For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફક્ત પુરૂષો માટે: શું તમને તમારી પત્ની ત્રાસ આપે છે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, (સુયષ મિશ્રા) જ્યાં સુધી જોઇન્ટ ફેમિલીનું ચલણ હતું, ત્યાં સુધી પત્નીઓ ઘરના કોઇપણ મુદ્દે બોલતી સુદ્ધાં પણ નહી, પરંતુ જેમ-જેમ ન્યૂક્લિયર ફેમિલીનું ચલણ વધ્યું, અને સરકારે મહિલાઓને તેમને શક્તિઓનો અહેસાસ કરાવવાનું શરૂ કરાવ્યું, તેમ-તેમ મહિલાઓએ બહાદુર બનવાનું શરૂ કરી દિધું. પરંતુ આ નવા યુગમાં એવી મહિલાઓ પણ છે, જે પોતે તો મજા કરી રહી છે, પરંતુ તેમના પતિ પોતાની પત્નીના આતંકના પડછાયામાં જીવી રહ્યાં છે.

જી હાં દેશમાં મહિલાઓ પર વધતી હિંસા તથા દહેજ પ્રથા જેવા જઘન્ય ગુનાઓ સામે લડવા માટે આમ તો કેટલાય કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદો બનાવવાનો મુખ્ય ઉદેશ્ય એ તો હતો કે મહિલાઓની સ્થિતી સુદ્રઢ બનાવી શકાય તેમને સમાજમાં તે સન્માન મળી શકે જેની તે હકદાર છે. પરંતુ મહિલાઓ દ્વારા ત્રાહિત પુરૂષો માટે કોઇ કાયદો બનાવવામાં નથી આવ્યો. એવું કોઇ કમિશન બન્યું નથી, જ્યાં વિશેષ રીતે પુરૂષોની ફરિયાદ સંભળાવી શકાય અથવા તે પોતાના દુખડા રોઇ શકે. તે છે પુરૂષ કમિશન.

husband-wife-600

જી હાં સમાજના એક વર્ગમાં હવે પુરૂષ કમિશનની જરૂરિયાત મહસુસ થવા લાગી છે. આ જરૂરિયાતને સમજતાં એક ખાનગી સંસ્થા પતિ પરિવાર કલ્યાણ સમિતિના અધ્યક્ષ ડૉ. ઇન્દુ સુભાષે અનુભવ્યું છે અને પુરૂષ કમિશનના નિર્માણને લઇને પોતાના અભિયાનની શરૂઆત કરી દિધી છે. તાજેતરમાં જ લખનઉમાં સ્થિત યુપી પ્રેસ ક્લબમાં એક કાર્યક્રમમાં મહિલાઓના ત્રાસથી કંટાળી ચૂકેલા પુરૂષોની આપવિતી રજૂ કરવામાં આવી હતી. ડૉ. ઇન્દુના અનુસાર મહિલાઓ દ્વારા કાયદાનો દુરૂઉપયોગ કરી નિર્દોષ પતિ-પરિવાર તથા પુરૂષોને જેલ મોકલાનો ડર બતાવીને સામાજિક, આર્થિક, પારિવારીક તથા માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે.

અસંસ્કારી પુત્રવધુઓ દહેજ વગેરેના ખોટા કેસ દાખલ કરી પુરૂષોને જેલ મોકલવાની કરતૂતો કરી રહી છે. એન.સી.આર.બી ભારત સરકાર દ્વારા સર્વેના એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે પત્નીઓ કરતાં બેગણી સંખ્યામાં પતિઓ આત્મહત્યા કરી રહ્યાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2012માં 31929 પરણિત મહિલાઓએ સાપેક્ષ 63343 પરણિત પુરૂષોએ આત્મહત્યા કરી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું અસંસ્કારી પુત્રવધુઓનું આ કૃત્ય પુરૂષ માનસિક ત્રાસની શ્રેણીમાં નથી આવતું? એવામાં એકતરફી કાયદાના કારણે હકિકતમાં ત્રાહિત પતિ અને તેનો પરિવાર થાય છે.

પુરૂષોને ત્રાહિત કરવાના કેસને લઇને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને ખૂબ જ જલદી એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આટલું જ નહી આ સંસ્થા તે પતિઓની પ્રોફાઇલ એકઠી કરી રહી છે, જે પોતાની પત્ની દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોને કારણે પરેશાન છે.

English summary
Are you being ill-treated by your wife? If yes then you can contact Pati Pariwar Kalyan Samiti, which is working for exploited and harassed husbands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X