દુનિયાની 50 ટકા મહિલાઓ રાખે છે વધુ એક ખાનગી પાર્ટનર, સર્વેમાં ચૌકાવનારો ખુલાસો
કોઈપણ પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે બેકઅપ પ્લાન સાથે રાખીએ છીએ. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે 50 ટકા મહિલાઓ અન્ય પુરૂષને બેકઅપ પાર્ટનર તરીકે રાખે છે.
આ સાંભળવામાં અજીબ લાગે પરંતુ એક માર્કેટિંગ રિસર્ચ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર લગભગ 50 ટકા મહિલાઓ તેમના સંબંધોમાં બેકઅપ પાર્ટનર રાખે છે.

ઓનલાઈન અને મોબાઈલ પોલિંગમાં વિશેષતા ધરાવતી માર્કેટિંગ રિસર્ચ કંપની વનપોલે આ સર્વેમાં યુકેની 1 હજાર મહિલાઓનો સમાવેશ કર્યો હતો, જેમાંથી 50 ટકા પરિણીત હોય કે સિંગલ મહિલાઓએ સ્વીકાર્યું કે તે બેકઅપ પ્લાન અથવા પાર્ટનર તૈયાર રાખે છે.
જો વર્તમાન સંબંધ કામ ન કરે તો બીજા પાર્ટનર પાસે જાય છે. બેકઅપ પાર્ટનર હોવાનું સ્વીકારનારી મોટાભાગની મહિલાઓએ સ્વીકાર્યું કે તેમનો બેકઅપ પાર્ટનર એક જૂનો મિત્ર છે, જે તેનામાં રોમેન્ટિક ઈન્ટ્રસ્ટ ધરાવે છે.
સર્વેમાં સામેલ મહિલાઓએ જણાવ્યું કે તેમનો બેકઅપ પાર્ટનર કોઈપણ હોઈ શકે છે, જેમાં તેમના ઓફિસ સાથીદાર, પૂર્વ પતિ, શાળાનો મિત્ર અથવા જિમ પાર્ટનરનો સમાવેશ થાય છે.
અહીં મહત્વની વાત એ છે કે મહિલા તે વ્યક્તિને લાંબા સમયથી ઓળખે છે અને તે વ્યક્તિ પણ જ્યારે જરૂર પડે ત્યારે તેની પાસે જાય તેની રાહ જોવે છે.
લગભગ 10 ટકા મહિલાઓએ એમ પણ કહ્યું કે તેમનો બેકઅપ પાર્ટનર એવી વ્યક્તિ છે જેણે ભૂતકાળમાં કોઈક સમયે તેમના પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરી હોય.












Click it and Unblock the Notifications
