એનપીએસ રોકાણ કરવું તેનાથી સારો વિકલ્પ હોઇ શકે છે.

તો પછી આ યોજનાઓ કોને લેવી જોઇએ?

તો પછી આ યોજનાઓ કોને લેવી જોઇએ?

આ યોજનાઓ હેઠળ ઘણી ઓછી રાશીનું જીવન વીમા કવર થાય છે. આ આર્થિક સહાયતા મધ્યમવર્ગ અને ઉચ્ચ વર્ગના વ્યક્તિઓ માટે ઉપયોગી નથી. આ યોજનાઓ બીપીએલ કાર્ડ ધારકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેને જીવન સુરક્ષા વીમા સંબંધમાં કોઇ જાણકારી નથી. આવા વ્યક્તિઓને સામાજિક સુરક્ષા આપવી એ સરકાર માટે પડકાર રૂપ બની જશે.

English summary
Who Should Avoid Pradhan Mantri Yojana Schemes like Pradhan Mantri Suraksha Bima Yojana, Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana and Atal Pension Yojana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X