જથ્થાબંધ ફુગાવાનો દર ઘટ્યો, 11.39ની સરખામણીમાં ઘટીને 10.66 ટકા થયો

સપ્ટેમ્બર, 2021 માં જથ્થાબંધ મોંઘવારી દર 10.66 ટકા હતો. ગત મહિના એટલે કે, ઓગસ્ટની સરખામણીમાં આમાં થોડો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં ફુગાવો 11.39 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 10.66 પર રહે તે રાહતની બાબત છે.

નવી દિલ્હી : સપ્ટેમ્બર, 2021 માં જથ્થાબંધ મોંઘવારી દર 10.66 ટકા હતો. ગત મહિના એટલે કે, ઓગસ્ટની સરખામણીમાં આમાં થોડો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં ફુગાવો 11.39 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 10.66 પર રહે તે પણ રાહતની બાબત છે. કારણ કે, આ મહિને તે સાડા અગિયાર ટકા રહેવાનો અંદાજ હતો. બીજી તરફ આ અગાઉના વર્ષની સરખામણીમાં સપ્ટેમ્બર 2020માં ફુગાવાનો દર 1.32 ટકા હતો.

inflation

સપ્ટેમ્બર 2021માં ફુગાવાનો ઉંચો દર (10 ટકાથી વધુ) મુખ્યત્વે ખનિજ તેલ, ધાતુઓ, ખાદ્ય પદાર્થો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ભાવમાં વધારો થવાને કારણે છે. જથ્થાબંધ ફુગાવો બે આંકડામાં જળવાઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. સપ્ટેમ્બર અને ઓગસ્ટ પહેલા ફુગાવો જુલાઈમાં 11.16 ટકા, જૂનમાં 12.07 ટકા અને મે મહિનામાં 12.94 ટકા હતો. સતત છ મહિના સુધી ફુગાવો બે આંકડામાં રહ્યો છે.

સપ્ટેમ્બરમાં ખાદ્ય અને પીણામાં મોંઘવારી 3.43 ટકાથી ઘટીને 1.14 ટકા થઈ છે. બીજી બાજુ શાકભાજીનો જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં - 13.3 ટકાથી ઘટીને - 32.45 ટકા થયો છે. સપ્ટેમ્બરમાં બળતણ અને વીજળીનો જથ્થાબંધ ફુગાવો 26.09 ટકાથી ઘટીને 24.81 ટકા થયો છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ઇંડા, માંસનો જથ્થાબંધ ફુગાવો 3.46 ટકાથી વધીને 5.18 ટકા થયો છે.

છૂટક ફુગાવો પણ ઘટ્યો

છૂટક ફુગાવાની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં કેટલાક રાહતના સમાચાર પણ આવ્યા છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત છૂટક ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટીને 4.35 ટકા થયો છે. જ્યારે એક મહિના પહેલા ઓગસ્ટમાં ફુગાવો 5.3 ટકા હતો. છેલ્લા 10 મહિનામાં ફુગાવાનો આ સૌથી નીચો સ્તર છે. રિટેલ ફુગાવામાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો છે.

ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસની સમસ્યાઓમાં ઘણો વધારો કર્યો છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે પામ અને સન ફ્લાવર ઓઇલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. આ અગાઉ ગ્રાહક બાબતોના મંત્રાલયે તેલ અને તેલીબિયાં પર સ્ટોક મર્યાદા લાદવાનો આદેશ જાહેર કર્યો હતો. સ્ટોક મર્યાદા 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે. રાજ્યોને આદેશો જાહેર કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા કહેવામાં આવ્યું છે.

આયાત ડ્યૂટીમાં ઘટાડો

સરકારના આ નિર્ણય અનુસાર ક્રૂડ પામ ઓઇલ પર ડ્યુટી 8.25 ટકા (અગાઉ 24.75 ટકા), RBD પામોલીન 19.25 ટકા (અગાઉ 35.75 ટકા), RBD પામ ઓઇલ પર 19.25 ટકા (અગાઉ 35.75), ક્રૂડ સોયા ઓઇલ પર 5.5 (અગાઉ 24.75), સોયા તેલ પર 19.5 ટકા (અગાઉ 35.75 ટકા), ક્રૂડ સૂર્યમુખી તેલ પર 5.5 ટકા (અગાઉ 24.75 ટકા) અને શુદ્ધ સૂર્યમુખી તેલ પર 19.25 ટકા (અગાઉ 35.75 ટકા) ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. ડ્યુટીમાં ઘટાડાને કારણે સીપીઓના ભાવમાં રૂપિયા 14,114.27, આરબીડી રૂપિયા 14526.45, સોયા ઓઇલ રૂપિયા 19351.95 પ્રતિ ટન ઘટ્યા છે. સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલમાં 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X