કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે કે નહીં? જાણો શું છે નિયમ?
અહેવાલો આવી રહ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી ધરપકડ થઈ શકે છે. આ ચર્ચા વચ્ચે એ જાણવુ જરૂરી છે કે કોઈપણ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાય કે નહીં? તેના માટે શું નિયમો છે?
જણાવી દઈએ કે, મુખ્યમંત્રીની ધરપકડ ખાસ સંજોગોમાં જ થઈ શકે છે. આના માટે વિશેષ નિયમો અને પ્રાવધાન છે.

કોડ ઓફ સિવિલ પ્રોસિજર 135 હેઠળ કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાન પરિષદને ધરપકડથી મુક્તિ છે. આ મુક્તિ માત્ર કાયદાકીય બાબતોમાં છે. આ સ્થિતિમાં જો કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાનસભાના સભ્ય વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફોજદારી કેસ નોંધવામાં આવે તો તેને સિવિલ પ્રોસિજર કોડ હેઠળ ઇમ્યુનિટી મળતી નથી અને તેની ધરપકડ થઈ શકે છે.
અહીં એક નિયમ લાગુ પડે છે અને તે છે વિધાનસભા અધ્યક્ષની મંજૂરી. કાયદા મુજબ જો કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવી હોય તો પહેલા ગૃહના અધ્યક્ષની મંજૂરી લેવી ફરજિયાત છે અને મંજૂરી મળ્યા બાદ જ મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે.
કલમ 135 અનુસાર, વિધાનસભા સત્ર શરૂ થયાના 40 દિવસ પહેલા અને સત્ર સમાપ્ત થયાના 40 દિવસ પછી કોઈપણ મુખ્યમંત્રી કે વિધાનસભાના સભ્યની ધરપકડ કરી શકાતી નથી. મુખ્યમંત્રી અને કોઈપણ વિધાનસભા સભ્યની ગૃહમાંથી પણ ધરપકડ કરી શકાય નહીં.
આ સિવાય કલમ 61 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ઓફિસમાં હોય ત્યારે મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાય નહીં. કાયદા અનુસાર, આ ધરપકડ કોઈપણ આરોપ એટલે કે દિવાની અને ફોજદારી એમ બંને રીતે થઈ શકે નહીં. જો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પોતાના પદ પરથી રાજીનામું આપે તો બંનેની ધરપકડ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
