• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કેમ મહત્વપૂર્ણ છે મહામૃત્યુંજય મંત્ર?

By Kumar Dushyant
|

જન્મકુંડળીમાં સૂર્યાદિ ગ્રહો દ્વારા કોઇ પ્રકારની અનિષ્ટની આશંકા હોય કે પછી મારકેશ વગેરે લગાવતાં, કોઇપણ પ્રકારની ભયંકર બિમારીથી આક્રાંત થતાં, પોતાના બંધુ તથા ઇષ્ટ મિત્રો પર કોઇપણ પ્રકારનું સંકટ આવવાનું હોય.

દેશ-વિદેશ જતાં કે કોઇ પ્રકારથી વિયોગ થતાં, સ્વદેશ, રાજ્ય તથા ધન સંપત્તિ વિનષ્ટ થવાની સ્થિતિમાં, અકાલ મૃત્યુંની શાંતિ તથા પોતાના પર કોઇ પ્રકારની મિથ્યા દોષારોપણ લાગતાં, ઉદવિગ્ન ચિત્ત તથા ધાર્મિક કાર્યોથી મન વિચલિત થતાં મહામૃત્યુંજય મંત્રનો જપ સ્ત્રોત પાઠ, ભગવાન શંકરની આરાધના કરો.

જો સ્વયં ન કરી શકો તો કોઇ પંડિત દ્વારા કરાવવો જોઇએ. તેનાથી સદબુદ્ધિ મન:શાંતિ, રોગ મુક્તિ તથા સવર્થા સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

મહામૃત્યુંજયના અનુષ્ઠાન તથા લઘુ રૂદ્ર, મહારૂદ્ર તથા સામાન્ય રૂદ્રાભિષેક પ્રાય: થતાં રહે છે, પરંતુ વિશેષ કામનાઓ માટે શિર્વાચનનું પોતાનું અલગ વિશેષ મહત્વ હોય છે. મહારૂદ્ર સદાશિવને પ્રસન્ન કરવા તથા પોતાની સર્વકામના સિદ્ધિ માટે અહીંયા પાર્થિવ પૂજાનું વિધાન છે, જેમાં માટીના શિર્વાચન પુત્ર પ્રાપ્તિ માટે, શ્યાલી ચોખાના શિર્વાચન તથા અખંડ દીપદાનની તપસ્યા થાય છે. શત્રુનાથ તથા વ્યાધિનાથ હેતુ મીઠાના શિર્વાચન, રોગ નાથ હેતુ ગાયના છાણના શિર્વાચન, દસ વિધિ લક્ષ્મી પ્રાપ્તિ હેતુ માખણના શિર્વાચન અન્ય પ્રકારના શિવલિંગ બનાવી તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી વિધિ-વિધાન દ્વારા વિશેષ પુરાણોક્ત તથા વેદોક્ત વિધિથી પૂજા થતી રહે છે.

ऊॅ हौं जूं सः। ऊॅ भूः भुवः स्वः ऊॅ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।

उव्र्वारूकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्।।

ऊॅ स्वः भुवः भूः ऊॅ। ऊॅ सः जूं हौं।

આગળના સ્લાઇડરમાં

મહામૃત્યુંજયના જાપની રીત

મહામૃત્યુંજયના જાપની રીત

આગળના સ્લાઇડરમાં તમે વાંચી શકશો કે અલગ-અલગ સમસ્યાઓના સમાધાન માટે મહામૃત્યુંજય જાપ કેવી રીતે અને કેટલી વાર કરવો જોઇએ.

કામના વિશેષમાં જપ સંખ્યા

કામના વિશેષમાં જપ સંખ્યા

રાષ્ટ્ર વિનાશોન્મુખની સ્થિતિમાં આવી ગયો હોય અર્થાત પોતાના દેશ પર કોઇ શત્રુ દ્વારા આક્રમણ થતાં, દેશ ગ્રામમાં મહામારી કોલેરા, પ્લેગ, ડેંગૂ વગેરે બિમારી આવતાં તેની શાંતિ માટે એક કરોડ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવવો જોઇએ.

