રાજકીય અપડેટ: જસવંત સિંહને ના મળી બાડમેરની ટિકિટ, બન્યા બળવાખોર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 માર્ચ: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

જસવંત સિંહને ના મળી બાડમેરની ટિકિટ, બન્યા બળવાખોર

જસવંત સિંહને ના મળી બાડમેરની ટિકિટ, બન્યા બળવાખોર

Update: 5.00pm
જસવંત સિંહને ભાજપે બાડમેરની ટિકિટ આપી નહીં અને તેમના બદલે કર્નલ સોનારામને ટિકિટ આપાતા જસવંત સિંહ બળવાખોર બની ગયા છે અને તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે.

સતપાલ મહારાજે કોંગ્રેસ સાથે છેડ્યો ફાડ્યો, ભાજપમાં જોડાશે

સતપાલ મહારાજે કોંગ્રેસ સાથે છેડ્યો ફાડ્યો, ભાજપમાં જોડાશે

Update: 12:20
નવી દિલ્હી: સતપાલ મહારાજે કોંગ્રેસને સાથ છોડી દિધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે ભાજપમાં જોડાવવા જઇ રહ્યાં છે. કહેવામાં આવે છે કે સતપાલ મહારાજ ભાજપની ઓફિસ તરફ નિકળી ગયા છે. સતપાલ મહારાજના આ પગલાંથી કોંગ્રેસને આકરો ઝાટકો લાગ્યો છે. તેમને દાવો કર્યો છે કે તેમની સાથે 6 એમએલએ છે જેથી ઉત્તરાખંડ સરકાર અલ્પમતમાં આવી શકે છે.

લોકસભા ચૂંટણી પહેલાં પાર્ટીના નેતાઓનો કોંગ્રેસ છોડવાનો સિલસિલો સતત ચાલુ છે. આટલું જ નહી મોટા હારના ભયથી ચૂંટણી લડવા માટે તૈયાર નથી. વિપક્ષી દળ આરોપ લગાવી રહ્યાં છે કે કોંગ્રેસ ડૂબતી નાવડી છે.

મોદી-રાજનાથ વિરૂદ્ધ ઉમેદવાર નહી ઉતારે શિવસેના

મોદી-રાજનાથ વિરૂદ્ધ ઉમેદવાર નહી ઉતારે શિવસેના

Update: 11:50

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ 20 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાના સમચારો વચ્ચે શિવસેનાએ સ્પષ્ટ કર્યું છે કે તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ વિરૂદ્ધ પોતાના ઉમેદવાર નહી ઉતારે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ ટ્વિટ કરીને કહ્યું છે કે શિવસેના નરેન્દ્ર મોદી અને રાજનાથ વિરૂદ્ધ ઉમેદવાર ઉતારશે નહી.

આ પહેલાં મીડિયામાં સમાચાર આવ્યા હતા કે શિવસેના વારાણસીમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અને લખનઉમાં રાજનાથ વિરૂદ્ધ ઉમેદવાર ઉતારશે. શિવાસેના કહ્યું હતું કે ભાજપ સાથે મહારાષ્ટ્રથી બહાર તેમની સમજૂતી થઇ નથી એટલા માટે આ સીટો પર ઉમેદવાર ઉતારવામાં આવી શકે છે. આદિત્યના ટ્વિટથી સ્પષ્ટ થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ વિરૂદ્ધ ઉમેદવાર ઉતારવામાં નહી આવે.

બૂટા સિંહ સપામાં જોડાયા, જાલૌરથી લડશે ચૂંટણી

બૂટા સિંહ સપામાં જોડાયા, જાલૌરથી લડશે ચૂંટણી

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા બૂટા સિંહ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા છે. બૂટા સિંહને સપાએ રાજસ્થાનની જાલૌર સીટ પરથી લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. બૂટા સિંહ સપાની ટિકીટ પર રાજસ્થાનની જાલૌર સીટ પરથી ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસથી નારજગી હોવાના લીધે તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.

વારાણસીથી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પ્રિયંકા ગાંધીને લડાવવાની તૈયારી!

વારાણસીથી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પ્રિયંકા ગાંધીને લડાવવાની તૈયારી!

