આ મંદિરમાં પુજા સાથે સાથે અદા કરાય છે નમાઝ, મનાવાય છે દિવાળી અને ઈદ
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં તમામ ધર્મના લોકો સાથે મળીને રહે છે. આ જ કારણ છે કે ભારતમાં એવા મંદિરો પણ આવેલા છે જ્યાં તમામ ધર્મના લોકો સાથે મળીને તહેવારો ઉજવે છે.
મધ્યપ્રદેશના બુરહાનપુરને ગંગા જમુના સંસ્કૃતિનું શહેર કહેવાય છે. અહીં હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી સમુદાય ભાઈચારા સાથે તહેવારો અને કાર્યક્રમોનું આયોજન કરે છે.

બુરહાનપુર જિલ્લાના ઈચ્છાપુરમાં ઈચ્છા દેવી માતા મંદિર સંકુલમાં તમામ સમુદાયોના હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓ તેમના કાર્યક્રમોનું આયોજન કરે છે.
આ મંદિર સમિતિ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમો માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અહીં મુસ્લિમ સમુદાયના સભ્યો દ્વારા નમાઝ પણ અદા કરવામાં આવે છે. તો એ જ હિન્દુ સમુદાય અહીં ભજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.
મંદિર સમિતીના સભ્યો જણાવે છે કે, આ ઈચ્છા દેવી માતાનું પ્રાચીન મંદિર છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ પર સ્થિત આ મંદિરમાં દરેક ધર્મના લોકો દર્શન અને પૂજા માટે આવે છે. મંદિર પરિસરમાં તમામ સમાજના સભ્યો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
મુસ્લિમ સમુદાય દ્વારા મંદિર પરિસરનો ઉપયોગ નમાઝ અદા કરવા માટે કરવામાં આવે છે. આ ગામ જિલ્લામાં સમરસતાનો સંદેશ આપે છે. અહીં બધા તહેવારો એકસાથે ઉજવવામાં આવે છે. ગામ દિવાળી અને ઈદ એકસાથે ઉજવે છે.
આ મંદિર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે. ઈચ્છા દેવી માતાનું મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. મંદિર સમિતિ દ્વારા અહીં ઘણા વિકાસના કામો કરવામાં આવ્યા છે. પરિસરમાં ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. આ સ્થાન મુસ્લિમ સમુદાય દ્વારા વિશેષ કાર્યક્રમોના આયોજન માટે ચિહ્નિત થયેલ છે. અહીં નમાઝ અદા કરીને મુસ્લિમ સમુદાય દેશ, દુનિયા અને જિલ્લામાં સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે.












Click it and Unblock the Notifications
