For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોલ્ડ જ્લેવરી સ્કીમમાં રોકાણ કરતા પહેલા કેમ સાવધાની રાખવી?

|
Google Oneindia Gujarati News

દેશભરના જ્વેલર્સ દ્વારા ચલાવવામાં આવી રહેલી ગોલ્ડ જ્વેલરી સ્કીમ ભારે લોકપ્રિય બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો લોકોએ તેનો લાભ ઉઠાવ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે આ સ્કીમ પ્રથમ દ્રષ્ટિએ ફાયદાકારક લાગે છે. જો કે પીળું એટલું સોનુ નથી હોતું, એમ દરેક જ્વેલરી સ્કીમ ફાયદાકારક જ હોય છે એવું નથી હોતું.

મોટા ભાગના ટોપ જ્વેલર્સ સુવર્ણ બચત યોજના એટલે કે ગોલ્ડ સેવિંગ સ્કીમ ઓફર કરતા હોય છે. આ જ્વેલર્સમાં દેશમાં ટોચમાં આવતા તનિસ્કની ગોલ્ડન હાર્વેસ્ટ સ્કીમ, ટીબીઝેડનો ક્લપવૃક્ષ પ્લાન અને ગીતાંજલી ગૃપની સુવર્ણ મંગલ સ્કીમ અને પીસી જ્વેલર્સની પણ ગોલ્ડ સેવિંગ સ્કીમનો સમાવેશ થાય છે.

મોટા ભાગના જ્વેલર્સની ગોલ્ડ જ્વેલરી સેવિંગ સ્કીમમાં એવું હોય છે કે 11 મહિના સુધી આપ હપ્તા ભરો છો અને 12મો હપ્તો જ્વેલર્સ કે કંપની ભરે છે. આનો અર્થ એ થયો કે તમારા રોકાણનું તમને ધાર્યા કરતા વધારે વળતર મળે છે અને તમે વધારે લાભ મેળવો છો. આ લાભ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ કરતા પણ વધારે છે. જો કે તેના ગેરફાયદા અથવા આવી યોજનાઓમાં રોકાણકારને નુકસાન કેવી રીતે જાય છે તે પણ સમજવા જેવું છે. આ નુકસાન ઝડપથી નજરમાં આવતું નથી પણ ગણતરીની રીતે તે મોટું નુકસાન છે. આવો જાણીએ...

સોનાના ભાવમાં વધારાથી નુકસાન

સોનાના ભાવમાં વધારાથી નુકસાન

આ સ્કીમનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે સોનાના ભાવો જ્યારે વધે છે ત્યારે રોકાણકારને નુકસાન જાય છે. જો રોકાણકાર આજે ચાલતા ભાવ મુજબ રોકાણ કરે અને ભાવ વધી જાય તો 12 મહિના બાદ તેમને ખાસ લાભ મળતો નથી. કારણ કે 12 મહિનાની ભેગી થયેલી રકમમાંથી સોનુ મોંધુ થતાં ઓછું સોનું ખરીદી શકાય છે.

સોનાના ભાવ ઘટે તો ફાયદો

સોનાના ભાવ ઘટે તો ફાયદો

સોનાના ભાવ ઘટે તો આ સ્કીમમાં રોકાણ કરનારાને ફાયદો મળે છે કારણ કે ઓછી રકમમાં વધારે સોનુ ખરીદી શકાય છે. જેમ કે તાજેતરમાં જે કિંમત ચાલી રહી છે તે 10 ગ્રામના 32,000થી ઘટીને રૂપિયા 27,000ની આસપાસ ચાલી રહી છે.

નિયંત્રણ નહીં હોવાની સમસ્યા

નિયંત્રણ નહીં હોવાની સમસ્યા

કેપિટલ માર્કેટમાં જેમ નિયંત્રક હોય છે તેમ આ પ્રકારની સ્કીમ પર કોઇ નિયંત્રણ હોતું નથી. જો કોઇ જ્વેલર ઉઠી ગયો તો તમારા પૈસાનું પાણી થયું એમ સમજી લેવું. આ માટે જાણીતી કંપનીમાં રોકાણ કરવું હિતાવહ છે.

મેકિંગ ચાર્જીસ ચૂકવવો પડે છે

મેકિંગ ચાર્જીસ ચૂકવવો પડે છે

આ સ્કીમમાં તમારે મેકિંગ ચાર્જ ચૂકવવો પડશે તેવો આગ્રહ રાખવામાં આવે છે. જો કે કેટલાક જ્વેલર્સે તેમાં ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે.

કોના માટે આ સ્કીમ લાભકારી?

કોના માટે આ સ્કીમ લાભકારી?

જો આપ લગ્ન કે કોઇ ખાસ ફંક્શન માટે આવી સ્કીમમાં જોડાઇ રહ્યા હોવ તો આપ બેધડક ચકાસણી કરીને આગળ વધી શકો છો. પણ જો આપ બચતના ભાગ રૂપે આ સ્કીમમાં જોડાવા માંગો છો તો તમે વિચારીને નિર્ણય લેજો. સોનામાં રોકાણ માટે ઇ-ગોલ્ડ જેવા વિકલ્પો પણ છે. જેમાં સોનુ સાચવવા માટે લોકર કે અન્ય કોઇ પણ પ્રકારની ઝંઝટ રાખવી પડતી નથી.

English summary
Why you must be cautious in investing Gold jewelry schemes from jewelers?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X