For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: કોણ છે મહાત્મા ગાંધીની લાકડી પકડીને ચાલનાર બાળક, જાણો વાયરલ ફોટાની સચ્ચાઈ

સોશિયલ મીડિયા પર એક ફોટો ઘણો વાયરલ થયો જેમાં ગાંધીજી અને સ્વામી આત્માનંદના નજીક હોવાની વાત કહેવામાં આવી હતી. જાણો તેની સચ્ચાઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્વામી આત્માનંદની શુક્રવારે પુણ્યતિથિ હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા અને તમામ ન્યૂઝ પોર્ટલ પર તેમના જીવન વિશે ઘણા બધા સમાચાર આવ્યા. આ દરમિયાન એક ફોટો ઘણો વાયરલ થયો. આ ફોટો સાથે જ ગાંધીજી અને સ્વામી આત્માનંદના નજીક હોવાની વાત કહેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો સચ્ચાઈ જાણ્યા વિના આ ફોટો શેર કરવા લાગ્યા. આ ફોટો ફેબ્રુઆરીમાં પણ વાયરલ થયો હતો.

Gandhiji

વાસ્તવમાં આઝાદી પહેલાના એક ફોટામાં ગાંધીજીની લાકડી પકડીને એક બાળક ચાલતો દેખાઈ રહ્યો છે. જાગરણ ન્યૂઝ દ્વારા એક આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો કે 1933માં મહાત્મા ગાંધી છત્તીસગઢથી આવ્યા હતા. આ દરમિયાન સ્વામી આત્માનંદ ઘણા નાના હતા અને ગાંધીજીની લાકડી પકડીને ચાલી રહ્યા હતા. ત્યારે કોઈને અંદાજ પણ નહોતો કે રામેશ્વર નામનો આ બાળક મોટો થઈને એક સંત બનશે. ઘણા લોકો આ ફોટાને પોસ્ટ કરીને સ્વામી આત્માનંદને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.

અમારી ફેક્ટ ચેક ટીમની તપાસમાં જાગરણનો આ દાવો બિલકુલ ખોટો સાબિત થયો છે. પહેલા દાવો એ હતો કે આ છત્તીસગઢનો ફોટો છે જે ખોટુ છે. મહાત્મા ગાંધીનો આ ફોટો મુંબઈના જૂહુ બીચનો છે. વળી, વાયરલ પોસ્ટમાં બીજો દાવો એ હતો કે આ ફોટામાં સ્વામી આત્માનંદ ગાંધીજી સાથે છે એ પણ ખોટુ છે. મહાત્મા ગાંધીનો આ ઐતિહાસિક ફોટામાં લાકડી પકડીને ચાલી રહેલ બાળક તેમનો પૌત્ર છે.

Unlock-4 : જાણો 1 સપ્ટેમ્બરથી શું રહેેશે બંધ અને કઈ સેવાઓમાં મળશે છૂટUnlock-4 : જાણો 1 સપ્ટેમ્બરથી શું રહેેશે બંધ અને કઈ સેવાઓમાં મળશે છૂટ

Fact Check

દાવો

ગાંધીજીની લાકડી પકડીને ચાલતા હતા સ્વામી આત્માનંદ

નિષ્કર્ષ

ફોટામાં સ્વામી આત્માનંદ નહિ પરંતુ ગાંધીજીના પૌત્રએ લાકડી પકડી છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Historic picture of Mahatma Gandhiji again viral with fake claims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X