SC-ST ક્રીમી લેયરને લઈને સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં ચિરાગ પાસવાન?
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક આદેશ આપતા એસસી-એસટી અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવા આદેશ કર્યો છે. હવે આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે.
કેન્દ્રીયમંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને જણાવ્યું છે કે તેમની પાર્ટી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માં ક્રીમી લેયર અંગેની સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો વિરોધ કરે છે અને તેઓ આ માટે સમીક્ષા અરજી દાખલ કરવાનું આયોજન કરી રહી છે.

ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, SC-ST અનામતમાં ક્રીમી લેયરની જરૂર નથી. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) સુપ્રીમ કોર્ટમાં આની વિરુદ્ધ રિવ્યુ પિટિશન દાખલ કરશે.
ચિરાગ પાસવાને જણાવ્યું કે, આરક્ષણનો પાયો જીવનના વિવિધ પાસાઓમાં દલિત લોકો દ્વારા સામનો કરવામાં આવતી અસ્પૃશ્યતા પર આધારિત છે. તેમણે દલીલ કરી હતી કે તેમના આરક્ષણ પર ક્રીમી લેયર લગાવવું ખોટું હશે.
ચિરાગ પાસવાને કહ્યું કે, અમે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટને 15 ટકા SC ક્વોટામાં ક્રીમી લેયરને મંજૂરી આપતા નિર્ણયની સમીક્ષા કરવા વિનંતી કરીશું. SC-ST ક્વોટામાં ક્રીમી લેયરને મંજૂરી આપી શકાય નહીં. આમ કરવાથી સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગનો ઉત્કર્ષ થશે નહીં અને અસ્પૃશ્યતાના પ્રથાનો ભોગ બનતા રહેશે.
ચિરાગ પાસવાને કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ સાથે અસંમત છીએ અને આ અસંમતિને સ્પષ્ટપણે નોંધી છે. અમે સ્પષ્ટ છીએ કે અનુસૂચિત જાતિનો આધાર અસ્પૃશ્યતા છે, શૈક્ષણિક કે આર્થિક આધાર નથી. આવી સ્થિતિમાં તેમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ ન હોઈ શકે. અનામતની અંદર અનામત યોગ્ય નથી, કારણ કે આજે પણ એક દલિત યુવકને ઘોડા પર સવારી કરતા રોકવામાં આવે છે.
તેમણે કહ્યું કે, ઘણા અગ્રણી વ્યક્તિઓ ઉચ્ચ હોદ્દા પર છે, પરંતુ જ્યારે તેઓ મંદિરમાં જાય છે ત્યાર બાદ મંદિરને ગંગાના પાણીથી ધોવામાં આવે છે. અસ્પૃશ્યતાના આધારે ભેદભાવ હજુ પણ થાય છે. અમે એલજેપી (રામ વિલાસ) આ મામલે અમે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ દાખલ કરવાના છીએ.












Click it and Unblock the Notifications
