• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શરમજનક નિવેદનો અને ગંદા કૃત્યો પછી શું સંત છે આસારામ?

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 23 ઓગષ્ટ[અંકુર શ્રીવાસ્તવ] જ્યારે આદ્યાત્મના સફેદ કપડાં પર બળાત્કારનો હલકો આરોપ લાગવા લાગ્યા છે, જ્યારે ભગવાન બનવા જઇ રહેલા કોઇ ધર્મગુરૂની કરતૂતોથી માનવજાત શર્મસાર થવા લાગે તો શું થશે? શું તે સ્થિતીમાં કોઇ સાધૂનો ચોળો પહેરી લેવાથી કોઇ સંત કહેડાવવા લાગે? આસારામ સમક્ષ આ જ પ્રશ્ન ઉભો થયો છે.

આદ્યાત્મના સફેદ ચોળામાં આસારામના ના જાણે કેટલા ગુના છુપાયેલા હોઇ શકે છે જેની સાક્ષી તેમના પર લાગેલા બળાત્કારના આરોપ બુમો પાડી-પાડીને આપે છે. એક કિશોર બાળકી પોતાની સાથે થયેલા બળાત્કાર બાદ ન્યાય માટે રડી રહી છે, આસારામ પર ગંભીર આરોપ છે પરંતુ કાયદાનો પંજો બાબાને જકડી શકતો નથી.

કુકર્મોના કિર્તનો, પાખંડના પ્રવચનો, ઇશ્વર અને આસ્થાના નામ પર ધર્મનો ચોળો ઓઢીને શું સંત કહેડાવવાનો દાવો કરી શકે છે આસારામ? આદ્યાત્મનું પિતાંબર ઓઢીને મુક્તિના પાઠની આડમાં કિશોરી સાથે બળાત્કારનો આરોપ લાગ્યા બાદ સંત કહેવડાવવાનો હક રાખી શકે છે આસારામ?

ના જાણે અત્યાર સુધી આસારામ પર કેટલા કલંકોની મેશ અને કીચડ ઉછાળ્યો છે તો શેના સંત અને શેના રામ! આસારામ. દિલ્હી પોલીસે આસારામ બાપૂ વિરૂદ્ધ કલમ 376 એટલે જાતીય સતામણી, કલમ 342 એટલે કે બળજબરીપૂર્વક બંધક બનાવીને રાખવી, કલમ 506 એટલે કે જાનથી મારી નાખવાની ધમકી અને પોસ્કો એટલે કે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન અગેંસ્ટ સેક્સુઅલ ઓફેંસ હેઠક કેસ દાખલ કર્યો છે તેમછતાં શું સંત કહેડાવવાના લાયક છે આસારામ?

કિશોરીનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન

કિશોરીનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન

16 વર્ષની એક કિશોર છોકરીએ આસારામ પર આરોપ લગાવ્યો ચે કે સ્વતંત્રતા દિવસ પર એટલે કે 15 ઓગષ્ટના રોજ તેમને પોતાના જોધપુર આશ્રમમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો. આ અંગેની ફરિયાદ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં આપવામાં આવી હતી. છોકરીએ કમલા માર્કેટ પોલીસ મથકમાં ફક્ત આસારામને ફક્ત પોતાના ગુનેગાર જ નથી બતાવ્યા પરંતુ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું.

બાળકી સાથે બળાત્કાર

બાળકી સાથે બળાત્કાર

આગળની વાત કરતાં પહેલાં તમને જણાવી દઇએ કે પીડિતા આસારામ બાપુ દ્વારા મધ્યપ્રદેશના છિંદવાડામાં સંચાલિત એક ગુરૂકુલમાં ગત પાંચ વર્ષોથી અભ્યાસ કરી રહી હતી. તે અસ્વસ્થ અનુભવી રહી છે માટે ગુરૂકુળના કર્મચારીઓએ તેને બાપુના (આશ્રમ) ત્યાં જવાનું કહ્યું. આરોપ છે કે ત્યાં જ આસારામે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો.

બળાત્કારની પુષ્ટિ

બળાત્કારની પુષ્ટિ

આરોપ મુજબ આ કુકર્મમાં આસારામનો વધુ એક સાથે હાજર હતો. મેડિકલ તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઇ ચુકી છે તેમછતાં પણ આસારામ પર હાથ નાખતાં કેમ ડરી રહી છે રાજસ્થાન સરકાર. આમ તો આસારામ પોતાને આદ્યાત્મ ગુરૂ ગણાવે છે પરંતુ જ્યારે-જ્યારે તેમની જીભ લપસે ત્યારે મોટો હોબોળો ઉભો થાય છે. પરંતુ કાયદાના પંજામાંથી તે બચી ગયા છે.

આસારામને કંઇપણ બોલવાનો અધિકાર છે?

આસારામને કંઇપણ બોલવાનો અધિકાર છે?

આસારામ પોતાને મહાન ગણાવે છે, ચેલાઓ તેમને ભગવાન ગણાવે છે પરંતુ તે કેવા છે, શું છે, શું કરે છે, શું બોલે છે તે તેમના શરમજનક નિવેદનો અને હલકી કરતૂતો બતાવે છે. આસ્થા અને ઇશ્વર વચ્ચે બજારમાં શું આસારામને કંઇપણ બોલવાનો અધિકાર છે?

પ્રથમ નજરે સાચા છે આસારામ પર લાગેલા આરોપ

પ્રથમ નજરે સાચા છે આસારામ પર લાગેલા આરોપ

બળાત્કારના આરોપોમાં ઘેરાયેલા આસારામ બાપુ પર સતત ગાળીયો કસાઇ રહ્યો છે. આસારામ વિરૂદ્ધ યૌન શોષણના આરોપોની તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે ધાર્મિક ગુરૂ વિરૂદ્ધ બળાત્કારના આરોપો લગાવનાર છોકરીનું નિવેદન એક નજરે સાચું લાગે છે. સાથે જ આસારામ બાપુ સાથે શુક્રવારે પુછપરછ થઇ શકે છે. આ માટે જોધપુર પોલીસે તેમને સમન મોકલી શકે છે. બીજી તરફ આસારામ પોતાને નિર્દોષ ગણાવી રહ્યાં છે.

English summary
Controversial guru Asaram Bapu is in the news again for the wrong reasons with Delhi police filing a case against him on the complaint of a 16-year-old girl that he had sexually assaulted her in a Jodhpur Ashram recently.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more