અભણથી માંડીને પાંચમી પાસ પણ પહોંચી ગયા લોકસભા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 મે: 16મી લોકસભાની તસવીર કેવી હશે તે અત્યાર સુધી સ્પષ્ટ થઇ ચૂક્યું છે. નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન તરીકે થોડા દિવસોમાં શપથ લેશે. આ વખતે જેટલા સાંસદ લોકસભા પહોંચ્યા છે, તેમાંથી 65 ટકા સાંસદ એવા છે જેમની પાસે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે.

માઇનેતા ઇનફો દ્વારા 541 સાંસદોની જાણકારી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ જાણકારીના અનુસાર હાલના સાંસદોના શિક્ષણ અને બીજી જાણકારીઓ શેર કરવામાં આવી છે.

માઇનેતા ઇંફો દ્વારા જે વિજેતાઓનું વિવરણ આપવામાં આવ્યું છે તેના અનુસાર 52 સાંસદો લગભગ એવા છે જેના પર કોઇપણ પ્રાકરનો આપરાધિક રેકોર્ડ નોંધયેલ છે. આ સંખ્યા કુલ સાંસદોની 35 ટકા છે.

લગભગ 28 ટકા સાંસદ એટલે કે 41 સાંસદ એવા છે જેમના વિરૂદ્ધ ગંભીર આપરાધિક રેકોર્ડ નોંધાયેલ છે. માઇનેતા ઇંફોના આ આંકડા અનુસાર કુલ સાંસદોમાંથી 52 ટકા એટલે કે 76 નવા સાંસદ કરોડપતિ છે જેમણે સંસદ સુધી સફર પાર પાડી છે.

આ આંકડો ગત સંસદથી થોડો ઓછો છે. સાંસદોના શિક્ષણ વિશે જે જાણકારીઓ આપવામાં આવે છે તેમાંથી 96 એટલે કે 65 ટકા સાંસદ એવા છે જે જેમની પાસે ગ્રેજ્યુએટ કે તેનાથી વધુ શિક્ષણ છે.

જો કે નવા સાંસદોના લિસ્ટમાં કેટલાક સાંસદ અભણ તો કેટલાક પાંચમું પાસ જ છે. 10મું અને બારમું પાસ સાંસદોની સંખ્યા પણ સારી એવી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ નવી લોકસભામાં ભણેલા-ગણેલા સાંસદોની સ્થિતિ અને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સાંસદોની જાણકારી.

ટીડીપીના સાંસદ

ટીડીપીના સાંસદ

ટીડીપી એટલે કે તેલગૂ દેશમ પાર્ટીના અનાકાપ્પાલે સંસદીય વિસ્તારથી મુત્તામશેટ્ટી શ્રીનિવાસ રાવ એકલા સાંસદ છે જે અભણ છે. પરંતુ તેમની પાસે લગભગ 21 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

પાંચ સાંસદ ફક્ત સાક્ષર

પાંચ સાંસદ ફક્ત સાક્ષર

નવી સાંસદમાં પાંચ સાંસદ એવા છે જે ફક્ત લખી કે વાંચી શકે છે. સાક્ષર સાંસદોમાં અરરિયાના સાંસદ તસ્લીમ ઉદ્દીન એવા સાંસદ છે જેમની પાસે સૌથી વધુ એટલે કે ચાર કરોડ રૂપિયાની સંપત્તિ છે.

છ સાંસદ પાંચમું પાસ

છ સાંસદ પાંચમું પાસ

16મી લોકસભામાં છ સાંસદ એવા હશે જે ફક્ત પાંચમું પાસ છે. આ પાંચમું પાસ સાંસદોમાં ઉત્તર પ્રદેશના અમરોહથી ભાજપ સાંસદ કંવર સિંહ તંવર એવા સાંસદ છે જેમની પાસે સૌથી વધુ એટલે કે 178 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

આઠમું પાસ પણ છે સાંસદ

આઠમું પાસ પણ છે સાંસદ

16મી લોકસભામાં આઠમું પાસ સાંસદોની સંખ્યા લગભગ 9 છે. આ 9 આઠમું પાસ સાંસદોમાં માવલના સાંસદ એવા છે જેમની પાસે 66 કરોડ એટલે કે આઠમું પાસ સાંસદોમાં સૌથી વધુ સંપત્તિ છે.

48 સાંસદ ફક્ત હાઇસ્કૂલ સુધી ભણેલા

48 સાંસદ ફક્ત હાઇસ્કૂલ સુધી ભણેલા

16મી લોકસભામાં 48 સાંસદ એવા છે જેમની પાસે 10મું કે પછી હાઇસ્કૂલની ડિગ્રી છે. 10મું પાસ સાંસદોની યાદીમાં કુરનૂલથી સાંસદ બુટ્ટા રેણુકા એવી સાંસદ છે જેમની પાસે સૌથી વધુ એટલે કે 242 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

12મું પાસ સાંસદની પાસે 683 કરોડ રૂપિયા

12મું પાસ સાંસદની પાસે 683 કરોડ રૂપિયા

નવી લોકસભા માટે જે સાંસદ સંસદ પહોંચ્યા છે તેમાંથી 57 સાંસદની સંખ્યા એવી છે જેઓ 12મું પાસ છે. આ 12મું પાસ સાંસદોમાં કેટલાક સાંસદ એવા છે જેમની સંપત્તિ હજારો કરોડોમાં છે પરંતુ ગુંટુરથી ટીડીપી સાંસદ જયાદેવ ગાલા એવા સાંસદ છે તેમની સંપત્તિ 683 કરોડની છે.

English summary
Election Results 2014 1 Illiterate and 57 12th pass new MP will be the part of new Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X