Fact Check: સોનિયા ગાંધીએ ખરેખર કર્યુ ધૂમ્રપાન? શું છે વાયરલ ફોટાનુ સત્ય? જાણો અહીં
Fact Check: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વાતો વાયરલ થાય છે, જેમાંથી મોટાભાગની વાત ખોટી હોય છે, પરંતુ કોઈ પણ જાતની તપાસ કર્યા વિના લોકો તે વાયરલ વાતોને સાચી માની લે છે અને પ્રતિક્રિયાઓ આપવા લાગે છે, જે બિલકુલ યોગ્ય નથી.
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના હાથમાં સિગારેટ જોવા મળી રહી છે. વાયરલ તસવીરમાં સોનિયા ગાંધીને યુવાન બતાવવામાં આવ્યા છે અને તે બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર છે, ભગવા ક્રાંતિ નામના યુઝરે આ તસવીરને કેપ્શન સાથે શેર કરી છે, "ઓળખનારને મળશે 8500 ખટા ખટ, ટકા ટક".

આ તસવીર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને લોકોએ નેગેટિવ રિએક્શન આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ જ્યારે આ તસવીરની તપાસ કરવામાં આવી તો તે ફેક હોવાનું બહાર આવ્યું.
આ ઈમેજ AI કન્ટેન્ટ જનરેટર ટૂલ 'Remaker' નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ તસવીરની સત્યતા એબીપી ચેનલ દ્વારા ચકાસવામાં આવી છે. તેમની તપાસમાં તેમને જાણવા મળ્યું કે વર્ષ 2013માં માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટમ્બલર પર ધૂમ્રપાન કરતી એક મહિલાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર મળી આવી હતી. તે તસવીર ફરઝાદ સરફરાઝીએ ક્લિક કરી હતી.
આ જ તસવીર પર સોનિયા ગાંધીનો ચહેરો પોસ્ટ કરીને લોકોને ભ્રમિત કરવામાં આવ્યા છે અને આ વાયરલ તસવીરનું સત્ય છે. આથી જે લોકો તસવીર જોયા પછી વિચાર્યા વગર કોમેન્ટ કરી રહ્યા હતા તેઓ હવે બંધ કરી દે કારણ કે તસવીરમાં જે બતાવવામાં આવ્યું છે તે તદ્દન ખોટું છે.
તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીનું સાચું નામ સોનિયા એન્ટોનિયા મૈનો છે. 9 ડિસેમ્બર 1946ના રોજ ઈટાલીમાં જન્મેલા સોનિયા ગાંધી હાલમાં રાજ્યસભાના સાંસદ છે. 1968માં સોનિયા ગાંધીએ દેશના પૂર્વ પીએમ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતા અને 1983માં તેમને ભારતીય નાગરિકતા મળી હતી. વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સોનિયાને પણ સામેલ કરવામાં આવી હતી.
पहचानने वाले को 8500 मिलेंगे खटा खट टका टक pic.twitter.com/llHtLR4gpH
— भगवा क्रांति (@bhagwakrantee) July 13, 2024

Fact Check
દાવો
સોનિયા ગાંધીના હાથમાં સિગરેટ પકડેલો ફેક ફોટો વાયરલ
નિષ્કર્ષ
આ સાવ ખોટા સમાચાર છે, વાયરલ તસવીર સોનિયા ગાંધીની નથી.












Click it and Unblock the Notifications
