For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું પંજાબ કોંગ્રેસને બ્રાહ્મણ, એસસી અને ઓબીસી મતની જરૂર નથી? જાણો વાયરલ પોસ્ટનું સત્ય

પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વિશે એક ન્યૂઝ પેપરનું કટીંગ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

Fact check, 20 ફેબ્રુઆરી : પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વિશે એક ન્યૂઝ પેપરનું કટીંગ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યું છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવજોત સિંહ સિદ્ધુએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા કહ્યું છે કે, પંજાબમાં બ્રાહ્મણો, અનુસૂચિત જાતિ અને ઓબીસી વર્ગના વોટથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો.

સિદ્ધુ વિશે કરવામાં આવેલો ખોટો છે આ દાવો

સિદ્ધુ વિશે કરવામાં આવેલો ખોટો છે આ દાવો

ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, સિદ્ધુને લઈને કરવામાં આવેલો આ દાવો લોકોને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે. ઈન્ડિયા ટુડેની તપાસમાં જાણવા મળ્યું છે કે, સિદ્ધુએએવું કોઈ નિવેદન આપ્યું નથી, જેનાથી બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, જે પેપરનોફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે સાચો નથી, કોઈએ તેની સાથે છેડછાડ કરી છે.

ભાજપે નોંધાવી હતી સિદ્ધુ વિરુદ્ધ ફરિયાદ

ભાજપે નોંધાવી હતી સિદ્ધુ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટ અનુસાર, સિદ્ધુએ પંજાબના બ્રાહ્મણ, એસસી અને ઓબીસી લોકો માટે આવી કોઈ ટિપ્પણી કરી નથી. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં પંજાબના એક પીઢરાજકારણી સામે કરેલી કથિત અપમાનજનક ટિપ્પણી માટે સિદ્ધુ સામે પગલાં લેવા ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.

ભાજપ અનુસાર 11 ફેબ્રુઆરીએ મુદ્દલ ગામમાં એકચૂંટણી સભામાં સિદ્ધુએ એક નેતાને "કાળા બ્રાહ્મણ" તરીકે સંબોધિત કર્યા હતા. આ અંગે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

પેપર કટીંગ વાયરલ થઈ રહી છે તે સંપૂર્ણપણે બનાવટી

પેપર કટીંગ વાયરલ થઈ રહી છે તે સંપૂર્ણપણે બનાવટી

ભાજપના આ દાવા અંગે નવજોત સિંહ સિદ્ધુના મીડિયા સલાહકાર સુરિન્દર દલ્લાએ જણાવ્યું છે કે, સિદ્ધુએ ક્યારેય આવું કોઈ નિવેદન આપ્યું નથી અને સોશિયલ મીડિયાપર જે ક્લિપ અને પેપર કટીંગ વાયરલ થઈ રહી છે તે સંપૂર્ણપણે બનાવટી છે.

આવા સમયે, જેનું કટીંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તે એક સ્થાનિકપંજાબી ન્યૂઝ પેપર છે.

વાયરલ કટિંગ 15 ફેબ્રુઆરીની હોવાનું કહેવાય છે, જ્યારે આ દિવસની આવૃત્તિ પંજાબના તે ન્યૂઝ પેપર દ્વારા તપાસવામાં આવી ત્યારે પેપરમાંક્યાંય પણ સિદ્ધુના નિવેદનના સમાચાર મળ્યા ન હતા.

આ અખબારના સંપાદકે એમ પણ જણાવ્યું કે, આ વાયરલ પોસ્ટમાં તેમના અખબાર જેવા ફોન્ટનો ઉપયોગકરવામાં આવ્યો છે, પરંતુ તે તેમના પેપરનું કટિંગ નથી.

Fact Check

દાવો

False

નિષ્કર્ષ

આ પેપર કટિંગ બનાવટી છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Doesn't Punjab Congress need Brahmin, SC and OBC votes? Learn the truth about viral posts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X