નવી દિલ્હી, 21 માર્ચ: વારાણસી લોકસભા સીટ પર ઉમેદવાર ઉતારવા માટે કોંગ્રેસ પાર્ટીમાં માથાકૂટ ચાલું છે. પાર્ટી હાઇકમાન્ડ ઈચ્છે છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એક મજબૂત ઉમેદવારને ઉતારવામાં આવે જેથી જનતા વચ્ચે મજબૂત સંદેશ પહોંચે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ તો પ્રિયંકા ગાંધીને બનારસથી ચૂંટણી લડાવવાની માંગ કરી છે. કોંગ્રેસના સહયોગી એનસીપીના નેતા તારીક અનવરે પણ પ્રિયંકાનું સમર્થન કર્યું છે.

મોદીને વડોદરાથી પડકાર ફેંકશે અરવિંદ કેજરીવાલ?

મોદીને વડોદરાથી પડકાર ફેંકશે અરવિંદ કેજરીવાલ?

નવી દિલ્હી, 21 માર્ચ: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કહ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. તેમને કહ્યું હતું છે કે જો નરેન્દ્ર મોદી બે સીટો પરથી ચૂંટણી લડે છે તો તે પણ તે બંને સીટો પરથી પડકાર ફેંકશે. એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'હું વારાણસીના લોકોના જવાબની રાહ જોઇશ. હું ત્યાંથી લડું કે નહી, પરંતુ વારાણસીના લોકોને નરેન્દ્ર મોદીને વોટ ન આપવાની અપીલ જરૂર કરીશ.'

પટણા

પટણા

ભાજપના નેતા અને ફિલ્મ સ્ટાર શત્રુધ્ન સિંહાએ પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પર કોમેન્ટ કરતાં કહ્યું હતું કે લાલકૃષ્ણજી નારાજ થનાર નેતા નથી અને હવે તેમની રિસાવવાની ઉંમર પણ રહી નથી.

પીલીભીત

પીલીભીત

પરિવારની લડાઇ હવે રાજકીય લડાઇ રહી નથી. ઇન્દિરા ગાંધી પરિવારની બે પુત્રવધૂ ઉત્તર પ્રદેશના ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. જ્યારે કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે તો ભાજપમાંથી મેનકા ગાંધી પીલીભીતથી ઉમેદવાર છે. ગુરૂવારે પીલીભીતમાં મેનકા ગાંધીએ જેઠાણી પર કેટલાક આરોપો લગાવ્યા હતા અને સવાલ કર્યો હતો કે તે આટલી અમીર કેવી રીતે બની ગઇ?

નવી દિલ્હી

નવી દિલ્હી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી બાદ હવે પાર્ટીના વધુ એક વરિષ્ઠ નેતા જસવંત સિંહે પણ કથિત રીતે પોતાની પસંદગીના લોકસભા વિસ્તારથી ઉમેદવાર બનાવવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જસવંત સિંહ રાજસ્થાનના બાડમેરથી ચૂંટણી લડવા માંગતા હતા અને તેને લઇને તેમણે વિદ્રોણે વલણ બતાવ્યું છે. હજુ સુધી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં જસવંત સિંહના નામની જાહેરાત થઇ નથી.

નવી દિલ્હી

નવી દિલ્હી

ઇન્ફોસિસના સહ સંસ્થાપક અને બેંગ્લોર દક્ષિણ લોકસભા વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર નંદન નીલેકણિએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે તેમની અને તેમની પત્ની રોહિણી નીલેકણિ પાસે 7700 કરોડની સંપત્તિ છે.નંદન નીલેકણિની મીડિયા ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત અનુસાર ઇન્ફોસિસ કંપનીની સફળતાના લીધે નંદન નીલેકણિ અને રોહિણી પાસે 7,700 કરોડની સંપત્તિ છે.

ગુડગાંવ

ગુડગાંવ

આમ આદમી પાર્ટીના ચાણક્ય કહેવામાં આવતાં યોગેન્દ્ર યાદવ ગુડગાંવથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. યોગેન્દ્ર યાદવે ગુડગાંવ લોકસભા સંસદીય વિસ્તાર માટે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું. તેમને પોતાના સોગંધનામામાં પોતાની સંપત્તિનું વિવરણ આપ્યું. સોગંધનામા અનુસાર તેમની પાસે હરિયાણામાં લગભગ બે એકર જમીન છે, પરંતુ રોકડમાં ફક્ત બે હજાર રૂપિયા છે.

English summary
Senior Aam Aadmi Party leader and Gurgaon candidate Yogendra Yadav declared his assets to the tune of about Rs. 3 crore, which includes farm land, commercial booth and sizable amount of bank deposits and Provident Funds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X