For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કેટલું હાઇટેક છે મુંબઇનું નવું ટી2 એરપોર્ટ

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 એટલે કે ટી-2 એરપોર્ટ માત્ર હાઇટેક જ નથી પરંતુ તેમાં ભારતીય કલાના અનેક નમૂના રજૂકરવામાં આવ્યા છે. ચારેકોર ઝૂગ્ગીથી ઘેરાયેલા એરપોર્ટમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. હવાઇ મથકને સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા મળીને તૈયાર કરવામાં આવ્યું છે. જેને બનાવવામાં ઘણો સમય લાગ્યો, સાથે જ તેના ખર્ચના અનુમાન કરતા વધુ ખર્ચ થઇ ગયો છે.

જીવીકે ગ્રૃપની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલા ટી 2 ટર્મિનલનું ઉદ્ઘાટન 15 જાન્યુઆરીએ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા કરવામા આવ્યું હતું. એરપોર્ટની છત ને મોરની પાંખની જેમ તૈયાર કરવામાં આવી છે, સાથે જ તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. અંગ્રેજીના એક્સ આકાર જેવી ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવેલા જે ખુબીઓ છે તે વિશ્વના અન્ય એરપોર્ટ પર નથી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ એરપોર્ટના રોચક તથ્યોને.

12,500 કરોડનો ખર્ચ

12,500 કરોડનો ખર્ચ

ટી 2 એરપોર્ટને બનાવવામાં કુલ 12,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, નવા એરપોર્ટમાં 100થી વધારે પ્લેન પાર્ક કરી શકાય છે, સાથે જ તેમાં દર વર્ષે 4 કરોડ મુસાફરોની આવનજાવન રહેશે.

39 હજાર સ્ક્વાયરમાં ફેલાયેલું છે એરપોર્ટ

39 હજાર સ્ક્વાયરમાં ફેલાયેલું છે એરપોર્ટ

ટી2 ટર્મિનલ 39 હજાર સ્ક્વાયર મીટર એરિયામાં ફેલાયેલું છે, જેમાં મલ્ટીલેવન કાર પાર્કિંગ, ગાર્ડન પણ છે.

140 ઇમિગ્રેશન કાઉન્ટર

140 ઇમિગ્રેશન કાઉન્ટર

મુંબઇના જૂના ટર્મિનલમાં કુલ 80 ઇમિગ્રેશન કાઉન્ટર હતા, જ્યારે નવા ટી 2માં 140 ઇમિગ્રેશન કાઉન્ટર બનાવવામાં આવ્યા છે, જેનાથી કાઉન્ટરમાં ભીડ ઓછી રહે.

દેશની સૌથી મોટી કાર પાર્કિંગની સુવિધા

દેશની સૌથી મોટી કાર પાર્કિંગની સુવિધા

ટી-2 ટર્મિનલમાં દેશનો સૌથી મોટો કાર પાર્કિંગ વિસ્તાર આપવામાં આવ્યો છે, તેના માટે 9 માળની બિલ્ડિંગ બનાવવામાં આવી છે.

એરપોર્ટમાં 72 લિફ્ટ

એરપોર્ટમાં 72 લિફ્ટ

યાત્રીઓના આવવા જવા માટે કુલ 37 ટ્રૈવેલેટર્સ, 48 એસ્કેલેટર્સ અને 72 લિફ્ટ લગાવવામાં આવી છે.

હાઇટેક સુરક્ષા

હાઇટેક સુરક્ષા

સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2300 સીસીટીવી કેમેરા અને 70 હજાર ડિટેક્સન ડિવાઇસિસ, ફાયર એલાર્મ લાગેલા છે, આ માટે એરપોર્ટમાં કુલ 400 કિમી કેબલ વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

English summary
10 facts know about mumbai airport s new terminal t2 news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X