Opinion : તાપી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ 1361 આદિજાતિ કન્યાઓને લાભ અપાયો
ગુજરાત સરકાર દ્વારા લગ્ન કરનારી નવપરિણિત દિકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરૂ યોજનાનો ૧૩૬૧ આદિજાતી કન્યાઓને લાભ અપાયો
વિધાનસભા ગૃહમાં કુંવરબાઈનું મામેરું યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે, અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ કુટુંબ દીઠ બે દીકરીઓની મર્યાદામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા ૧૨,૦૦૦ સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, તાપી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ ૧૩૬૧ આદિજાતી કન્યાઓને લાભ અપાયો છે.
ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ લેવા માટે નવપરિણિત કન્યાઓએ ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ અરજી બાદ બધુ બરાબર હોય તો આ સહાય સીધી જ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન-ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ ૨.૭૮ કરોડનો ખર્ચ
આ સિવાય રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન-ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બાજરાના પાકમાં નિદર્શન માટે ૨.૭૮ કરોડનો ખર્ચ કરાયો છે.
વિધાનસભા ગૃહમાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન-ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બાજરાના પાકના નિદર્શન બાબતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૩ ને આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
જેના કારણે દેશભરમાં મિલેટ્સનું ઉત્પાદન અને ઉપયોગીતા વધી છે. નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન- ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બાજરાના પાકમાં ૫,૫૭૧ નિદર્શન આપવામાં આવ્યા છે. આ નિદર્શન પેટે ૨,૭૮,૮૦, ૧૭૯ નો ખર્ચ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, ભારત સરકાર દ્વારા 2023 ને મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યુ હતુ. સરકાર દ્વારા જૂના પરંપરાગત ધાન્ય પાકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ અંતર્ગત આપણા જૂના પાકોના વાવેતર વિસ્તારને વધારવા સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન પણ અપાય છે.
આપણા પરંપરાગત પાકોમાં બાજરો સૌથી મહત્વનો પાક છે. બાજરો આપણા પરંપરાગત ધાન્યમાં સૌથી વધુ ખવાતો પાક છે. સરકાર બાજરાના વાવેતર વિસ્તારને વધારવા માટે સમયે વિવિધ પગલાઓ ભરતી રહે છે. આ ક્રમમાં જ સરકાર દ્વારા નિદર્શન માટે ખેડૂતોને બિયારણ ઉપલબ્ધ કરવામાં આવે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, લોકોમાં મિલેટ ધાન્ય પાક અંગે જાગૃતિ વધે તથા રોજીંદા જીવનમાં મિલેટ ધાન્ય પાકનો વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. મિલેટ ધાન્ય વિવિધ મિનરલથી ભરપૂર હોય છે. જે આપણા શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે.












Click it and Unblock the Notifications
