ચીનના પહેલા સમ્રાટનો મકબરો ખોલતા ખૌફ ખાઈ રહ્યા છે પુરાતત્વવિદ, જાણો કેમ?
રહસ્યોથી ભરેલી આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જેના રાઝ આજે પણ વણઉકેલાયેલા પડ્યા છે. ચીનમાં પણ આવી જ એક જગ્યા છે. જેને લઈને પુરાતત્વવિદો પણ ખૌફ ખાઈ રહ્યા છે.
ચીનના એક મકબરા પર વિશ્વભરના પુરાતત્વવિદોની નજર અટકી છે. આ મકબરો ચીનના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગનો છે અને તેનું રહસ્ય પુરાતત્વવિદોને પણ ડરાવી રહ્યું છે.

આ મકબરાના કેટલાક ભાગોની શોધ કરાઈ છે પરંતુ સંભવિત જોખમોને કારણે પુરાતત્વવિદો દ્વારા મકબરાને ખોલતા ડરી રહ્યા છે. આ જ કારણ છે કે ચીનના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગની કબર આજે પણ એક મોટુ રહસ્ય છે. મકબરામાં એટલા બધા રહસ્યો દટાયેલા છે કે પુરાતત્વવિદો તેને ખોલતા ડરે છે.
કહેવાય છે કે પ્રાચીન ચીની ઈતિહાસકાર સિમા કિઆનએ સમ્રાટના મૃત્યુના લગભગ 100 વર્ષ પછી એક લેખમાં કબરમાં છુપાયેલા ખતરનાક ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો. ચીનના પ્રથમ સમ્રાટની કબર આજે પણ દુનિયા માટે એક મોટું રહસ્ય છે.
ચીનના પ્રથમ સમ્રાટની કબર બનાવનારા કારીગરોને તીર અને ધનુષ્ય બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આવું એટલા માટે કહેવામાં આવ્યું હતું કે જો કોઈ કબર પર આવે તો તેના પર તરત જ હુમલો કરી શકાય.
આ મકબરામાં ઘણા રહસ્યો છે અને તેના સંભવિત નુકસાનના ડરથી કોઈને પણ તેમાં પ્રવેશવાની મંજૂરી નથી. કહેવાય છે કે આમાં એક સિસ્ટમ કાર્યરત છે અને તે ફેલાતી રહે છે. 1947માં ચીનના શાંક્સી પ્રાંતમાં ખેડૂતોના એક જૂથે આ મકબરાની શોધ કરી હતી.
આ શોધ બાદ દુનિયા ચૌકી હતી. ખેડૂતોનું એક જૂથ ખેતરમાં ખોદકામ કરી રહ્યું હતું ત્યારે તેમને માટીમાંથી બનેલી માનવ આકૃતિના ટુકડા મળ્યા. આ રહસ્યમય શોધની માત્ર શરૂઆત હતી. પુરાતત્વીય ખોદકામમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તાર હજારો ટેરાકોટા મોડેલોથી ભરેલા ઘણા ખાડાઓ પર આવેલો છે.
આ આંકૃતિઓ સૈનિકો, યુદ્ધના ઘોડાઓ, અધિકારીઓ અને વિવિધ પ્રાણીઓને રજૂ કરવા માટે બનાવવામાં આવી છે. આ ટેરાકોટા આર્મીનો ભાગ છે. આ માટીની સેનાનો હેતુ કિન વંશના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગની કબરનું રક્ષણ કરવાનો છે, જેમણે 221 થી 210 બીસી સુધી શાસન કર્યું હતું. લગભગ બે હજાર વર્ષથી આ કબરનું રહસ્ય અકબંધ રહ્યું છે.












Click it and Unblock the Notifications
