For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PAN કાર્ડધારકોને આવકવેરા વિભાગની ચેતવણી, આવું ન કરશો નહીં તો...

જો તમારી પાસે પાન કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. આવકવેરા વિભાગે પર્મેનેન્ટ અકાઉન્ટ નંબર કાર્ડ ધારકોને મહત્વની ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

જો તમારી પાસે પાન કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. આવકવેરા વિભાગે પર્મેનેન્ટ અકાઉન્ટ નંબર કાર્ડ ધારકોને મહત્વની ચેતવણી આપી છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે જે વ્યક્તિઓ પાસે પાન કાર્ડ છે, તેમણે પોતાનો પાન નંબર એટલે કે પર્મેનેન્ટ અકાઉન્ટ નંબર સોશિયલ મીડિયા પર શૅર ન કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ આવું કરે તો તે પોતાની ખાનગી માહિતી જાહેર કરી રહ્યું છે, જેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. આવકવેરા વિભાગને ટ્વિટર પર યુઝર્સે સવાલ પૂછ્યા બાદ આ માહિતી જાહેર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ન કરો પાનનો ખુલાસો

સોશિયલ મીડિયા પર ન કરો પાનનો ખુલાસો

આવકવેરા રિટર્ન ભર્યા બાદ, આવકવેરા રિટર્ન રિફંડ અંગે ઘણા કેસમાં કરદાતાઓએ ટ્વિટર પર સવાલ પૂછ્યા છે. આ સવાલ દરમિયાન કેટલાક યુઝર્સે પોતાની પાન ડિટેઈલ્સ પણ ટ્વિટર પર શૅર કરી છે. જે બાદ આવકવેરા વિભાગની સોશિયલ મીડિયા ટીમે આ મહત્વની ચેતવણી આપી છે. જેમાં આવકવેરા વિભાગે યુઝર્સને પોતાની ડિટેઈલ્સ શૅર ન કરવા અને આવી ડિટેઈલ્સ ટ્વિટર સહિત સોશિયલ મીડિયા પરથી હટાવવા કહ્યું છે. આવકવેરા વિભાગની સોશિયલ મીડિયા ટીમ એવા તમામ કરદાતાની સમીક્ષા કરે છે, જે ટ્વિટમાં પોતાનો પાન નંબર મૂકે છે.

આવકવેરા વિભાગની ચેતવણી

સોશિયલ મીડિયા સાઈટ ખાસ કરીને ટ્વિટર પર જે યુઝર્સે પોતાના PANનો ખુલાસો કર્યો છે, તે તમામ ટેક્સ પેયર્સને જવાબ આપતા આવકવેરા વિભાગે સ્ટાન્ડર્ડ રિસ્પોન્સ આપ્યો છે. આવકવેરા વિભાગે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે,'... અમે તમને અનુરોધ કરીએ છીએ કે સોશિયલ મીડિયા પર પાન જેવી વ્યક્તિગત માહિતી જાહેર ન કરો, જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.' પાન સહિતની વ્યક્તિગત ડિટેઈલ્સ શૅર કરવાથી તમારી ખાનગી માહિતીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. કોઈ તમારી માહિતી દ્વારા તમારા નામે લેવડ દેવડ કરી શકે છે.

આવકવેરા વિભાગને પૂછવા માટે છે ઓનલાઈન ફોર્મ

આવકવેરા વિભાગને પૂછવા માટે છે ઓનલાઈન ફોર્મ

આવકવેરા વિભાગે માહિતી આપતા કહ્યું છે કે જે લોકો ઈન્કમટેક્સ વિભાગને સવાલો પૂછવા ઈચ્છે છે, તેમના માટે ડિપાર્ટમેન્ટે એક ઓનલાીન ક્વેરી ફોર્મ તૈયાર કર્યું છે. જ્યાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય છે અને તેના વિભાગના અધિકારીઓ સીધો જ જવાબ આપશે. તમારે ફોર્મમાં તમારું નામ, પાન, મૂલ્યાંકન વર્ષ જણાવવું પડશે. સાથે જ સમસ્યાનું કારણ પણ જણાવવું પડશે. આ ઉપરાંત પ્રશ્ન પૂછનારે પોતાનો મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, તમારી ક્વેરી અને સોશિયલ મીડિયા આઈડી જણાવવું પડશે.

AADHARને લઈને UIDAIએ આપી મહત્વની સૂચના

AADHARને લઈને UIDAIએ આપી મહત્વની સૂચના

આ ફોર્મ મૂળ તો આવક વેરાના ઈ ફાઈલિંગ, પ્રોસેસિંગ અને ટેક્સ રિફંડનો દાવો કરવા અંગેના સવાલોના જવાબ મેળવવા માટે છે. તમે ફોર્મ ભરશો પછી આવકવેરા વિભાગ ટૂંક સમયમાં જ તમારા સવાલોનો જવાબ આપશે અને તમારી ચિંતાનું સમાધાન કરશે. તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ આધાર કાર્ડ ધારકોને પોતાનો 12 અંકનો કોડ જાહેર ન કરવા કહ્યું છે. કારણ કે આ ખૂબ જ સંવેદનશીલ માહિતી છે. આધાર તમારા પાન કાર્ડ જ નહીં બેન્ક ખાતા અને પાસપોર્ટ સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો: પેટીએમ દ્વારા ટ્રાફિક ચાલાન કેવી રીતે ચૂકવવું?

English summary
Why it department warns people to not share pan number on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X