For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં વધી રહેલા બળાત્કાર પાછળ છે આ 10 કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઓક્ટોબરઃ 16 ડિસેમ્બરની રાત્રે સામુહિક બળાત્કાર ગુજારનારાઓને ફાંસીની સજા મળી ગઇ છે. હૈવાનોને કોર્ટમાં ફાંસી પર લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ બળાત્કારની ઘટનાઓ ઓછી થઇ નથી. આખરે આપણા સમાજમાં યૌન હિંસા જેવા ક્રૂર ગુનાઓ શા માટે થાય છે? જેમ જેમ આપણો સમાજ શીક્ષિત અને પ્રગતિશીલ થઇ રહ્યો છે, તેમ તેમ સમાજમાં મહિલાઓ પર યૌન શોષણના મામલાઓ વધી રહ્યાં છે. અવાંછિત રીતે શારીરિક અડપલા, અશ્લિલ ટીપ્પણીઓ, અશ્લિલ ઇશારા કરવા, અશ્લિલ વાતો કરવી, અશ્લિલ એસએમએસ કરવા, અશ્લિલ ફિલ્મો જોવી, અવાંછિત ફોન કરવા, કામમાં અવરોધ ઉત્પન્ન કરવાની ધમકીઓ આપવી, કામમાં બઢતી આપવાની લાલચ આપવી, કામની સિદ્ધિઓને પ્રભાવિત કરવાની ધમકી આપવી, કાર્યસ્થળને ભયભીત બનાવવું, ઉપભોક્તાઓ સાથે ખોટો વ્યવહાર કરવો યૌન શોષણ હેઠળ આવે છે.

આ તમામ તો આપણા સમાજમાં નાની વાત બની ગઇ છે. બળાત્કાર જેવી વારદાત યૌન હિંસાનું સૌથી ભયાનક સ્વરૂપ છે. બળાત્કાર ભારતમાં સામાન્ય થઇ ગયા છે. અવાર-નવાર ગેંગરેપના સમાચાર દેશના કોઇને કોઇ ભાગમાંથી આવતા રહે છે. અનેક મામલાઓ એટલા સંગીન હોય છે કે, રુંવાટા ઉભા કરી દે છે. આ બાબતો પર વિચારવાલાયક પ્રશ્ન એ પણ છે કે આપણા દેશમાં આટલી બર્બરતાથી બળાત્કાર, યૌન શોષણ અને યુવતીઓ પર એસિડ ફેંકવા જેવી ઘટનાઓની સંખ્યા કેમ વધી રહી છે?

જે ઘટનાઓ ધ્યાનમાં આવે છે, તે હિસાબે ભારતમાં દર 22 મિનિટે બળાત્કાર થાય છે, જ્યારે સાંસદોની એક કમિટીમાં પ્રસ્તૃત અહેવાલ અનુસાર, વાસ્તવિક સંખ્યા તેના કરતા પણ ત્રીસ ગણી વધારે છે. અહીં તસવીરો થકી 10 કારણો જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે આપણા સમાજમાં બળાત્કાર અને યૌન શોષણ જેવી ઘટનાઓ વધી રહી છે.

મહિલાઓની દયનીય સ્થિતિ

મહિલાઓની દયનીય સ્થિતિ

ભારતીય સમાજમાં મહિલાઓની દયનીય સ્થિતિ તેમના પર થઇ રહેલી યૌન હિંસાનું સૌથી મોટું કારણ છે. મહિલાઓ પોતાના અધિકારોથી અજાણ હોય છે. નાનપણમાં જ તેમને પોતાના ઘરમાં દબાઇને રહેવાની આદત પડી જાય છે. તેમની આ મજબૂરી સમાજમાં તેમની સ્થિતને દયનીય બનાવી દે છે. જેના કારણે તેમના પર થતા ગુનાઓની ફરિયાદ તે કોઇને કરી શકતી નથી.

મહિલા પોલીસની સંખ્યા ઓછી

મહિલા પોલીસની સંખ્યા ઓછી

જોવામાં આવે તો બળાત્કાર પીડિત અધિકાંશ મહિલાઓ એટલા માટે ફરિયાદ નથી કરી શકતી, કારણ કે પોલીસ અધિકારીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોથી તે ડરે છે. મહિલા પોલીસની અછતના કારણે, શરમના કારણે મહિલાઓ પોતાના પર થઇ રહેલા અત્યાચારોની ફરિયાદ નથી કરી શકતી. અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર દિલ્હીમાં માત્ર 7 ટકા મહિલા પોલીસ છે, જે માત્ર ચોકીઓમાં બેસે છે.

VVIP સુરક્ષામાં લાગેલા જવાનો

VVIP સુરક્ષામાં લાગેલા જવાનો

જનતાની રક્ષા કરનારા પોલીસ આમ આદમીની સુરક્ષા કરવાના બદલે વીવીઆઇપી નેતાઓ અને અધિકારીઓની સેવામાં લાગેલા છે. દિલ્હીમાં 84 હજાર પોલીસ જવાનોમાંથી માત્ર એક તૃતિંયાશ પોલીસકર્મી જ સામાન્ય જનતાની સુરક્ષામાં લાગેલા છે. આવામાં મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે?

