• search

માતા-પિતા બનતાં પહેલાં રાખો આ વાતોનું ધ્યાન

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  શું તમારા ઘરમાં નાન મહેમાનના સ્વાગતનું પ્લાનિંગ કરી રહ્યાં છો. ખરેખર આ કોઇપણ મહિલા માટે ખુશીની વાત હોય છે. પરંતુ શું તમે તેના માટે પુરી તૈયારી કરી લીધી છે? આવો અમે તમને કેટલીક વાતો જણાવીએ જેનું ધ્યાન તમારે માતા-પિતા બનતાં પહેલાં રાખવું જરૂરી છે.

  તમારા વજનને ચેક કરાવો

  તમારા વજનને ચેક કરાવો

  તમારા વજનને જરૂર માપો. પ્રસવ પહેલાં અને પ્રસવ આદ અંડરવેટ કે ઓવરવેટ બંને જ નુકશાનદાયક હોય છે. જો તમે અંડરવેટ છો તો તેનાથી ઓવ્યલૈશન (અંડોત્સર્ગ) પ્રભાવિત થશે. તો બીજી તરફ ઓવરવેટની સ્થિતીમાં ડાઇબિટીઝ અને હાઇ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે. એટલા માટે ગર્ભધારણ પહેલાં વજન જરૂરી માપી લો.

  તમારી દવાઓનું પણ મૂલ્યાંકન કરો

  તમારી દવાઓનું પણ મૂલ્યાંકન કરો

  જો તમે એલર્જી, માથાનો દુખાવો કે પછી કોઇ અન્ય બિમારી માટે દવાઓનું સેવન કરો છો તો સાવધાન થઇ જાવ. તેમાંથી કેટલીક દવાઓ તમારા બાળક માટે નુકસાનદાયક થઇ શકે છે. તમે જે દવાઓ તથા સીરપ લઇ રહ્યાં છો, તેના વિશે ડૉક્ટરને જરૂર જણાવો. સાથે જ ડૉક્ટર પાસેથી દવાઓ વિશે સલાહ જરૂર લે.

  પૌષ્ટિક તત્વોનું કરો સેવન

  પૌષ્ટિક તત્વોનું કરો સેવન

  તમારા ફ્રીજમાં ફળ, જ્યૂસ અને મલ્ટીવિટામિન, પ્રોટીન તથા કેલ્શિયમને સ્થાન આપો. વધુમાં વધુ શાકભાજી અને હોલગ્રેન ખાવ. તમારા આહારમાં સોયાનું ઉત્પાદન, નટ્સ અને બીનને સામેલ કરો.

  ડેન્ટિસ્ટ પાસેથી સલાહ લો

  ડેન્ટિસ્ટ પાસેથી સલાહ લો

  સ્વસ્થ પ્રેગનેંસી માટે ઓરલ હેલ્થ પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પેઢાની બિમારીથી બેક્ટેરિયલ ઇંફેકશન સહિત પ્રીમેચ્યોર બર્થનો પણ ખતરો રહે છે. એકવાર ગર્ભધારણ કરી લીધા બાદ તમે એક્સ-રે કરાવી ન શકો. એટલા માટે થોડો સમય કાઢીને ડેન્ટિસ્ટનો સંપર્ક કરો અને ડેન્ટલ પ્રોબ્લમને દૂર જરૂર કરો.

  રિનોવેશન

  રિનોવેશન

  જો તમે તમારા ઘરનું રેનેવેશન કરવવા માંગો છો તો તેને ગર્ભધારણ કરતાં પહેલાં કરાવો. ગર્ભાવસ્થા દરમિયાન કલર, ક્લીનર અને પેસ્ટીસાઇડ યુક્ત કેમિકલથી માતાની સાથે-સાથે બાળક પર પણ ખરાબ અસર પડે છે.

  ડૉક્ટરની સલાહ લો

  ડૉક્ટરની સલાહ લો

  ગર્ભધારણ કરતાં પહેલાં 3 મહિલા પહેલાં ચેકઅપ જરૂરી કરાવો. તે સુનિશ્વિત કરો કે તમારું બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ અને હિમોગ્લોબિનનું સ્તર નિયંત્રણમાં છે. ઘણીવાર ડૉક્ટર ફેમિલી બેકગ્રાઉન્ડના આધાર કેટલાક જેનેટિક ટેસ્ટની સલાહ આપે છે.

  પોતાને રીલેક્સ રાખો

  પોતાને રીલેક્સ રાખો

  વધુ તણાવ ગર્ભધારણની સંભાવનાને પ્રભાવિત કરે છે. એટલા માટે ગર્ભધારણ પહેલાં પોતાને તણાવથી દૂર રાખો. તેના માટે તમે રસપ્રદ પુસ્તક વાંચો, મેડિટેશન કરો, મિત્રોને મળો, ફિલ્મ જોવા માટે જાવ, ગીતો સાંભળો, સારી ઉંઘ લો અને દરેક તે વસ્તુ કરો જેનાથી તમે પોતાને શાંત રાખી શકો. ક્યારેય પણ તણાવથી છુટકારો મેળવવા માટે દવાઓ કે દારૂનું સેવન ન કરો.

  ફોલિક એસિડનો વધુ ઉપયોગ કરો

  ફોલિક એસિડનો વધુ ઉપયોગ કરો

  સ્પાઇના બીફિડા (બર્થ ડિફેક્ટ)થી બચવા માટે વિટામિન બીનું વધુ સેવન કરો. પાલક અને લીલા પત્તાવાળી શાકભાજીઓમાં ફોલિક એસિડ જોવા મળે છે.

  દારૂ, કેફિન અને સિગરેટથી દૂર રહો

  દારૂ, કેફિન અને સિગરેટથી દૂર રહો

  સિગરેટ, કોફી અને દારૂ ગર્ભધારણ પહેલાં જ ના કહી દો. દારૂ અને ધુમ્રપાનથી થનાર બાળકના મસ્તિક અને હદયમાં વિકાર આવી શકે છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે વધુ કેફિનથી મિસકેરેજનો પણ ખતરો રહે છે.

  તમારી આર્થિક સ્થિતિ જોઇ લો

  તમારી આર્થિક સ્થિતિ જોઇ લો

  જેમ કે તમે જાણો છો કે આજના સમયમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. ગર્ભધારણ પહેલાં તે નક્કી કરી લો કે તમારા દ્વારા થનાર બાળકના ઉછેર માટે આર્થિક રીતે સમર્થ છો. પ્રેગનેંસી અને ડીલિવરીના ખર્ચને જરૂર એડ કરી લો.

  English summary
  Are you planning for welcoming a little guest in your world? Wow….it’s great! But, have you done with all the preparations?

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more