Fact Check : શું સરકાર ઘર અને દુકાનના ભાડા પર 12 ટકા GST લગાવશે?
સોશિયલ મીડિયા સાઇટ્સ પર એક મેસેજ ફરી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર ઘરો અને દુકાનો પર ચૂકવવામાં આવતા ભાડા પર GST લાગુ કરવા માટે તૈયાર છે.
Fact Check : સોશિયલ મીડિયા સાઇટ્સ પર એક મેસેજ ફરી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર ઘરો અને દુકાનો પર ચૂકવવામાં આવતા ભાડા પર GST લાગુ કરવા માટે તૈયાર છે. અટકળોનો દાવો છે કે, મે મહિનામાં યોજાનારી 47મી GST કાઉન્સિલની બેઠક બાદ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

વાયરલ મેસેજમાં કરાયો છે આ દાવો
આ સમાચારે લોકોમાં ગભરાટ પેદા કર્યો હતો. કારણ કે, સોશિયલ મીડિયા સાઇટ્સ પર એવી અટકળો વાયરલ થઈ હતી કે, મકાનો અને દુકાનોના ભાડા પર 12 ટકાGST ટેક્સ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, જેઓ દર મહિને 10,000 રૂપિયાનું ભાડું ચૂકવે છે. તેમને દર મહિને 1,200 રૂપિયા ટેક્સ ચૂકવવોપડશે.

જાણો આ વાયરલ મેસેજની સચ્ચાઇ
જોકે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ સ્પષ્ટતા કરી હતી કે, નાણા મંત્રાલયે GST કાઉન્સિલની આગામી બેઠક માટે આવો કોઈ પૂર્વ નિર્ણય લીધો નથી અને તેને ફેક સમાચારતરીકે જાહેર કર્યો છે. આ વાયરલ મેસેજ પાયાવિહોણો છે અને સરકાર પાસે આવું કોઈ આયોજન નથી.

ક્યારે છે GST કાઉન્સિલની 47મી બેઠક?
આ દરમિયાન GST કાઉન્સિલની 47મી બેઠક આવતા મહિને યોજાય તેવી શક્યતા છે. કારણ કે, નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ આ મહિને વિશ્વ બેંક-IMFની બેઠકમાટે યુએસની 10 દિવસની મુલાકાતે જશે. એ અગાઉ આ મહિને યોજાવાની હતી અને આ બેઠક મેઘાલયના શિલોંગમાં યોજાય તેવી શક્યતા છે.

Fact Check
દાવો
GST કાઉન્સિલની 47 મી બેઠક બાદ સરકાર ઘર અને દુકાનોના ભાડા પર 12 ટકા GST લાગુ કરવા તૈયાર છે.
નિષ્કર્ષ
કેન્દ્રની આ તબક્કે મકાન અને દુકાનના ભાડા પર 12 ટકા જીએસટી લાગુ કરવાની કોઈ યોજના નથી.












Click it and Unblock the Notifications
