Fact Check: કેજરીવાલ અને ભગવંત માન સાથે બેસીને પી રહ્યા છે દારુ? જાણો વાયરલ ફોટાની સચ્ચાઈ
નવી દિલ્લીઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં કેજરીવાલ અને ભગવંત માન સાથે બેસીને જમતા દેખાઈ રહ્યા છે. ફોટામાં ખાવા-પીવાના વ્યંજનો સાથે દારુ અને માંસ પણ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરીને એ દાવો કરવામાં આવી રહ્યો છે કે કેજરીવાલ અને ભગવંત માન સાથે બેસીને માંસ ખાઈ રહ્યા છે અને દારુ પી રહ્યા છે.
શું છે ફોટાની સચ્ચાઈ
ઈંડિયા ટુડેના રિપોર્ટ મુજબ વાયરલ ફોટો એડિટેડ છે. આ ફોટો તો અસલી છે પરંતુ તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. કેજરીવાલ અને ભગવંતનો આ ફોટો નવેમ્બર, 2021નો છે. જ્યારે બંને નેતાઓ એક ઑટોરિક્ષાચાલકના ઘરે જમ્યા હતા.
તમને જણાવી દઈએ કે ભગવંત માન ગયા મહિને જ પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના મુખ્યમંત્રી બન્યા બાદથી સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો એવા વાયરલ થઈ રહ્યા છે જેનાથી તેમની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

Fact Check
દાવો
Viral Photo claim is false
નિષ્કર્ષ
Viral Photo claim is false