સવા લાખ મંત્રનો જાપ

સવા લાખ મંત્રનો જાપ

કોઇપણ પ્રકારની બિમારીમાંથી મુક્તિ મેળવવા માટે તથા અનિષ્ટ સૂચક સ્વપ્ન જોતાં શુભફળની પ્રાપ્તિ હેતુ સવા લાખ મંત્રનો જાપ કરાવો.

દસ હજાર મંત્રનો જાપ

દસ હજાર મંત્રનો જાપ

અપમૃત્યું અર્થાત અગ્નિમાં બળીને, પાણીમાં ડૂબીને, સર્પ દંશ વગેરે કોઇ વિષધર જંતુ કરડતાં તેના દુષ્પ્રભાવથી મુક્તિ મેળવવા માટે દસ હજાર મંત્રનો જાપ કરાવો.

સફળ યાત્રા માટે જાપ

સફળ યાત્રા માટે જાપ

પોતાના વિષયમાં સ્વજનો તથા ઇષ્ટમિત્રોના સંબંધમાં કોઇ પ્રકારના અનિષ્ટ સૂચક સમાચાર મળતાં તથા સફળ યાત્રા માટે એક હજાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવવો જોઇએ.

પુત્ર-પૌત્રીની પ્રાપ્તિ માટે જાપ

પુત્ર-પૌત્રીની પ્રાપ્તિ માટે જાપ

પોતાની અનિષ્ઠ સિદ્ધ, પુત્ર-પૌત્રાદિની પ્રાપ્તિ, રાજ્ય પ્રાપ્તિ તથા મનોનુકુલ સન્માન પ્રાપ્ત તથા પ્રચુર ધન-ધાન્ય કરવા માટે સવા લાખ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવવો લાભપ્રદ સાબિત થાય છે.

વિવિધ કામનાનુસાર હવનીય દ્રવ્ય

વિવિધ કામનાનુસાર હવનીય દ્રવ્ય

આમ તો સામાન્ય હવન વિધાનમાં યવ, તલ, ચોખા, ઘી, ખાંડ અને પંચમેવા જ પ્રધાન છે, પરંતુ કોઇ વિશેષ કામના માટે જપ કરવામાં આવ્યો હોય, તો નિમ્નલિખિત દ્રવ્યોનો હવન કરો.

દૂધ, દહી, ધરો, બિલીફળ

દૂધ, દહી, ધરો, બિલીફળ

જો સવા લાખ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવ્યો હોય તો દૂધ, દહી, ધરો, બિલીફળ, તલ, ખીર, પીળો સરસવ, વડ, પલાશ તથા ખેરના લાકડાને ક્રમશ: મધમાં ડુબાડીને હવન કરો.

ધન-ધાન્યની ઉપલબ્ધિ માટે

ધન-ધાન્યની ઉપલબ્ધિ માટે

કોઇપણ પ્રકારના રોગથી હંમેશા માટે મુક્તિ મેળવવા માટે, શત્રુ પર વિજય, દીર્ધાયુષ્ય, પુત્ર-પૌત્રાદિની પ્રાપ્તિ તથા પ્રચુર ધન-ધાન્યની ઉપલબ્ધિ માટે સુધાબલ્લી (ગુરૂચ)ની ચાર-ચાર આંગળીની લાકડીઓ વડે હવન કરો.

લક્ષ્મી પ્રાપ્તિ માટે

લક્ષ્મી પ્રાપ્તિ માટે

મન પસંદ લક્ષ્મી પ્રાપ્તિ માટે બિલીફળનો હવન કરવો જોઇએ.

લાકડી વડે હવન

લાકડી વડે હવન

બ્રહમ્ત્વ સિદ્ધિ માટે પલાશની લાકડી વડે હવન કરાવો.

