For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check : યુએસ સરકાર કોરોનાની રસી ન લેનારા લોકોને કેદ કરી રહી છે?

અમેરિકામાં દરેક વ્યક્તિ માટે રસીકરણ કરાવવું જરૂરી રહેશે. જેમને રસી લેતા નથી, તેમને જો બાઇડનની સરકાર કેમ્પમાં મોકલી દેવામાં આવશે. આ વાતનું ફેક્ટ ચેક કરતા આ દાવામાં કોઈ સત્ય ન હોવાનું સામે આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે કોહરામ મચી રહ્યો છે. કોરોના સંક્રમણથી બચવા માટે રસી સૌથી મહત્વની માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વની સરકારો તેમના નાગરિકોના રસીકરણ માટે અપીલ કરી રહી છે.

ઘણા દેશો રસીકરણ કર્યા બાદ પોતાના દેશોમાં પ્રવેશની મંજૂરી આપી રહ્યા છે. આ વચ્ચે ઘણા પ્રકારના દાવાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં અમેરિકા વિશે એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે, અમેરિકામાં દરેક વ્યક્તિ માટે રસીકરણ કરાવવું જરૂરી રહેશે. જેમને રસી લેતા નથી, તેમને જો બાઇડનની સરકાર કેમ્પમાં મોકલી દેવામાં આવશે. આ વાતનું ફેક્ટ ચેક કરતા આ દાવામાં કોઈ સત્ય ન હોવાનું સામે આવ્યું હતું.

Fact Check

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડને રસી ન લેવાય ત્યાં સુધી કેપ્સમાં લોકોને અટકાયતમાં રાખવાની જાહેરાત કરી છે. જેની પુષ્ટિ કરવા માટે એક સમાચારનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવી રહ્યો છે.

આ વાયરલ મેસેજની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે એક વેબસાઈટમાં એક વ્યંગ લેખ પ્રકાશિત થયો હતો, જેમાં વિનોદી સ્વરમાં કહેવામાં આવ્યું હતું કે, આ રસી ન લેનારા લોકોને યુએસમાં કેમ્પમાં રાખવામાં આવશે. આ વ્યંગ્ય લેખ સંપૂર્ણપણે અલગ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. યુએસ સરકારે રસી લેવી એ ફરજિયાત કર્યું નથી અને વાયરલ મેસેજમાં કરેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાના સાડા ત્રણ કરોડથી વધુ કેસ છે અને કોરોનાને કારણે સાડા છ લાખથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા બાદ ભારતમાં અને પછી બ્રાઝિલમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

Fact Check

દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડને રસી ન લેવાય ત્યાં સુધી કેમ્પમાં લોકોને અટકાયતમાં રાખવાની જાહેરાત કરી છે.

નિષ્કર્ષ

યુએસ સરકારે રસી લેવી એ ફરજિયાત કર્યું નથી અને વાયરલ મેસેજમાં કરેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Everyone in America will need to be vaccinated. Those who are not vaccinated will be sent to Joe Biden's government camp. A fact check revealed that there was no truth in this claim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X