Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Black Magic in Gujarati: દરેક ટોના-ટોટકા થઈ જશે વિફળ, જાણો સંકેત અને કરો ઉપાય

Black Magic in Gujarati: દુનિયામાં ઘણા લોકો બ્લેક મેજીક પર માનવાનો ઈન્કાર કરે છે, તો ઘણા લોકોને તેમાં વિશ્વાસ છે. વિશ્વાસ હોવો અને ન હોવો એ કોઈ વ્યક્તિની ખાનગી બાબત છે. કાળા જાદુમાં વશિકરણનો ઉલ્લેખ જોવા મળે છે. જેને મોહિની પણ કહેવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે દેશના અમુક ભાગમાં મોહિની કે વશિકરણ સામાન્ય બાબત છે. તો ઘણા લોકો તેને મગજની ઉપજ કહીને નકારી દે છે. પણ જાણકારી માટે વશિકરણ વિશે જાણી લેવું જરૂરી પણ છે.

આવામાં ઘણીવાર જીવનમાં બધુ ઠીક હોય છતા સમસ્યાઓ આવતી રહે છે. બનેલા કામ પણ બની જાય છે. એવી એવી સમસ્યા આવે છે, જેના કારણે જીવનમાં ઘણી મુશ્કેલ બની જાય છે.

આવા સમયે લોકોના મનમાં એવી શંકા જાગે છે કે, કોઈએ તેમના પર કાળા જાદુ કે ટોના-ટોટકા કર્યું છે. જો આવું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. આ અહેવાલમાં આપણે સરળ ઉપાય વિશે જાણીશું, જેના દ્વારા તમે આ ટોના-ટોટકાને તોડી શકો છો.

તંત્ર શાસ્ત્ર અનુસાર, જ્યારે વ્યક્તિ વશિકરણના જાદુથી પ્રભાવિત થાય છે, ત્યારે તે અલગ વર્તન કરવા લાગે છે. આ વર્તનના આધારે, તેના પ્રભાવને સરળતાથી ઓળખી શકાય છે, અને દૂર કરી શકાય છે.

આ માટે સૌ પ્રથમ આપણે સમજવું પડશે કે, વશિકરણના આ સંકેતો શું છે અને કયા સંકેતો પર કેવા ઉપાય કરવા જોઈએ?

તંત્ર-મંત્ર અને જાદુ-ટોનાથી બચવા માટે સામાન્ય જીવનની કેટલીક રોજિંદી વસ્તુઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Black Magic in Gujarati

ઘણીવાર કોઈની ખરાબ નજર ઘરની ખુશીઓ પર પડે છે, અને પરિણામે કોઈ બીમાર પડે છે કે કોઈ પ્રકારનું નુકસાન સહન કરવું પડે છે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. આના ઉપાય વિશે આજે આપણે આ અહેવાસમાં જાણીશું.

જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, જ્યારે તમારો સારો સમય અચાનક ખરાબ સમયમાં ફેરવાઈ જાય છે, ત્યારે એવી શક્યતાઓ છે કે, તમારા અથવા તમારા ઘર પર કોઈની ખરાબ નજરની અસર થઈ શકે છે. જેને આપણે સામાન્ય ભાષામાં નજર લાગવી કહીએ છીએ.

ઘણી વખત જે લોકો કોઈની સફળતા અને સમૃદ્ધિથી ઈર્ષ્યા કરે છે, તેઓ તેમને નુકસાન પહોંચાડવા માટે જાદુ-ટોના કે તંત્ર-મંત્ર જેવી નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કરે છે. આ નકારાત્મક શક્તિઓના પ્રભાવથી તમને ઘણી સમસ્યાઓ આવતી હોય છે.

વશિકરણ અથવા તંત્ર મંત્રની પ્રથમ નિશાની છે - વારંવાર બીમાર પડવું

વારંવાર બીમાર પડતા હોય તો તેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે, ઘરમાં સફેદ અંજીરનું ઝાડ લગાવો, અને આ છોડના મૂળને ગળામાં બાંધો. આ ઉપાયથી તાત્કાલિક રાહત મળશે.

બીજી નિશાની - વ્યક્તિને અચાનક ખૂબ ગુસ્સો આવે છે

વ્યક્તિને અચાનક કારણ વગર ખૂબ ગુસ્સો આવે છે તો તેના ઉપાય - આ ઉપાય કરવા માટે શનિવારના દિવસે લોબાન, ગંધક, સરસવ અને કાળા મરી લઈને હનુમાનજી પર 7 વાર ચઢાવો અને થોડા દિવસો સુધી ભોગના ખિસ્સામાં રાખો. બાદમાં તેને ઘરની બહાર કાઢીને ગાયના છાણા પર સળગાવી દો.

ત્રીજી નિશાની: ગંભીર માનસિક અસ્થિરતા

ગંભીર માનસિક અસ્થિરતાને તોડવા માટે જાવિત્રી, ગાયત્રી કેસર અને ગુગળ મિક્સ કરીને તેને 21 દિવસ સુધી સવાર-સાંજ ગાયના છાણમાં મૂકીને ધુપ કરી લો.

ચોથી નિશાની : પરિવારના સભ્યો સાથે વારંવાર ઝઘડા

પરિવારના સભ્યો સાથે વારંવાર ઝઘડા થતા હોય તો - એક લીંબુ લો, તેને પીડિત વ્યક્તિ પર 21 વખત ઉતારો (માથા પર 21 વાર ફેરવો) અને તેને ચાર રસ્તા પર રાખી આવો. આવું કરતા સમયે પાછું વળીને ન જોવું જોઈએ.

પાંચમી નિશાની : ડરામણા સપના

જો તમને રાત્રે કે ઉંઘતા સમયે ડરામણા સપના આવતા હોય તો, ગોરોચન અને તાગતને લાલ કપડામાં બાંધીને તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી વશીકરણ અથવા તંત્ર-મંત્રની અસર તરત જ દૂર થઈ જાય છે.

છઠ્ઠી નિશાની : કોઈ ખાસ વ્યક્તિ કે સ્ત્રી વિશે વિચારતા રહો

જો તમે કોઈ ખાસ વ્યક્તિ કે સ્ત્રી વિશે વિચારતા રહેતા હોય અથવા તેના જ વિચારો આવતા હોય તો, માતા મહાકાળીને 7 ગુલાબ અર્પણ કરો, અને તેનો 21 વાર જાપ કરો. આ પછી, પીડિતને આમાંથી એક ગુલાબના ફૂલના 7 પાંદડા ખવડાવો. આ અસર તરત જ દૂર કરશે.

સાતમી નિશાની - અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે બેચેનીની લાગણી થવી

જો અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે બેચેનીની લાગણી થતી હોય તો, પીળી સરસવ, ગુગળ, લોબાન અને ગાયનું ઘી ભેળવીને ધૂપ બનાવો અને સૂર્યાસ્ત સમયે તેને ગાયના છાણ પર સળગાવો જોઈએ. જેથી તમને આવી લાગણીમાંથી રાહત મળશે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X