For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ ચેકઃ શું 'પ્રધાનમંત્રી રોજગાર યોજના' હેઠળ સરકાર આપી રહી છે નોકરીઓ? જાણો સત્ય

સોશિયલ મીડિયા પર લોકોને સરકારી નોકરી અપાવવાના નામે મોટુ સ્કેન્ડલ ચાલી રહ્યુ છે. જાણો સત્ય હકીકત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીના કારણે દેશમાં હજારો લોકોની નોકરીઓ જતી રહી છે. નોકરીઓ જવાના કારણે લોકો સામે આજીવિકાનુ સંકટ ઉભુ થઈ ગયુ છે. એવામાં સરકાર તરફથી લોકોને સહાય કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આનો ફાયદો ઉઠાવીને સોશિયલ મીડિયા પર લોકોને નોકરી અપાવવાના નામે મોટુ સ્કેન્ડલ ચાલી રહ્યુ છે. એટલુ જ નહિ આ લોકો નોકરીના રજિસ્ટ્રેશન માટે 100 રૂપિયાની ફી પણ લઈ રહ્યા છે. સરકારે મંગળવારે લોકોને નોકરી આપવાનો દાવો કરતી એક વેબસાઈટ પર સ્પષ્ટતા કરી છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર પર ખુલાસો કર્યો કે www.pmrojgaaryojna.in નામની વેબસાઈટ વિવિધ પદો માટે આવેદન મંગાવી રહી છે. આ ઉપરાંત તેણે આગળ કહ્યુ કે વેબસાઈટ આવેદકો પાસેથી રજિસ્ટ્રેશન ફી પેટે 100 રૂપિયા પણ લઈ રહી છે. જો કે સરકારે માહિતી આપી છે કે આ વેબસાઈટ નકલી છે.

fact

આ વેબસાઈટ હજુ પણ સક્રિય છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથે પ્રધાનમંત્રી રોજગાર યોજના નામની એક નકલી યોજના પ્રદર્શિત કરે છે. જો કે સરકારની ફેક્ટ ચેક ટીમે યુઝર્સને આ રીતની નકલી વેબસાઈટો સાથે જોડાવાથી બચવાનો આગ્રહ કર્યો છે. નકલી વેબસાઈટે નોકરીના પદો માટે આવેદન કરવાના તબક્કાઓ સાથે-સાથે આવેદન શરૂ કરવા અને બંધ કરવાની તારીખોનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત એ પણ દાવો કરવામાં આવ્યો છે કે 81,034થી વધુ ખાલી પદો છે. હોમ પેજ નીચે વેબસાઈટ ભારત સાથે સંબંધિત હોવાનો દાવો કરે છે. આ ઉપરાંત વેબસાઈટનો 'અમારો સંપર્ક કરો' ભાગમાં લોકોને પોતાનુ વિવરણ ભરવાનો આગ્રહ કરવામાં આવે છે. નકલી વેબસાઈટ પર પોતાની યોગ્યતા અને વેતન વર્ગો સાથે વિવિધ ભૂમિકાઓની એક યાદી પણ છે. આ ઉપરાંત, વેબસાઈટની એક અન્ય વિશેષતામાં 'મેરિટ લિસ્ટ' પણ શામેલ છે.

પ્રેસ સૂચના બ્યૂરોની ફેક્ટ ચેક હેન્ડલે કહ્યુ કે વેબસાઈટ અને ભરતી અધિસૂચના બંને નકલી છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તે આવી છેતરપિંડીવાળી વેબસાઈટો સાથે ન જોડાય. નકલી સમાચાર એટલે કે ફેક ન્યૂઝને નિપટવા માટે પત્ર અધિસૂચના કાર્યાલય(પીઆઈબી)એ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ માટે સમાચારોનુ સત્યાપન કરવા માટે એક 'તથ્ય તપાસ એકમ'ની રચના કરી છે જેને પીઆઈબી ફેક્ટ ચેક ટીમ કહેવામાં આવે છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમ દ્વારા તમે કોઈ પણ મેસેજની સત્યતાની તપાસ કરાવી શકો છો. જે હેઠળ મીડિયામાં સરકાર અને સરકારી યોજનાઓ સાથે જોડાયેલ સમાચારોની સચ્ચાઈ વિશે જાણી શકાય છે. જો તમારી પાસે કોઈ પણ શંકાસ્પદ સમાચાર હોય તો તમે factcheck.pib.gov.in કે પછી વૉટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેઈલ [email protected] પર મોકલી શકો છો. આ વિશે વધુ માહિતી પીઆઈબીની વેબસાઈટ pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

Fact Check

દાવો

www.pmrojgaaryojna.in નામની વેબસાઈટ વિવિધ પદો માટે આવેદન આમંત્રિત કરી રહી છે.

નિષ્કર્ષ

પ્રેસ સૂચના બ્યૂરોના ફેક્ટ ચેક હેન્ડલે કહ્યુ કે વેબસાઈટ અને ભરતી અધિસૂચના બંને નકલી છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: Government is providing jobs under Pradhan Mantri Rozgar Yojana, Is it right? Know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X