For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવા છે વિશ્વના ધનિકોના વૈભવી શોખ

By Super
|
Google Oneindia Gujarati News

ફોર્બ્સ સહિતના મેગેઝિન દ્વારા સમયાંતરે વિશ્વ ભરના બિલિયોનર્સની યાદી બહાર પાડવામા આવે છે. જેમાં ભારતીય બિઝનેસમેન પણ પોતાનું કાઠું કાઢી રહ્યાં છે. જો કે, આજે અહીં વાત વિશ્વના બિલિયોનર્સની નહીં પરંતુ તેમના દ્વારા કેટલાક એવા ક્લબ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્થાન મેળવવો એ અન્ય ધનિકોના બસની વાત પણ નથી.

જો કે આ ક્લબ તેઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા નથી, પરંતુ તેઓ દ્વારા બનાવવામા આવેલા મોંઘેરા ઘર, વિન્ટેજ કાર રાખવાનો શોખ, પોતાની માલિકીના યોટ, મ્યુઝિમ અને આઇલેન્ડ વિગેરેને એકઠા કરીને દર્શાવવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ આ પ્રકારના ક્લબમાં કયા કયા બિલિયોનર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સૌથી મોંઘા ઘરો

સૌથી મોંઘા ઘરો

વિશ્વમાં સૌથી મોંઘા ઘરોના ક્લબની વાત કરવામાં આવે તો, તેમાં બિલિયોનર્સ સૌથી ઉપર આવે છે. મુકેશ અંબાણીનું એંટિલા 1 બિલિયન ડોલર, રશિયાના બિલિયોનર્સ રોમન આર્માઓવિકના ઘરની કિંમત 150 મિલિયન ડોલર, લક્ષ્મી મિતલના ઘરની કિંમત 250 મિલિયન ડોલર, એલેના ફ્રાન્ચક 161 મિલિયન ડોલર, યુરી મિલ્નેરના ઘરની કિંમત 100 મિલિયન ડોલર, પેટ્રા એક્સેલસ્ટોનના ઘરની કિંમત 150 ડોલર.

વિન્ટેજ કાર

વિન્ટેજ કાર

વિન્ટેજ કાર રાખવી એ પણ બિલ્યનોર્સની એક ખાસ વિશેષતા સાબિત થઇ રહ્યાં છે. વિજય માલ્યા પાસે 1913 રોલ્સ રોય્સ સિલ્વર ઘોસ્ટ, અમેરિકન ડિઝાઇનર રાલ્ફ લૌરેન પાસે 1929 બ્લોવેર બિંટલે, 1930 મર્સીડિઝ બેંઝ કાઉન્ટ ટ્રોસી, 1938 બુગાટી, 1938 આલ્ફા રોમેઓ છે. આ ઉપરાંત બ્રુનેઇના સુલ્તાન પાસે ફેરારી, રોલ્સ રોય્સ અને પોર્શે જેવી વિન્ટેજ કાર્સ છે.

પ્રાઇવેટ આઇલેન્ડ ઓનર

પ્રાઇવેટ આઇલેન્ડ ઓનર

પ્રાઇવેટ આઇલેન્ડની વાત કરવામાં આવે તો આ યાદીમાં વિજય માલ્યા, બોબ ધિલોન, રિચાર્ડ બ્રેનસન, પૌલ એલેન, શેખ હામિદ બિન હમદાન એલ નહાયન, એલ ફુતાસી પાસે પોતાની માલિકીના આઇલેન્ડ છે.

મ્યુઝિયમ ઓનર

મ્યુઝિયમ ઓનર

મ્યુઝિયમ ઓનર અંગે વાત કરવામાં આવે તો અનેક બિલિયોનર્સ પાસે પોતાની માલિકીના મ્યુઝિયમ છે. જેમાં કાર્લોસ સ્લિમ, રોનાલ્ડ લાઉડર, ફ્રાન્કોઇસ પિનૌલ્ટ, લી કુન હી, એલિસ વોલ્ટન, હિરોશી યામૌચી સહિતના લોકો પાસે પોતાના મ્યુઝિયમ છે.

યોટ કલેક્ટર્સ

યોટ કલેક્ટર્સ

યોટની માલિકી ધરાવવી પણ તમારી શાન અને ધનિકતામાં વધારો કરે છે, તેથી અનેક બિલિયોનર્સ પોતાની માલિકીના યોટ ધરાવતા હોય છે. આ યાદીમાં પૌલ એલેન, રોમન એબ્રામોવિક, અલ વાલીદ બિન તલાલ, સુલ્તાન બિન અબ્દૂલ અઝિઝ સહિતના બિલિયોનર્સ છે.

English summary
here is the list of billionaires own island and many others
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X