ફેક્ટ ચેકઃ ધૂમ્રપાન કરનારાને કોરોનાના સંક્રમણનુ જોખમ ઓછુ? જાણો સચ્ચાઈ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને કોરોના સંક્રમણ થવાનુ જોખમ ઓછુ હોય છે. જાણો સચ્ચાઈ.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ. રોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના જીવ જઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને કોરોના સંક્રમણ થવાનુ જોખમ ઓછુ હોય છે. ઘણા રિપોર્ટમાં વિશ્વ આરોગ્ય સંગઠન અને એક સીએસઆઈઆર સર્વેક્ષણનો હવાલો આપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે ધૂમ્રપાન કરનારા અને શાકાહારીઓને કોરોના વાયરસનુ જોખમ ઓછુ છે. મીડિયા રિપોર્ટસમાં સીએસઆઈઆરના એક અધ્યયનનો હવાલો આપીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ધૂમ્રપાન કરનારા અને શાકાહારી લોકોમાં સેરો-પૉઝિટિવીટીનુ સ્તર ઓછુ હોય છે. આ ઉપરાંત ઓ બ્લડ ગ્રુપવાળા લોકો કોરોના વાયરસ પ્રત્યે ઓછા સંવેદનશીલ હોય છે.

રિપોર્ટ મુજબ 10,427 લોકો પર કરેલા અભ્યાસના આધારે વિશેષજ્ઞોને આ જાણવા મળ્યુ છે. મીડિયા રિપોર્ટ મુજબ સર્વના પરિણામોથી જાણવા મળ્યુ છે કે કોવિડ-19 ભલે શ્વાસ સંબંધિત બિમારી હોય પરંતુ ધૂમ્રપાન કરનારા આનાથી અમુક હદ સુધી સુરક્ષિત માની શકાય છે. આની પાછળનુ કારણ એ છે કે ધૂમ્રપાનના કારણે શરીરમાં કફનુ ઉત્પાદન વધી જાય છે જે આવા લોકોને કોરોનાથી સુરક્ષા આપી શકે છે. હવે વિશ્વ આરોગ્ય સંગઠનનુ કહેવુ છે કે ધૂમ્રપાન કરનારા લોકોને ગંભીર સંક્રમણની સંભાવના 1.5 ગણી વધુ હોય છે અને આ એક સારુ કારણ છે કે તમે ધૂમ્રપાન ન કરો.
સીએસઆઈઆરે પણ આ મુદ્દે સફાઈ આપી છે. જ્યારે આ વિશે તપાસ કરી તો જાણવા મળ્યુ કે સીએસઆઈઆર તરફથી આવો કોઈ પણ દાવો કરવામાં આવ્યો નથી. આ અંગે સીએસઆઈઆરે પોતાની વેબસાઈટ પર નોટિફિકેશન આપીને આ અંગે જણાવવામાં આવ્યુ છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે એવા સમાચારો ચાલી રહ્યા છે કે ધૂમ્રપાન કરનારા અને શાકાહારી લોકોમાં કોરોના સંક્રમણનુ જોખમ હોય છે જ્યારે અમારા તરફથી આવી કોઈ પ્રેસનોટ જારી કરવામાં આવી નથી.
સીએસઆઈઆરે નોટિફિકેશનમાં જણાવ્યુ, 'રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે ફાઈબરયુક્ત શાકાહારી ભોજન કરનારા લોકોમાં કોવિડ-19 સામે રોગપ્રતિકારક ક્ષમતા વધુ હોય છે. આ આંતરડામાં મળતુ માઈક્રોબાયોટાના કારણે થાય છે પરંતુ ધૂમ્રપાન કરનારામાં કોરોના સંક્રમણના ઓછા દાવાનો યોગ્ય નથી.'

Fact Check
દાવો
જો લોકો ધૂમ્રપાન કરે છે તેમને કોરોના સંક્રમણ થવાનુ જોખમ ઓછુ હોય છે.
નિષ્કર્ષ
વિશ્વ આરોગ્ય સંગઠનનુ કહેવુ છે કે ધૂમ્રપાન કરનારા લોકોને ગંભીર સંક્રમણ થવાની સંભાવના 1.5 ગણી વધુ હોય છે અને આ એક સારુ કારણ છે કે તમને ધૂમ્રપાન ન કરો.












Click it and Unblock the Notifications
