
Fact Check: શું મોદી સરકાર મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 1 લાખ રૂપિયા?
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર મહિલાઓના ખાતામાં 1,00,000 રૂપિયા નાખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મેસેજ મુજબ કેન્દ્ર સરકાર મહિલા સ્વરોજગાર યોજના હેઠળ દેશની મહિલાઓના ખાતામાં 1 લાખ રૂપિયા આપી રહ્યા છે. જો તમે પણ આ મેસેજના ઝાંસામાં આવી રહ્યા હોવ તો જરા સાવચેત થઈ જાવ. વાયરલ થઈ રહેલ આ મેસેજ ફેક છે. મોદી સરકારે આવી કોઈ સ્કીમની ઘોષણા કરી નથી.

મેસેજ સંપૂર્ણપણે ફેક
PIB Fact Checkમાં આ મેસેજ સંપૂર્ણપણે ફેક જોવા મળ્યો છે. ભારત સરકારની સંસ્થા પીઆઈબીની તપાસમાં આ મેસેજ નકલી જોવા મળ્યો છે. પીઆઈબીએ આ વિશે ટ્વિટ કરીને લોકોને આ ફેક મેસેજના ભ્રમમાં ન આવવાની અપીલ કરી છે.

મહિલા સ્વરોજગાર જેવી કોઈ યોજના નથી
પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે આ મેસેજને ફેક ગણાવ્યો છે. પોતાની ફેક્ટ ચેક તપાસમાં પીઆઈબીએ જોયુ કે સરકાર મહિલા સ્વરોજગાર જેવી કોઈ યોજના નથી ચલાવી રહી. પીઆઈબીએ આ મેસેજનુ ખંડન કરીને તેને નકલી ગણાવ્યો છે. કોરોના સંકટ કાળમાં આવા ઘણા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેને લોકો સાચા માની લે છે. જો તમને તમારા કોઈ પણ મેસેજ પર શંકા હોય તો તમે તેની ફેક્ટ ચેક કરાવી શકો છો. સરકારે લોકોને અપીલ કરી છે કે તે કોઈ પણ ફેક મેસેજ શેર કરવા, ફૉરવર્ડ કરવાથી બચે. આવા મેસેજ પર લોકોને ભરોસો ન કરવાની અપીલ કરી છે.
|
પીબીઆઈ ફેક્ટ ચેક કરવા માટે શું કરશો?
પીબીઆઈ તરફથી મેલઆઈડી, ફોન નંબર, ઈમેલ, વૉટ્સએપ નંબર જારી કરવામાં આવ્યા છે. જો તમને કોઈ મેસેજ પર શંકા હોય તો તમે તેના વિશે ફેક્ટ ચેક કરાવી શકો છે. તે પીબીઆઈ ફેક્ટ ચેક કરવા માટે https://factcheck.pib.gov.in અથવા pibfactcheck@gmail.com ઈમેલ કરી શકો છે. આ ઉપરાંત તમે 8799711259 પર વૉટ્સએપ કરી શકો છો.
અક્સાઈ ચીન પાસે ગુરુંગ હિલ પર ભારતીય સેનાનો કબ્જો

Fact Check
દાવો
કેન્દ્ર સરકાર સ્વરોજગાર હેઠળ બધી મહિલાઓને તેમના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા આપી રહી છે.
નિષ્કર્ષ
દાવો ખોટો છે, પીબીઆઈ ફેક્ટ ચેકે આનુ ખંડન કર્યુ છે.