સ્પેસમાં બાળકનો જન્મ થઈ શકે કે નહીં? જાણો શું કહે છે વિજ્ઞાન?

વિજ્ઞાન દિવસે દિવસે તેની સીમાઓને વિસ્તારી રહ્યું છે. આ ક્રમમાં જ માણસ સ્પેસમાં પહોંચ્યો છે અને ત્યાં જીવનની સંભાવનાઓને તપાસી રહ્યો છે.

સ્પેસ સાયન્ટિસ્ટોના મનમાં સતત એક સવાલ એ રહ્યો છે કે સ્પેસમાં કોઈ નવા બાળકનો જન્મ થાય કે કેમ? આ મુદ્દે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક રિસર્ચ પણ કર્યુ છે.

Pregnancy in Space

સ્પેસમાં બાળકના જન્મને લઈને નાસાએ 2009 માં એક અભ્યાસ હાથ હતો. આમાં ઘણા ચૌકાવનારા તારણો સામે આવ્યા છે.

અવકાશમાં પ્રજનન પ્રક્રિયા પૃથ્વી કરતા અલગ હોઈ શકે છે. આમ થવા પાછળ તે જગ્યાનું અલગ વાતાવરણ અને માઇક્રોગ્રેવીટી છે. પૃથ્વી પર ગર્ભાવસ્થા દરમિયાન ગુરુત્વાકર્ષણ મદદ કરે છે અને ગર્ભનો યોગ્ય વિકાસ અને તેના શરીરના પેશીઓનું યોગ્ય વિભાજન થાય છે.

આ બધુ ગુરુત્વાકર્ષણ પર પણ આધાર રાખે છે. બીજી તરફ કોઈ જીવ અવકાશમાં પ્રેગનેન્ટ થાય ત્યારે ત્યાં નજીવા ગુરુત્વાકર્ષણને કારણે તેનો ગર્ભ યોગ્ય રીતે વિકાસ કરી શકતો નથી.

રિસર્ચ અનુસાર, શુક્રાણુ અને ઇંડાનું ગર્ભાધાન અવકાશમાં સામાન્ય રીતે થઈ શકે છે. કારણ કે આ પ્રક્રિયા રાસાયણિક અને જૈવિક પ્રતિક્રિયાઓ પર આધારિત છે. તે ગુરુત્વાકર્ષણથી વધુ પ્રભાવિત નથી. પરંતુ જ્યારે ગર્ભના વિકાસમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે.

નાસાના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે અવકાશમાં ઉંદરના ભ્રૂણનો વિકાસ પૃથ્વી પર થતા વિકાસથી અલગ છે. ગર્ભના હાડકા અને સ્નાયુઓ યોગ્ય રીતે રચાયા નથી. આ સંશોધનથી એ સ્પષ્ટ છે કે જો પ્રેગનેન્ટ જીવ અવકાશમાં રહીને પોતાના ગર્ભનો વિકાસ કરવા માંગે તો ગુરુત્વાકર્ષણની ગેરહાજરીને કારણે તે ગર્ભના વિકાસ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X