Assam beef ban : કોઈ સરકાર ખાવા-પીવાની વસ્તુઓ પર પ્રતિબંધ મુકી શકે? જાણો શું કહે છે દેશનું બંધારણ?
Assam beef ban : વિવાદો છેડવા માટે કુખ્યાત આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ આસામમાં ગૌમાંસ પર પ્રતિબંધ મુકીને ફરીથી મોટો વિવાદ છેડ્યો છે.
અહીં તમારા મનમાં એક સવાલ વારંવાર ઉઠતો હશે કે કોઈ સરકાર ખાવા-પીવાની વસ્તુઓ પર પ્રતિબંધ મુકી શકાય કે કેમ? આને લઈને બંધારણ શું કહે છે?

જણાવી દઈએ કે, આસામ પહેલુ રાજ્ય નથી જ્યાં ગૌમાંસ પર પ્રતિબંધ મુકાયો છે. આ પહેલા પણ આવા નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકારોને આવા નિર્ણયો લેવાનો અધિકાર છે. સરકાર કોઈપણ ખાદ્યપદાર્થો પર પ્રતિબંધ મૂકી શકે છે.
આસામમાં આ નિર્ણય પહેલા સુધી બીફ ખાવા અને પીરસવા પર પ્રતિબંધ નહોતો. 2021માં આસામમાં કેટલ પ્રિઝર્વેશન એક્ટ લાવવામાં આવ્યા પછી, હિન્દુ, શીખ અને જૈનોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં કતલખાના અને ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ મુકાયો હતો. મંદિરના 5 કિલોમીટરના દાયરામાં બીફ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, એક આંકડા અનુસાર, ભારતમાં અંદાજે 7.50 કરોડ લોકો બીફ ખાય છે. જેમાં મુસ્લિમોની સંખ્યા 6.34 કરોડ છે. આ સિવાય ભારતમાં લગભગ 65 લાખ ખ્રિસ્તીઓ બીફ ખાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે હિંદુઓમાં બીફ ખાનારાઓની સંખ્યા 1.26 કરોડ છે. મેઘાલયમાં બીફ સૌથી વધુ ખવાય છે. અહીં રાજ્યના લગભગ 81 ટકા લોકો બીફ ખાય છે. આ પછી લક્ષદ્વીપ બીજા સ્થાને છે. લક્ષદ્વીપની 77 ટકા વસ્તી બીફ ખાય છે.
હવે આસામ સરકારે રાજ્યમાં ગૌમાંસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ કે કોઈપણ સાર્વજનિક સ્થળો એ બીફ પીરસવુ ગુનો ગણાશે. સાર્વજનિક સ્થળો પર બીફ ખાઈ પણ નહીં શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
