જાણો ભારત રત્નને મળે છે કઇ-કઇ સુવિધાઓ, કેવું હોય છે પુરસ્કાર
નવી દિલ્હી, સ્વતંત્રતા સેનાની મદન મોહન માલવીયની જયંતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇના જન્મ દિવસના એક દિવસ પહેલા તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી વિભૂષિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, 'રાષ્ટ્રપતિને પંડિત મદન મોહન માલવીય (મરણોપરાંત)અને અટલ બિહારી વાજપેઇને ભારત રત્નથી સન્માનિત કરતા ખુશી થઇ રહી છે.'
આજે સવારે ચારે તરફ ભારત રત્નની ચર્ચા થઇ રહી છે. તો આવો અમે આપને જણાવીએ કે ભારત રત્નને શું શું મળે છે? ભારત રત્ન મેળવનારને ભારત સરકાર તરફથી માત્ર એક પ્રમાણ પત્ર અને એક મેડલ મળે છે. આ સન્માનની સાથે કોઇ રકમ નથી આપવામાં આવતી. હા તેને મેળવનારને સરકારી સુવિધાઓ મળે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ભારત રત્ન મેળવનારને રેલવે તરફથી ઉંમરભર મફત યાત્રાની સુવિધા મળે છે.
ભારત રત્ન મેળવનારને મહત્વની સરકારી કાર્યક્રમોમાં સામેલ થવા માટે નિમંત્રણ મળે છે. સરકાર વોરંટ ઓફ પ્રેસિડેંટમાં તેમને સ્થાન આપે છે. જેમને ભારત રત્ન મળે છે, તેમને પ્રોટોકોલમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, ઉપવડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન અને સંસદના બંને ગૃહોમાં વિપક્ષના નેતા બાદ સ્થાન મળે છે.ઉલ્લેખનીય છે કે વોરંટ ઓફ પ્રેસિડેંટનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં યોગ્યતા આપવા માટે હોય છે. રાજ્ય સરકારો ભારત રત્ન મેળવનારી હસ્તીઓને પોતાના રાજ્યોમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. માટે દિલ્હી સરકાર ડીટીસી બસોમાં તેમને મફત મુસાફરી કરવાની સુવિધા આપે છે. આ ઉપરાંત ભારત રત્નથી સન્માનિત થનારા વ્યક્તિ પોતાના વિજિટિંગ કાર્ડ પર 'રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત' અથવા 'ભારત રત્ન પ્રાપ્તકર્તા' લખી શકે છે.
કેવું હોય છે ભારત રત્નભારત રત્ન એક તાંબાના બનેલા પીપળાના પાન જેવું હોય છે, જે 59 મિમી લાંબું, 48 મિમી પહોળું અને 3 મિમી જાડુ હોય છે. તેમાં સામેની બાજું પ્લેટિનમથી સૂરજનું ચિત્ર બનેલું હોય છે. આખા રત્નની કિનારીને પ્લેટિનમથી બનાવવામાં આવેલું હોય છે. ભારત રત્નની સામેની બાજું સૂરજના ચિહ્નની સાથે હિન્દીમાં 'ભારત રત્ન' લખેલું છે. તેની પાછળની તરફ અશોક સ્તંભનું ચિહ્ન બનેલું હોય છે અને સાથે સાથે 'સત્યમેવ જયતે' લખેલું હોય છે.
આની સાથે જ એક સફેદ રંગની રિબેન પણ લાગેલી હોય છે, જેથી તેને સરળતાથી ગળામાં પહેરાવી શકાય. 1954માં ભારત રત્ન 35 મિમીનું એક ગોળ સોનાનું મેડલ હતું, જેની પર ચમકતા સૂરજના ચિહ્નની સાથે 'ભારત રત્ન' લખેલું રહેતું, અને પાછળની બાજું અશોક સ્તંભની સાથે 'સત્યમેવ જયતે' લખેલું રહેતું. તેના એક વર્ષ બાદ જ તેની ડિઝાઇન બદલી દેવામાં આવી હતી.