Fact Check: શું કોરોના વેક્સીન લીધા બાદ બેભાન થઈ ગયેલી નર્સનુ થઈ ગયુ મોત?
સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના વેક્સીન લીધા બાદ બેભાન થઈ ગયેલી નર્સનુ મોત થઈ ગયુ છે. જાણો હકીકત.
નવી દિલ્લીઃ અમેરિકાની એક નર્સ કોરોનાની વેક્સીન લેવાની થોડી મિનિટો બાદ જ બેભાન થઈ ગઈ હતી. અમેરિકાના ટેનેસી શહેરમાં કોવિડ વેક્સીન લીધા બાદ ટિફની ડોવર મીડિયા સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન તેેને ચક્કર આવ્યા અને તે લડખડાઈને પડી ગઈ. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. આ 18 ડિસેમ્બરની ઘટના છે. તેના બેભાન થઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. હવે આ વીડિયો સાથે એક મેસેજ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે નર્સ ટિફનીનુ મોત થઈ ગયુ છે.

વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે ટિફનીની તબિયત વેક્સીન લીધાની થોડી વાર બાદ જ બગડી ગઈ હતી. તેને હોસ્પિટલમાં રાખવામાં આવી પરંતુ તેનો જીવ બચી શક્યો નહિ. એવામાં આ વેક્સીન લેવી જોખમી છે. આ તથ્યની તપાસ કરી તો જાણવા મળ્યુ કે નર્સ ટિફનીની મોતનો દાવો એકદમ ખોટો છે. ટિફનીના મોતને મેસેજ સોશિયલ મીડિયા પર આવ્યા બાદ સીએચઆઈ હોસ્પિટલે તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અમુક લોકો સાથે બેઠી છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યુ છે કે ટિફનીની તબિયત હવે એકદમ સારી છે.
શું ટિફનીના વેક્સીન લીધા બાદ?
18 ડિસેમ્બરે નર્સ ટિફનીને ફાઈઝર બાયોએનટેકની કોવિડ-19 વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સીન લીધા બાદ તે ટેનેસીમાં સ્થિત સીએચઆઈ મેમોરિયલ હોસ્પિટલથી પ્રેસ કૉન્ફરન્સમાં વાત કરી રહી હતી અને વેક્સીન વિશે માહિતી આપી રહી હતી. આ દરમિયાન પહેલા તેણે માથુ પકડ્યુ અને પછી તેણે ઉઠવાની કોશિશ કરી તો સંતુલન ગુમાવીને પડી ગઈ. વેક્સીન લીધાની લગભગ 17 મિનિટ બાદ તે બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને ત્યાં હાજર ડૉક્ટર્સે સંભાળી. એવામાં વેક્સીન વિશે સવાલો ઉઠવા શરૂ થઈ ગયા. જો કે ડૉક્ટરોનુ કહેવુ છે કે આ કોરોના વેક્સીન સાથે જોડાયેલુ નથી અને તેની એક કંડીશન છે કે તે જ્યારે પણ બહુ વધુ પીડા અનુભવે છે ત્યારે તે બેભાન થઈ જાય છે.
Tiffany Dover, a nurse in the Covid-19 unit passes out on live TV after taking vaccine in Chattanooga, Tennessee.
— ~ Marietta (@MDavisbot) December 18, 2020
She is feeling better. 🙏🏻#COVID19 #vaccine #Tennessee
pic.twitter.com/Bq2IAvAYwL

Fact Check
દાવો
કોરોના વેક્સીન લીધા બાદ અમેરિકી નર્સનુ મોત થઈ ગયુ હોવાનો દાવો
નિષ્કર્ષ
મેસેજ સંપૂર્ણપણે ખોટ, નર્સ અમેરિકાની હોસ્પિટલમાં છે અને તેની તબિયત સારી છે.












Click it and Unblock the Notifications