ધન પ્રાપ્તિ માટે

ધન પ્રાપ્તિ માટે

પ્રચુર ધન પ્રાપ્તિ માટે વટની લાડકી વડે હવન કરો.

સૌંદર્ય પ્રાપ્તિ માટે

સૌંદર્ય પ્રાપ્તિ માટે

સૌંદર્ય પ્રાપ્તિ માટે ખૈરની લાકડીનો હવન કરો.

પાપ વિનાશ માટે તલ વડે હવન કરો

પાપ વિનાશ માટે તલ વડે હવન કરો

પાપ વિનાશ માટે તલ વડે હવન કરો

શત્રુના નાશ માટે

શત્રુના નાશ માટે

શત્રુના નાશ માટે સરસિયા વડે હવન કરવો લાભદાયક રહે છે.

યશ માટે

યશ માટે

યશ તથા શ્રી પ્રાપ્તિ માટે ખીર વડે હવન કરો.

મૃત્યુંના વિનાશ માટે

મૃત્યુંના વિનાશ માટે

કૃત્યા (જાદૂ-ટોણા, પિશાચ વગેરે) તથા મૃત્યુંના વિનાશ માટે દહી વડે હવન કરવો જોઇએ.

રોગ ક્ષય કરવા માટે

રોગ ક્ષય કરવા માટે

રોગ ક્ષય કરવા માટે ત્રણ-ત્રણ ધરાઓના કુંપળો વડે હવન કરવો જોઇએ.

પ્રબળ જ્વરથી વિમુક્તિ મેળવવા માટે

પ્રબળ જ્વરથી વિમુક્તિ મેળવવા માટે

પ્રબળ જ્વરમાંથી વિમુક્તિ મેળવવા માટે અપામાર્ગ (ચિચડી)ની લાકડીમાં પકવેલી ખીર વડે હવન કરો.

કોઇ વ્યક્તિને પોતાના વશમાં કરવા માટે

કોઇ વ્યક્તિને પોતાના વશમાં કરવા માટે

કોઇ વ્યક્તિને પોતાના વશમાં કરવો હોય, તો ગાયના દૂધ અને ઘી મિશ્રિત ધરો વડે હવન કરો.

બિમારીમાંથી મુક્તિ મેળવવા માટે

બિમારીમાંથી મુક્તિ મેળવવા માટે

કોઇપણ પ્રકારની બિમારીમાંથી મુક્તિ મેળવવા માટે કાશ્મીરી ફૂલની ત્રણ-ત્રણ લાકડીઓ તથા દૂધ અને અન્નની આહૂતિ કરવી જોઇએ.

'સ્વાહા' શબ્દનું ઉચ્ચારણ જરૂર કરો

'સ્વાહા' શબ્દનું ઉચ્ચારણ જરૂર કરો

હવન કરતી વખતે પ્રત્યેક આહૂતિમાં 'સ્વાહા' શબ્દનું ઉચ્ચારણ જરૂર કરો, હવન કર્યા પછી એક પાત્રમાં દૂધ મિશ્વિત પાણી લઇને 'મહામૃત્યુંજય તર્પયામિ' અથવા 'અમુક' તર્પયામિ કહીને તર્પણ કરો. જપ જો સ્વયં કરવામાં આવ્યા હોય તો દૂર્વકુરોથી પાણી લઇને પોતાના શરીર અથવા યજમાન માટે કરવામાં આવ્યા હોય તો, તો યજમાનના શરીર પર દશાંશ સંખ્યા અનુસાર માર્જન પણ કરવા જોઇએ.

English summary
Mahamrityunjaya Mantra is one among the finest Mantra's in Indian Mythology and Spirituality belongs to Lord Shiva.It is a combination of three hindi language words i.e. Maha which means Great , Mrityun means Death and Jaya means Victory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more