For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તપાસમાં નિષ્ફળ રહ્યા 5% બ્રાન્ડેડ કોન્ડોમ, એક્સપર્ટે કહ્યું ચિંતાજનક

સુરક્ષિત યૌન સંબંધ અને અનિચ્છનીય ગર્ભથી બચવા માટે, આપણા અડધાથી વધુ લોકો કોન્ડોમ પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે. જો તમે કોન્ડોમને એક યોગ્ય વિકલ્પ માનો છો, તો ચેતી જાવ.

|
Google Oneindia Gujarati News

સુરક્ષિત યૌન સંબંધ અને અનિચ્છનીય ગર્ભથી બચવા માટે, આપણા અડધાથી વધુ લોકો કોન્ડોમ પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે. જો તમે કોન્ડોમને એક યોગ્ય વિકલ્પ માનો છો, તો ચેતી જાવ. તાજેતરમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં, 5% કોન્ડોમ નિષ્ફળ રહ્યા. તપાસમાં અસફળ હોવાના મોટાભાગના કોન્ડોમ બ્રાન્ડેડ હતા. આમાંના મોટાભાગના કેસો કોન્ડોમનું પ્રેસર ન વેઠી શકવાનું અને લિકેજના હતા.

condom

થોડાક સમય પહેલા જ કોન્ડોમની તપાસ વિશે એક આરટીઆઈ ફાઇલ કરવામાં આવી હતી જેમાં તેની ગુણવત્તા તપાસવામાં આવે. આ આરટીઆઈ પછી, એક મહિના સુધી દેશના દરેક ખૂણામાંથી 411 કોન્ડોમની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી, તો એવું જાણવા મળ્યું હતું કે આમાંના 22 કોન્ડોમ તપાસમાં નિષ્ફળ રહ્યા.

આ પણ વાંચો: જાણો કોન્ડોમના 5 ખતરનાક Side-Effects

કોન્ડોમની ગુણવત્તા તપાસ અને તેના સંબંધિત બીજી વાતોની માહિતી માટે એક આરટીઆઈ ફાઇલ દાખલ કરવામાં આવી હતી. આ અનુસાર, દેશભરના તમામ બ્રાન્ડ્સમાંથી 411 કોન્ડોમના નમૂના જૂનથી જુલાઇ સુધી લેવામાં આવ્યા હતા. નમૂના સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબ (સીડીએલટી) એ જાતે લીધા હતા. જ્યારે તેની તપાસ કરવામાં આવી, ત્યારે આશ્ચર્ય કરી દે તેવી વાત સામે આવી. 411 નમૂનાઓમાંથી 22 કોન્ડોમ એટલે કે 5 ટકા તપાસમાં નિષ્ફળ રહ્યા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો હતો.

શા માટે છે ખતરો

એક એચઆયવીના કાર્યકર્તાએ કહ્યું છે કે, 'આટલા મોટા પાયે કોન્ડોમનું તપાસમાં નિષ્ફળ થવું એ એક મોટો કેસ છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સરકારે આમાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે. " બીજો એક કાર્યકર્તાએ કહે છે કે રોગ ફેલાવવાની શક્યતા સિવાય ફેમેલી પ્લાનિંગ પર પણ અસર થઇ શકે છે. એક ડૉક્ટરએ કહ્યું કે આ પાછળનું મોટું કારણ પરીક્ષણ કેન્દ્રની અછત છે. દેશમાં દરરોજ લખો કોન્ડોમનો ઉપયોગ થાય છે, પરંતુ ગુણવત્તાની ચકાસણી માટે હાલમાં ફક્ત એક જ સંસ્થા છે.

આ પણ વાંચો: આ દેશના લોકો સૌથી વધુ છે સેક્સ્યુઅલી સંતુષ્ટ

English summary
5 Percent Branded Condoms Fails In test, Expert said worrying
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X