For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIના ATMમાંથી રોજની લિમિટ કરતા ઉપાડી શકો છો વધુ પૈસા, આ છે રીત

SBIના ATMમાંથી રોજની લિમિટ કરતા ઉપાડી શકો છો વધુ પૈસા, આ છે રીત

|
Google Oneindia Gujarati News

SBIના કરોડો ગ્રાહકો જે એટીએમથી પૈસા ઉપાડે છે, તેમના માટે સારા સમાચાર છે. દરેક બેન્કે પોતાના ડેબિટ/એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. SBIનું નામ પણ આ લિસ્ટમાં છે. પરંતુ તમે SBI ATMમાંથી ડેઈલી લિમિટ કરતા વધુ કૅશ પણ ઉપાડી શકો છો. આ માટે તમારે યોનો એપ યુઝ કરવી પડશે. તમને જણાવી દઈએ કે એસબીઆઈ યોનો એપની મદદથી SBI ATM કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકાય છે. યોનો કૅશ ફીચર દ્વારા તમે આ કરી શકો છો. હાલમાં યોનો કેશ અને SBI ડેબિટ કાર્ડ બંને દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા જુદી જુદી છે. એટલે એસબીઆઈ કસ્ટમર્સ ડેબિટ કાર્ડની ડેઈલી વિથડ્રોઅલ લિમિટ અને યોનો કેશની વિથડ્રોઅલ લિમિટના ફાયદા મળી શકે છે.

એસબીઆઈ ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ

એસબીઆઈ ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ

બેન્કે 31 ઓક્ટોબર 2018થી ક્લાસિક અને મેસ્ટ્રો ડેબિટ કાર્ડ પર એટીએમમાંથી ડેઈલી કેશ ઉપાડવાની મર્યાદા 40 હજારથી ઘટાડીને 20 હજાર કરી દીધી છે. તો મિનિમમ લિમિટ 100 રૂપિયા ચે.

SBI સિલ્વ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ

આ કાર્ડ દ્વારા ભારતમાં રોજ ઓછામાં ઓછા 100 રૂપિયાથી લઈને વધુમાં વધુ 40 હજાર રૂપિયા રોજ ઉપાડી શકાય છે. જો કે આ લિમિટ દેશની બહાર જુદા જુઆ એટીએમ પ્રમાણે જુદી જુદી હોય છે.

SBI ગ્લોબલ ઈન્ટરનેશનલ અને SBI માય કાર્ડ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ

આ બંને કાર્ડ દ્વારા ભારતમાં રોજ લઘુત્તમ 100 રૂપિયા અને વધુમાં વધુ 40 હજાર રૂપિયા ઉપાડી શકાય છે. અય કોઈ દેશમાં 40 હજારના મૂલ્યની રકમ ઉપાડી શકાય છે. જુદા જુદા એટીએમમાં મિનિમમ ડેઈલી કેશ વિથડ્રોઅલ લિમિટ જુદી હોઈ શકે છે.

SBI ગોલ્ડ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ

SBI ગોલ્ડ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ

આ કાર્ડ દ્વારા ભારતમાં લઘુત્તમ 100 રૂપિયાથી લઈને એક દિવસમાં 50 હજાર રૂપિયા ઉપાડી શકાય છે. અન્ય કોઈ દેશમાં ભારતના 50 હજારની સમકક્ષ કરંસી ઉપાડી શકાય છે. જુદા જુદા એટીએમમાં આ લિમિટ જુદી જુદી હોઈ શકે છે.

SBI પ્લેટિનમ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ

SBI પ્લેટિનમ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ દ્વારા ભારતની અંદર ATM દ્વારા રોજ ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધુમાં વધુ 1 લાખ ઉપાડી શકાય છે. અન્ય દેશમાં ભારતીય ચલણના 1 લાખની કિંમતની ત્યાંની કરન્સી ઉપાડી શકાય છે. એટીએમ પ્રમાણે મિનિમમ ડેઈલી કૅશ વિથડ્રોઅલર લિમિટ જુદી જુદી હોઈ શકે છે.

SBI મુંબઈ મેટ્રો કોમ્બો કાર્ડ

આ કાર્ડ દ્વારા તમે દેશમાં લઘુત્તમ 100 રૂપિયા અને વધુમાં વધુ 40 હજાર રૂપિયા ઉપાડી શખો છો. કોઈ અન્ય દેશમાં ભારતના 40 હજારના મૂલ્યના અમેરિકન ડૉલર ઉપાડી શકાય છે. જુદા જુદા એટીએમમાં ડેઈલી કૅશ વિથડ્રોઅલ લિમિટ જુદી જુદી હોઈ શકે છે.

SBI યોનો કેશ લિમિટ

યોનો એપ દ્વારા કસ્ટમર લઘુત્તમ 500 રૂપિયાથી લઈને 20 હજાર રૂપિયા એક જ દિવસમાં ઉપાડી શકે છે. જો કે ઉપાડની રકમ 500ના ગુણાંકમાં હોવી જરૂરી છે. અને એક ટ્રાન્ઝેક્શનમાં 10 હજારની રકમ ઉપાડી શકાશે.

યોનો કેશ સર્વિસ દ્વારા આ રીતે ઉપાડો પૈસા

યોનો કેશ સર્વિસ દ્વારા આ રીતે ઉપાડો પૈસા

SBI યોનો એપ ડાઉનલોડ કરો. બાદમાં નેટબેન્કિંગ યુઝર આઈડી અને પાસવર્ડ નાખો. એક્ટિવ યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને ફરી લોગ ઈન કરો. હવે તમને SBI યોનો ડેશબોર્ડ દેખાશે. અહીંના અકાઉન્ટમાં તમને તમામ માહિતી મળી જશે. કાર્ડ વગર કેશ ઉપાડવા માટે વેબસાઈટમાં નીચે માય રિવોર્ડ્ઝ સેક્શનમાં સ્ક્રોલ કરો. અહીં તમને યોનો પે, યોનો કેશ, બિલ પે, પ્રોડક્ટ, શૉપ, બુક અને ઓર્ડર જેવા 6 ઓપ્શન દેખાશે. તેમાં યોનો કૅશ ટેબ પર ક્લિક કરો.

ડેબિટ કાર્ડ અથવા યોનો એપ દ્વારા પણ આ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. ટ્રાન્ઝેક્શન માટે 6 આંકડાનો યોનો કૅશ પિન નાખો અને યોનો વેબસાઈટ દ્વારા કૅશ ઉપાડો. આ સર્વિસમાં બે રીતે ઓથેન્ટિકેશન થાય છે. પહેલા 6 આંકડાના પિન તમારે વેબસાઈટ પર બનાવવો પડશે. પછી તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા 6 આંકડાનો રેફરન્સ નંબર મળશે.

છેલ્લી તકઃ કાલ સુધીમાં પતાવી લો પોતાના બેન્ક ખાતા અંગેના કામ, નહીં તો ફસાઈ જશે પૈસાછેલ્લી તકઃ કાલ સુધીમાં પતાવી લો પોતાના બેન્ક ખાતા અંગેના કામ, નહીં તો ફસાઈ જશે પૈસા

English summary
you can withdraw more cash from sbi atm than daily limit know how
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X