હવે અબુ સલેમનું દિલ 26 વર્ષની એક મહિલા પર આવ્યું
ફરીથી જાણીતા ગેંગસ્ટર અબુ સલેમ ચર્ચામાં છે. જો કે આ વખતે કારણે છે એક 26 વર્ષિય મહિલા. જી હાં, આ કુખ્યાત ગેંગસ્ટરને ફરી એક વાર પ્રેમ થઇ ગયો છે. અને તે પણ એક 26 વર્ષની મહિલા સાથે. એટલું જ નહીં સલેમ આ પ્રેમને લગ્નમાં ફેરવવા પણ ઇચ્છે છે. અને માટે જ તેમણે ટાડા કોર્ટમાં લગ્ન કરવાની પરવાનગી પણ માંગી છે.
જો કે ગેંગસ્ટર અને સુંદરીઓનો પણ એક અનોખો સંબંધ છે. ધણીવાર આ પહેલા પણ બન્યું છે કે કુખ્યાત ગુંડા કે ચોર પર કોઇ મહિલા મહેરબાન થઇ હોય અને બધુ જાણવા છતાં, તેના અપરાધોને બાજુમાં મૂકી તે જે તે વ્યક્તિની જોડે લગ્ન કરે છે.
ત્યારે ચલો તમને આવી જ કેટલીક લવસ્ટોરી વિષે જણાવીએ જેમાં કોઇ છોકરીના સપનાનો રાજકુમાર એક ગેંગસ્ટર હોય છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

દાઉદ-મંદાકિની
રાજકપૂરની ખોઝ એવી આ હોટ અને સેક્સી અભિનેત્રી મંદાકિની પહેલી વાર રામ તેરી ગંગા મેલીમાં આવી હતી. અને બહુ જલ્દી તે અનેક લોકોની રાણી બનવાની સાથે જ ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ અબ્રાહિમના મનની રાણી પણ બની ગઇ હતી. એટલે સુધી કે દાઉદ તેને પોતાની સાથે પહેલા પાકિસ્તાન અને પછી દુબઇ લઇ ગયો. જેનાથી તેનું ફિલ્મી કેરિયર તો બગડ્યું જ સાથે જ તેને ભારે હેરાનગતિ પણ ભોગવવી પડી. છેવટે તેણે દાઉદને છોડીને એક બુદ્ધિસ્ટથી લગ્ન કર્યા.

મોનિકા બેદી- અબુ સાલેમ
અન્ય એક જાણીતી હિરોઇન જે ગેંગસ્ટરના પ્રેમમાં પડી તે છે મોનિકા બેદી. જેને અબુ સાલેમથી પ્રેમ થયો. પોલિસે તે બન્નેની ધરપકડ કરી. એટલું જ નહીં તેણે 3 વર્ષ જેલમાં નીકાળ્યા. જે બાદ તે પોતાના જીવનમાં આગળ વધી ગઇ.

મમતા કુલકર્ણી- વિક્કી ગોસ્વામી
મમતા કુલકર્ણીએ ડ્રગ ડિલર વિક્કી ગોસ્વામી જોડે લગ્ન કર્યા. તે હાલ દુબઇમાં રહે છે. વધુમાં વિક્કીને 1997માં મૈનડ્રેક્સ ડ્રગની તસ્કરીમાં પોલિસે પકડ્યો હતો અને તેને ઉમરકેદની સજા થઇ હતી.

વીણા મલિક
પાકિસ્તાની આઇટમ ગર્લ વીણા મલિકનું પણ નામ મેચ ફિક્સિંગના જાણીતા ગેંગસ્ટરની સાથે જોડાયું છે. જો કે તે પર આજસુધી કોઇ સાબિતી નથી મળી તે અલગ વાત છે.

અબૂ સલેમ
જો કે હવે મોનિકા બેદી બાદ અબૂ એક અન્ય મહિલાના પ્રેમમાં પડ્યો છે અને તે હવે તેની જોડે લગ્ન કરવા માંગે છે. જો કે આ મહિલા વિષે વધુ માહિતી પ્રાપ્ત નથી થઇ.












Click it and Unblock the Notifications
