For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભ્યાસ અનુસાર જેમના ઘરે આવે છે દીકરી, તે પિતાની ઉંમર હોય છે લાંબી

એક અભ્યાસ અનુસાર દીકરીઓ આ સંસારમાં બધી ખુશીઓ લાવવા ઉપરાંત પોતાના પિતાના જીવનમાં અમુક મૂલ્યવાન વર્ષો પણ ઉમેરે છે.

|
Google Oneindia Gujarati News

એક અભ્યાસ અનુસાર દીકરીઓ આ સંસારમાં બધી ખુશીઓ લાવવા ઉપરાંત પોતાના પિતાના જીવનમાં અમુક મૂલ્યવાન વર્ષો પણ ઉમેરે છે. એક અભ્યાસ અનુસાર જે પિતાની દીકરી નથી હોતી તેમની સરખામણીમાં દીકરીઓના પિતા વધુ સમય સુધી જીવિત રહે છે. જ્યારે પણ બાળકના જન્મની વાત આવે ત્યારે આપણે હંમેશા મા વિશે વાત કરીએ છીએ. આ સંશોધનમાં એ વાત માલુમ પડી છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પિતાના આરોગ્ય અને શરીર પર શું પ્રભાવ પડે છે. આ અભ્યાસ જગિએલ્લોનિઅમ વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યો જેમાં 4,310થી વધુ લોકોના ડેટા એકત્ર કરવામાં આવ્યા જેમાં 2,147 માતાઓ અને 2,163 પિતા શામેલ હતા.

અભ્યાસ

અભ્યાસ

એવુ જોવા મળ્યુ કે દીકરાના જન્મનો તેના પિતા પર કોઈ પ્રભાવ પડ્યો નહિ. જો કે એ વાત જાણવા મળી કે દીકરીની સંખ્યાનો સંબંધ પિતાના લાંબા આયુષ્ય સાથે હોય છે. આ અભ્યાસે આગળ એ દાવો કર્યો કે જેમને વધુ દીકરી હશે તે પિતાની ઉંમર એટલી જ વધુ હશે. એકદમ સાચા આંકડાની વાત કરવામાં આવેતે પ્રત્યેક જન્મ લેતી દીકરી સાથે 74 સપ્તાહ.

પરિણામ

પરિણામ

આ બધા પિતાઓ માટે સારા સમાચાર હોઈ શકે છે પરંતુ માતાઓ માટે નહિ. આવુ એટલા માટે કારણકે અમેરિકન જર્નલ ઑફ હ્યુમન બાયોલૉજીમા પ્રકાશિત અભ્યાસ અનુસાર દીકરો અને દીકરી બંનેના જન્મથી માના આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે અને તેનો જીવનકાળ ઘટી જાય છે. અન્ય અભ્યાસથી માલુમ પડ્યુ કે એ મહિલાઓ જે એકલી રહે છે તે વધુ સમય જીવિત રહે છે અને ખુશ રહે છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા અને નિકના ઘરે આવ્યુ નવુ મહેમાન, ફોટા અને વીડિયો વાયરલઆ પણ વાંચોઃ પ્રિયંકા અને નિકના ઘરે આવ્યુ નવુ મહેમાન, ફોટા અને વીડિયો વાયરલ

પ્રતિકૂળ અભ્યાસ

પ્રતિકૂળ અભ્યાસ

એક અલગ અભ્યાસથી માલુમ પડ્યુ કે બાળક દીકરો હોય કે દીકરી એ વાતનો કોઈ ફરક નથી પડતો. ઉલટુ બાળકના જન્મથી માતા અને પિતા બંનેનો જીવનકાળ વધી જાય છે. આ અભ્યાસનો ડેટા 14 વર્ષથી એકત્ર કરીને કરવામાં આવ્યો અને જોવા મળ્યુ કે જે યુગલને બાળકો નથી હોતા તેમની સરખામણીમાં જે દંપત્તિને બાળકો હોય છે તે વધુ સમય જીવિત રહે છે.

English summary
According to the study, dads with daughters tend to live longer than those who do not have any daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X