For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોઃ ખેડુતે બનાવ્યું હવાઇ જહાજ

|
Google Oneindia Gujarati News

જો વ્યક્તિની અંદર જૂનૂન હોય અને લગન હોય તો તે કંઇ પણ કરી શકે છે. પોતાની અંદર છૂપાયેલા હૂનરથી ઇન્સાન પોતાના કપરાથી કપરા સ્વપ્નને હકિકતમાં ફેરવવામાં સક્ષમ છે. કંઇક એવું જ સામાન્ય ખેડુતે પણ કરી દેખાડ્યું છે, પરંતુ હવે તે ખેડુત સામાન્ય નથી, પોતાના હૂનરના કારણે વિશ્વભરમાંથી તેના પર અભિનંદનનો વરસાદ થયો છે. ચીનના એક ગામમાં રહેતા ટિયાન શાઉકિયાંગ (Tian Shaoqiang)એ પોતાના માટે આ જહાજ બનાવીને બધાને ચોંકાવી દીધું છે.

ચીનના હેનાન પ્રાન્તના લીન્ઝાઉ ગામના રહેવાસી ટિયાને પોતાના સંબંધીઓ અને પાડોસીનોની મદદથી આ કારનામું કરી દેખાડ્યું છે. એટલું જ નહીં ટિયાને પોતાના ગામ નજીક આ એરક્રાફ્ટને વિશ્વની નજર સમક્ષ ઉડાવીને સફળ પરિક્ષણ પણ કર્યું છે. ટિયાનના આ કારનામાને જોઇને બધા લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે ટિયાનને બાળપણથી એક સ્વપ્ન હતુ કે પોતાના માટે એરક્રાફ્ટ ખરીદી શકે. ચાલો તસવીરોમાં જોએ ટિયાનના આ જહાજને.

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનની ઉમર 39 વર્ષ છે અને તે શરૂઆતથી જ પોતાના માટે એક જહાજ બનાવવા માગતો હતો, જેથી તે હવામાં પણ ફરી શકે. ટિયાને આ હવાઇ જહાજના નિર્માણમાં પોતાના મિત્રો અને સંબંધીઓની મદદ લીધી હતી. આ ઉપરાંત આ જહાજનું નિર્માણ તેણે પોતાના ગામમાં જ કર્યું હતું.

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનના ગામ પાસે જ રસ્તા પર આ એરક્રાફ્ટનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. જ્યાં તેણે અંદાજે 20 મીનિટ સુધી આ જહાજને હવામાં ઉડાડ્યું. ટિયાનના આ કારનામાથી તેના ગામના લોકો પણ ઘણા ઉત્સાહિત છે.

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું હવાઇ જહાજ

તમને જણાવી દઇએ કે ટિયાને આ એરક્રાફ્ટના નિર્માણમાં કેનવાસની પાંખનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત એલ્યૂમીનિયમની બોડીથી આ જહાજને તૈયાર કરવામાં આવ્યો છે.

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું હવાઇ જહાજ

વજનમાં હલકું હોવાના કારણે જ આ એરક્રાફ્ટ સહેલાયથી હવામાં ઉડવા માટે સક્ષમ છે. આ એરક્રાફ્ટને એક મોટરસાઇકલની ચેસિસ પર બનાવવામાં આવ્યું છે. ઉપરાંત તેમા એક વ્યક્તિની બેસવાની વ્યવસ્થા છે.

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનો દાવો છે કે પોતાની પૂર્ણ ગતિ પર આવ્યા પછી આ એરક્રાફ્ટ લગભગ 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી ઉડવાની ક્ષમતા ધરાવે છે. ટિયાન પોતાના આ સ્વપ્નને પૂર્ણ કરીને ઘણો જ ખુશ છે.

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું કહેવું છે કે, દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે, મારું સ્વપ્ન હતું કે હું જાતે જ એક જહાજ બનાવી શકું. આ ઉપરાંત તેણે કહ્યું કે મને ખબર છે કે આમ કરવું ખતરનાક છે, પરંતુ ખતરનાક પ્રયોગ વધુ પડકારજનક હોય છે.

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાને જણાવ્યું કે હું એક એવા એરક્રાફ્ટનું નિર્માણ કરવા ઇચ્છતો હતો કે, જેમા હું મારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે પણ બેસી શકું.

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાનનું હવાઇ જહાજ

ટિયાને આ એરક્રાફ્ટના નિર્માણ માટે દિવસરાત તનતોડ મહેનત કરી હતી. આ ઉપરાંત પરિવારનો પણ ઘણો જ સહયોગ મળ્યો જેના કારણે તેણે વિશ્વની સામે આ કારનામું કરી દેખાડ્યું.

English summary
A farmer (Tian Shaoqiang) from China has made a an aircraft. Tian Shaoqiang made his own dynamic delta-wing aircraft at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X