For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSTથી નથી છુપાવી શકાતી નાનામાં નાની લેવડદેવડ, 77 પૈસા માટે મોકલી નોટિસ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST લાગુ કરતી વખતે સરકારે દાવો કર્યો હતો કે ટેક્સ ચોરી કરવી સહેલી નહીં હોય. સરકારે એવું પણ કહ્યું હતુ કે GST રિઝિમમાં ટેક્સની હેરાફેરી નહીં થઈ શકે.

|
Google Oneindia Gujarati News

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST લાગુ કરતી વખતે સરકારે દાવો કર્યો હતો કે ટેક્સ ચોરી કરવી સહેલી નહીં હોય. સરકારે એવું પણ કહ્યું હતુ કે GST રિઝિમમાં ટેક્સની હેરાફેરી નહીં થઈ શકે. હવે આ વાત સાચી પડતી પણ દેખાઈ રહી છે. એક કિસ્સામાં માત્ર 0.77 પૈસાની હેરાફેરી પણ GSTએ પકડી લીધી છે.

0.77 પૈસાની હેરાફેરી પકડાઈ

0.77 પૈસાની હેરાફેરી પકડાઈ

સ્ટેટ બેન્ક ડિપાર્ટમેન્ટે એક કંપનીને માત્ર 77 પૈસાના ડિફરન્સ માટે નોટિસ મોકલી છે. જીએસટી પેમેન્ટમાં 0.77999999999883585 રૂપિયાના ડિફરન્સ માટે ટેક્સ ડિપાર્ટમેન્ટે અમદાવાદની એન્જિનિયરિંગ કંપનીને નોટિસ મોકલી છે. ડિપાર્ટમેન્ટે આ કંપની પાસે ડિફરન્સને લઈ સ્પષ્ટતા માગી છે.

ટેક્સ ડિપાર્ટમેન્ટે માગ્યો જવાબ

ટેક્સ ડિપાર્ટમેન્ટે માગ્યો જવાબ

અહેવાલ મુજબ, ડિપાર્ટમેન્ટે આટલા ડિફરન્સ માટે જવાબ માગ્યો છે. GSTની ચૂકવણીમાં ઘટાડો થયા બાદ ડિપાર્ટમેન્ટે એવા વેપારીઓ નોટિસ આપવાની શરૂઆત કરી છે, જેમનું ટેક્સ પેમેન્ટ તેમના ફાઈનલ સેલ્સ રિટર્ન્સ સાથે મેચ ન થતું હોય. જે કંપનીઓ ફાઈનલ સેલ્સ રિટર્ન GSTR-1, GSTR-2A સાથે મેચ ન થતા હોય, તેમને સ્ક્રૂટિની નોટિસ મોકલાઈ રહી છે.

ઘણા વેપારીઓએ ઓછું રિટર્ન ભર્યું

ઘણા વેપારીઓએ ઓછું રિટર્ન ભર્યું

રેવન્યુ વિભાગની માહિતી મુજબ 34 ટકા વેપારીઓએ જુલાઈથી ડિસેમ્બરની વચ્ચે શરૂઆતી રિટર્ન સમરી (GSTR-3B) ફાઈલ કરવામાં 34,400 કરોડ રૂપિયા ઓછા ભર્યા છે. GST રિજીમમાં ડેટા એનાલિસિસે GST ભરવામાં થતી ગરબડને પકડી, એવા વેપારીઓ નોટિસ મોકલી છે. જેમના GSTR-1 અને GSTR-3B અને GSTR-2A અને GSTR-3B વચ્ચે ડિફરન્સ હોય.

GST-Rને સરળ બનાવાયું

GST-Rને સરળ બનાવાયું

તમને જણાવી દઈએ કે દેશમાં GST લાગુ થયા બાદ તેની ફાઈલિંગ અને વિચિત્ર સિસ્ટમને કારણે મોટાભાગના વેપારીઓ પરેશાન હતા, પંરતુ બાદમાં સિસ્ટમને ઘણી ખરી સુધારાઈ છે. જેનાથી વેપારીઓ GST ફાઈલ કરવામાં પહેલા જેવી મુશ્કેલી નથી પડતી.

English summary
You don't even have 0.77 per cent chance to escape GST scrutiny
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X