શીલાનો ફોર્મૂલા મોદી પર અજમાવી રહ્યાં છે કેજરીવાલ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વારાણસી, 22 એપ્રિલ: આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જે ફોર્મૂલા શીલા દીક્ષિતને હરાવવા માટે લગાવી હતી, તે ફોર્મૂલાનો ઉપયોગ અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી વિરૂદ્ધ કરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વારાણસી આવતાં જ અપ્રત્યક્ષ રીતે કોમ્યુનલ થઇ ગયા છે.

સૌથી પહેલાં અમે તમને જણાવી દઇએ કે અરવિંદ કેજરીવાલના પ્રચારની કમાન વારાણસીમાં તે ગોપાલ મોહને સંભાળી છે, જેમણે દિલ્હીમાં શીલા વિરૂદ્ધ પ્રચાર ટીમનું નેતૃત્વ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી દરમિયાન કોઇપણ પેંતરો બાકી રાખ્યો ન હતો. મુસલમાનના ઘરે જઇને ટોપી પહેરી ઇફ્તારમાં સામેલ થયા, તો હિન્દુઓના ઘરો સુધી જઇને જયકાર લગાવ્યા. તે કામ અરવિંદ કેજરીવાલ વારાણસીમાં કરી રહ્યાં છે.

હિન્દુ વોટ પાક્કા કરવાના હતા, એટલા માટે ગંગા નદીમાં ડુબકી લગાવી અને કાશી વિશ્વનાથ મંદિરમાં માથું ટેક્યું. એટલું જ નહી ભૈરવના મંદિરમાં જઇને પણ અર્ચના કરી. તો વારાણસીના મુસલમાનોના વોટ પાકા કરવા માટે શાજિયા ઇલમી પોતાની ટીમને લઇને વારાણસીમાં ડેરો જમાવ્યો છે. મજેદાર વાત એ છે કે શાજિયાની સાથે 3 ડઝનથી વધુ મુસ્લિમ કાર્યકર્તા છે, જે વારાણસીના મુસ્લિમ પ્રભાવવાળા વિસ્તારોની તપાસ કરી રહ્યાં છે.

arvind-kejriwal-6021

બીજી તરફ વારાણસીના દલિત સમુદાય પાસે વોટ પાક્કા કરવા માટે રાખી બિડલાનું વારાણસી આવવા જવાનું ચાલુ છે. વારાણસીના કુલ મતદારોના 18 ટકા મુસલમાન વોટર છે અને તેમાંથી 30 ટકા વોટર શહેરી વિસ્તારોમાં રહે છે. એટલે કે તે વર્ગ છે, જે આમ આદમી પાર્ટીથી વધુ પ્રભાવિત છે.

આમ આદમી પાર્ટીના લગભગ 2000 વોલેંટિયર્સ બહારથી વારાણસી પહોંચ્યા છે જે લગભગ આટલા જ સ્થાનિક કાર્યકર્તાઓની સાથે મળીને કેજરીવાલ માટે ઘરે-ઘરે જઇને પ્રચાર કરી રહ્યાં છે. નુક્કડ સભાઓ લાગી રહી છે અને તે માથા પર આમ આદમી પાર્ટીની ટોપીઓ પહેરાવવાનો પ્રયત્ન તેજ કરી રહ્યાં છે.

English summary
AAP chief Arvind Kejriwal and his workers are not leaving any stone unturned in Varanasi of Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X