
Fact Check: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગની સચ્ચાઈ શું છે?
નવી દિલ્હીઃ ગરમીની મોસમ શરૂ થતા જ જંગલમાં આગનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ લાગવાનો દાવો કરવામાં આવ્યો છે. આની સાથે જ કેટલાય ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વાયરલ તસવીરોમાં આગ એટલી ભયાનક હતી કે સૌકોઈ શખ્સ તે જોઈ દંગ રહી ગયો, પરંતુ જ્યારે આ તસવીરોની તપાસ કરવમાં આવી તો સચ્ચાઈ કંઈક બીજી જ નીકળી.
Recommended Video

ચીનના ફોટોને વાયરલ કર્યા
મામલામાં ઉત્તરાખંડ વન વભાગના મુખ્ય વન સંરક્ષક બીકે ગાંગટેએ વન ઈન્ડિયા સાથે વાત કરતા આ વાયરલ ફોટોને ફેક ગણાવ્યો છે. જે મુજબ ચીન અને ચલીમાં લાગેલી આગની તસવીરો ઉત્તરાખંડની તસવીર જણાવી વાયરલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોટાભાગના ફોટા અને વીડિયો ફેક છે. બીકે ગાંગટે મુજબ ચીનના જંગલોમાં માર્ચના અંતમાં આગ લાગી હતી. આ દરમિયાન 18 ફાયર ફાઈટર પણ મૃત્યુ પામ્યા હતા. આગની એ ઘટનાના ફોટા હવે ઉત્તરાખંડના ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે ચીલીના જંગલોમાં આગ લાગી હતી, જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા હતા. તે ઘટનાના ફોટાને પણ ઉત્તરાખંડના ફોટા ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા છે.

આગની ઘટનાઓમાં કમી
મુખ્ય વન સંરક્ષક ગાંગટે મુજબ આ વર્ષે ઉત્તરાખંડના જંગલોમાં આગની ઘટના પાછલા વર્ષની સરખામણીએ ઘણી ઓછી છે. હાલ નૈનીતાલ, અલ્મોડા, ટિહરી, મસૂરી અને પિથૌરાગઢના જંગલોમાં આગ લાગી છે, પરંતુ એ એટલી વિકરાળ નથી, જેટલી સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં જોવા મળી રહી છે. તેમના મુજબ વર્ષ 2019માં 1600 હેક્ટર જંગલની ભૂમિમાં આગ લાગી હતી, જ્યારે આ વર્ષે હાલ માત્ર 102 હેક્ટરમાં આગ લાગી છે, જેના પર જલદી જ કાબૂ મેળવી લેવામાં આવશે.

વરસાદે રાહત આપી
જણાવી દઈએ કે આ વિશે માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ વરસાદનો સિલસિલો ચાલુ છે. જે કારણે આગ નથી લાગી રહી. જ્યારે જંગલોમાં માનવીય ગતિવિધિઓ જ્યારે વધુ થતી હતી તો લોકો સિગરેટ અને બીડી સરખી રીતે ઓલવ્યા વિના જ ફેંકી દેતા હતા જેના કારણે આગ લાગી જતી હતી. આ વખતે લોકડાઉનને કારણે લોકો ઘરમાં કેદ છે. જે કારણે પણ જંગલોમાં આગ લાગવાની ઘટનામાં કમી આવી છે.
તીડના આતંકથી યુપીના 10 જિલ્લા હાઈ અલર્ટ પર, સીએમ યોગીએ આપ્યા વિશેષ નિર્દેશ