mahila rokad puraskar yojana: મહિલા ખેલાડીઓને મળશે રોકડ ઈનામ, મહિલા રોકડ પુરસ્કાર યોજનામાં કરો આ રીતે અરજી
mahila rokad puraskar yojana: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
મહિલા રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત વર્ષ 2024-25માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14, 17, 19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસએજી દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે ફોર્મ ભરી શકશે.

આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તારીખ 18 માર્ચ થી તારીખ 17 એપ્રિલ 2025 સુધી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
🔶સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય-રાજ્યકક્ષાએ રમતગમતમાં વિજેતા મહિલાઓને ‘‘રોકડ પુરસ્કાર યોજના’’ અંતર્ગત સન્માનિત કરાશે
— DD News Gujarati (@DDNewsGujarati) September 29, 2021
🔶તા.૧૫ ઓક્ટોબર સુધીમાં આવેદનપત્રો મોકલી શકાશે
🔶વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં આ યોજનાથી વંચિત રહેલાં મહિલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે#sports #Gujarat pic.twitter.com/d28hj7gPyX












Click it and Unblock the Notifications
