દુનિયામાં અહીં રહે છે આદમખોર માણસો, આ અંગો સિવાય પુરૂ શરીર ખાઈ જાય છે
દુનિયા દિવસે દિવસે ઘણી વિકસી રહી છે. હવે લોકો આધુનિકતા તરફ આગળ વધી રહ્યાં છે. આ આધુનિકતાની અસર લોકોના ખાનપાનમાં પણ જોવા મળે છે.
જો કે, હજુ પણ વિશ્વના તમામ ક્ષેત્રો એટલા આધુનિક નથી બન્યા. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક જગ્યાઓએ લોકો માનવભક્ષી છે, જે કોઈ વ્યક્તિને મારીને ખાય છે. આ લોકો હજુ પણ શિકાર માટે ધનુષ અને તીરનો ઉપયોગ કરે છે.

આપણે પાપુઆ ન્યુ ગિનીમાં રહેતા કોરોવાઈ લોકોની વાત કરી રહ્યા છીએ. આ લોકો તેમના શરીર પર ખૂબ ઓછા અથવા કોઈ કપડા પહેરતા નથી. કોરોવાઈ લોકો એવું પણ માને છે કે ખાકુઆ નામનો રાક્ષસ માનવ મન પર કબ્જો કરીને અંદરથી ખાઈ શકે છે, જેના પછી તે વ્યક્તિ ડાકણ બની જાય છે.
આ કારણથી પણ આ લોકોનું માનવું છે કે જેને પણ ભૂત વળગ્યું હોય તેને મારીને ખાવું જોઈએ. આ લોકો સામાન્ય માણસોને પોતાનાથી દૂર રાખે છે, જો કોઈ વ્યક્તિ પર શંકા કરે છે તો તેને મારીને ખાય જાય છે.
આ જાતિઓ માનવ માંસના સ્વાદને જંગલી ડુક્કર અથવા ઇમુ સાથે સરખાવે છે. કોવોવાઈ લોકો વાળ, નખ અને શિશ્ન સિવાય માણસના શરીરના તમામ ભાગો ખાય છે. આ લોકો જેને ખાખુઆ માને છે તેને પણ મારીને ખાય છે.
જો કે, આ જનજાતિના 13 વર્ષથી નીચેના બાળકોને માનવ માંસ ખવડાવવામાં આવતું નથી. આદિવાસી લોકો માને છે કે બાળકો આનાથી પ્રભાવિત થઈ શકે છે.
જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના ઉત્તરમાં સ્થિત પાપુઆ ન્યુ ગિની રહેવા માટે વિશ્વની સૌથી ખરાબ જગ્યાઓમાં સામેલ છે. અહીંના લોકો ખૂબ જ વિકરાળ માનવામાં આવે છે.
અહીં મહિલાઓની હાલત પણ ખૂબ જ ખરાબ છે. ઘરેલુ હિંસા અને મહિલાઓ સામે બળાત્કાર જેવી ઘટનાઓ અહીં ઘણી સામાન્ય છે. જો કોઈ વ્યક્તિ પર લાગેલા આરોપો સાબિત થાય તો પણ અમુક લોકોને જ સજા મળે છે.












Click it and Unblock the Notifications
