Canada based indian gangster : કેનેડામાં બેસીને ભારતમાં ગેંગ ચલાવી રહ્યાં છે આ ગેંગસ્ટર
Canada based indian gangster : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ફરીથી ગેંગસ્ટરોનો આતંક જોવા મળી રહ્યો છે. લોરેન્સ બિન્નોઈ જેવા ગેંગસ્ટર આજે પણ ભારતમાં હપ્તા વસુલી અને હત્યાઓને અંજામ આપી રહ્યાં છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ગેંગસ્ટર માટે કેનેડા સ્વર્ગ છે. ઘણા ગેંગસ્ટર ત્યાં બેસીને ભારતમાં હત્યાઓ કરી રહ્યાં છે. આ જ કારણ છે કે ભારત અને કેનેડા વચ્ચે સંબંધો પણ બગડ્યા છે.

કેનેડા ભારતીય ગેંગસ્ટરો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. આજે આપણે ભારતના દુશ્મન એવા ગેંગસ્ટરોની વાત કરવાના છીએ જે કેનેડામાં બેસીને ભારતમાં ઓપરેટ કરી રહ્યાં છે.
લખબીર લાંડા
પંજાબના જલંધરનો રહેવાસી લખબીર લાંડા એક રીઢો ગુનેગાર છે. હત્યા, અપહરણ અને ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના ઘણા કેસ નોંધાયેલા છે.
અહેવાલો અનુસાર, તે હાલ કેનેડાના આલ્બર્ટામાં છે. લાંડા 2017માં કેનેડા ગયો અને પછી તેણે ખાલિસ્તાન તરફી આતંકવાદી સંગઠન BKI સાથે હાથ મિલાવ્યા. લખબીર સિંહ લાંડા વિરુદ્ધ પહેલો કેસ જુલાઈ 2011માં નોંધાયો હતો.
ગોલ્ડી બ્રાર
ભારત સરકારે કેનેડામાં રહીને ભારતમાં ગુનાહિત પ્રવૃતિઓ કરનાર ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. લોરેન્સ બિશ્નોઈનો જમણો હાથ ગણાતો ગોલ્ડી સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
ગોલ્ડી બ્રાર પંજાબના મુક્તસરનો રહેવાસી છે અને ભારતમાં ઘણા ટાર્ગેટ કિલિંગમાં સામેલ છે. ગોલ્ડી બ્રાર 2021માં ભારતથી કેનેડા ભાગી ગયો અને ત્યાંથી ગેંગ ચલાવે છે.
રિંકુ બિહાલા
ગેંગસ્ટર ચરણજીત સિંહ ઉર્ફે રિંકુ બિહાલા પંજાબના બરનાલાનો રહેવાસી છે. ચરણજીત સિંહ વિશે થોડા સમય પહેલા મળેલા ઈનપુટ મુજબ, તેનું અગાઉનું લોકેશન બ્રિટિશ કોલંબિયાના સરેમાં જોવા મળ્યું હતું. જ્યાંથી તે ભારત વિરોધી એજન્ડા ચલાવે છે. તેની સામે હત્યા અને ખંડણીના ઘણા કેસ છે. ચરણજીત એક સમયે હરદીપ નિજ્જરની નજીક હતો.
તેનું બીજું મુખ્ય કામ ભારતીય ગુંડાઓને કેનેડા ભાગી જવા મદદ કરવાનું છે. પંજાબ પોલીસે તેની સામે 2021માં લુક આઉટ નોટિસ જારી કરી છે.
અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લા
અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લા પંજાબ સાથે સંકળાયેલા મોસ્ટ વોન્ટેડ છે. તે કેનેડામાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલા છે. તે નિજ્જરની ખૂબ નજીક હતો. 2020માં તે પોતાના પાર્ટનરની હત્યા કરીને કેનેડા ભાગી ગયો હતો. ત્યાંથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ઈશારે ભારતમાં આતંકવાદી મોડ્યુલ ચલાવે છે.
રમણ જજ
રમણદીપ સિંહ ઉર્ફે રમણ જજ કુખ્યાત જયપાલ ભુલ્લર ગેંગ સાથે કનેક્શન ધરાવે છે. રમણદીપ સિંહ જેલમાં બંધ ગેંગસ્ટર ગગન જજનો ભાઈ છે જ્યારે રમણદીપ કેનેડામાં બેસીને ભારતમાં ટાર્ગેટ કિલિંગ કરે છે.












Click it and Unblock the Notifications