ઉત્તેજિત વસ્ત્રોને ઠહેરાવાય છે દોષી

ઉત્તેજિત વસ્ત્રોને ઠહેરાવાય છે દોષી

દેશમાં વધી રહેલા બળાત્કારના કિસ્સાઓ બાદ જે મુદ્દો સૌથી વધારે ઉઠીને સામે આવી રહ્યો છે તે મહિલાઓના વસ્ત્રો આધારિત હતો. નેતાઓ, પોલીસ કર્મી અને અધિકારીઓ મહિલાઓના ઉત્તેજક વસ્ત્રોને તેમના પર થઇ રહેલી હિંસા માટે જવાબદાર ઠેરવે છે. 1996માં કરવામાં આવેલા સર્વે અનુસાર 68 ટકા લોકો માને છે કે મહિલાઓના અશ્લિલ અને ઉત્તેજક વસ્ત્રો બળાત્કાર માટે જવાબદાર છે.

ઘરેલુ હિંસાને દબાવી બળાત્કારનુ મોટુ કારણ

ઘરેલુ હિંસાને દબાવી બળાત્કારનુ મોટુ કારણ

રાઇટ્સ ટ્રસ્ટ લો ગ્રુપ અનુસાર ઘરેલુ હિંસાના મામલાઓમાં ભારતની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. ભારતમાં મોટાભાગના લોકો ઘરેલુ હિંસાને ગુનો માનતા નથી. યુનિસેફના અહેવાલ અનુસાર 15માંથી 19 વર્ષના 53 ટકા યુવકો અને 57 ટકા યુવતીઓ માને છે કે, પોતાની પત્નીને મારવી યોગ્ય છે. જ્યારે બાળક ઘરમાં આ બધુ જોઇને મોટો થતો હોય ત્યારે તેના માટે આ બધી બાબતો સામાન્ય બની જાય છે અને બહાર જઇને તે આવુ જ કરે છે. તેમની નજરમાં મહિલાઓની કોઇ ઇજ્જત હોતી નથી.

સુરક્ષાની ઉણપ

સુરક્ષાની ઉણપ

મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અહેવાલ અનુસાર સમાજમા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા પુરતી નથી. બસ, રેલવે સ્ટેશન, પબ, ગલીઓ કંઇપણ સુરક્ષિત નથી. સામાજિક સ્થાનો પર પણ મહિલાઓ અસુરક્ષિત છે.

મહિલાઓને કલંકિત થવાનો ડર

મહિલાઓને કલંકિત થવાનો ડર

બળાત્કાર અથવા તો યૌન હિંસા જેવા ગુનાઓમાં મહિલાઓને કલંકિત થવાનો ડર રહે છે. તેમને લાગે છે કે, જો આ અંગે બધાને ખબર પડી જશે તો તે કલંકિત થઇ જશે. આપણા કેટલાક નેતાઓના વિવાદસ્પદ નિવેદનોથી આ ડર વધી ગયો છે. જેથી મોટાભાગની મહિલાઓ પોતાની સાથે થયેલી ઘટના કોઇને જણાવ્યા વગર જ સહન કરી લે છે.

બળાત્કાર પીડિતો પર સમજૂતી કરવાનું દબાણ

બળાત્કાર પીડિતો પર સમજૂતી કરવાનું દબાણ

જો આપણા સમાજમાં કોઇ મહિલા સાથે બળાત્કાર જેવી ઘટના ઘટી હોય તો પરિવાર અથવા તો સમાજ તેમના પર આરોપી સાથે સમજૂતી કરી લેવાનું દબાણ કરવા લાગે છે. અનેકવાર પોલીસ પણ પીડિત મહિલા પર સમજૂતી કરી લેવા દબાણ લાવીને કેસ દાખલ નથી કરતી. જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે.

 ઢીલી કાયદો વ્યવસ્થા

ઢીલી કાયદો વ્યવસ્થા

ભારતમાં દર એક લાખ લોકો પર 15 ન્યાયધિશ છે, જ્યારે ચીનમાં પ્રતિ લાખ લોકો પર 159 જજો છે. તેવામાં આપણી લેટ લતીફ કાયદો વ્યવસ્થાના કારણે ન્યાય મળવામાં મોડુ થવાથી બળાત્કાર જેવી ઘટનાઓ વધી રહી છે. અનેકવાર તો જોવા મળ્યુ છેકે જેલમાં સજા કાપીને આવેલો અપરાધી એ જ આરોપને ફરીથી અંજામ આપે છે. અનેકવાર બળાત્કાર પીડિત મહિલા પણ મોડા ન્યાયના કારણે ફરિયાદ નથી કરતી.

શિક્ષાનો અભાવ

શિક્ષાનો અભાવ

ભારતીય સમાજમાં મહિલાઓ પ્રતિ ગુના અંગે શિક્ષાના અભાવમાં આ પ્રકારની ઘટના વધી રહી છે. જરૂરિયાત માત્ર મહિલાઓને શિક્ષિત કરવાની નથી, પરંતુ પુરુષોને પણ આ વાત સમજાવવાની જરૂર છે કે મહિલાઓની ઇજ્જત કરવી જોઇએ. જ્યાં યુવતીઓમાં આત્મરક્ષાની અછત છે તો યુવકોમાં વૈચારિક વિચારની.

English summary
The case of a 23 year old medical Student who died after a brutal gang rape on a bus in New Delhi has seemed to snap India to attention about its endemic sexual violence problem. Here are 10 reasons why India has a sexual violence problem.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X