For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોખમમાં છે ગ્લોબલ ઈકોનૉમી, વર્લ્ડ બેંકે ઘટાડ્યુ ભારતનુ GDP અનુમાન

વધતી મોંઘવારી, સપ્લાઈ ચેનમાં અડચણ અને રાજકીય તણાવોના કારણે થતા ઘટાડાના લીધો વર્લ્ડ બેંકે ભારતની જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડી દીધુ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વધતી મોંઘવારી, સપ્લાઈ ચેનમાં અડચણ અને રાજકીય તણાવોના કારણે થતા ઘટાડાના લીધો વર્લ્ડ બેંકે ભારતની જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડી દીધુ છે. વર્લ્ડ બેંકે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતનુ જીડીપી ગ્રોથ અનુમાન ઘટાડીને 7.5 ટકા કરી દીધુ છે. વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ ભારતના વિકાસ દરને ઘટાડીને 7.5 ટકા કરી દેવામાં આવ્યુ છે. વર્લ્ડ બેંકે આ પહેલા જીડીપી વિકાસ દર 8.7 ટકા નક્કી કર્યો હતો જેને હવે 1.2 ટકા ઘટાડીને 7.5 ટકા કરી દીધો છે.

world bank

વર્લ્ડ બેંક અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી 7.5 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ 2024માં ભારતનો વિકાસ દર 7.1 ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યુ. વળી, નાણાકીય વર્ષ 2025 માટે ભારતની જીડીપી વૃદ્ધિ 6.5 ટકા રહેવાનો અંદાજ છે. વર્લ્ડ બેંક ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2023 માટે જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનું અનુમાન કર્યુ છે.

ભારતના વિકાસ દરમાં ઘટાડો કરવા ઉપરાંત વર્લ્ડ બેંકે વર્લ્ડ ઈકોનૉમી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે હાલમાં સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા સંકટમાં છે. વર્લ્ડ બેંકે કહ્યુ કે કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન થયુ છે. વળી, રશિયા અને યુક્રેનને કારણે વૈશ્વિક અર્થતંત્રની ગતિ અટકી ગઈ છે.

English summary
World Bank cuts India's economic growth forecast to 7.5 pc for FY23
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X