Chanakya Niti : પુરૂષોની 3 આદતો પર ફિદા થઇ જાય છે મહિલાઓ

Chanakya Niti : ઘણા લોકોને જોઇને તેમની સાથે વાત કરતાની સાથે જ આકર્ષિત થઇ જવાય છે. આ માટે વ્યક્તિના હાવભાવ, વ્યવહાર, વિચાર અને આદતો તેમની પર્સનાલિટીને આકાર આપે છે.

Chanakya Niti : ઘણા લોકોને જોઇને તેમની સાથે વાત કરતાની સાથે જ આકર્ષિત થઇ જવાય છે. આ માટે વ્યક્તિના હાવભાવ, વ્યવહાર, વિચાર અને આદતો તેમની પર્સનાલિટીને આકાર આપે છે. વ્યક્તિના ચરિત્રને કારણે તેમને એક નજરમાં જ બીજાને ગમવા લાગે છે.

ચાણક્ય લિખિત ચાણક્ય નિતીમાં વ્યક્તિત્વ વિકાસ અંગે પણ લખવામાં આવ્યું છે. જેમાં પુરૂષોના આદર્શ ગુણો વિશે જણાવવામાં આવ્યું છે. તો આવો જાણીએ પુરૂષોના એવા ગુણો જેનાથી સ્ત્રી ફિદા થઇ જાય છે.

Chanakya Niti

આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં લખ્યું છે :

જેમ સોનાની ખરાઇ ઘર્ષણ, કટીંગ, ગરમી અને મારથી કરવાથી થાય છે
તેમ આ ચાર દ્વારા માણસની કસોટી થાય છે - શ્રવણ, વ્યવહાર, સદ્ગુણ અને ક્રિયા

આ શ્લોકમાં આચાર્ય ચાણક્યએ આદર્શ પુરૂષના ગુણો અને આદતોનું વર્ણન કર્યું છે, જેના કારણે તે સર્વત્ર સન્માનિત થાય છે. આ ગુણો પ્રામાણિકતા, સારી રીતભાત અને સારા શ્રોતા છે.

પ્રામાણિક પુરૂષો : મહિલાઓને એવા પુરૂષો ગમે છે, જે સંબંધોમાં પ્રમાણિક હોય છે. એટલે કે જે પુરુષ તેની પત્ની કે પ્રેમિકા સાથે છેતરપિંડી કરતો નથી. કોઈપણ સ્ત્રી ક્યારેય આવા પુરુષને છોડવા માંગતી નથી, પરંતુ તેને હંમેશા તેના જીવનનો એક ભાગ બનાવવા માંગે છે.

સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર કરતો પુરૂષો : સ્ત્રીઓને એવા પુરૂષો ગમે છે, જેઓ તેમનું સન્માન કરે છે, તેમની સાથે નમ્રતા અને સૌજન્યથી વાત કરે છે. સ્ત્રીઓ તરત જ આવા પુરુષોના પ્રેમમાં પડી જાય છે. સ્ત્રીઓનું અપમાન કરનારા પુરુષો ધિક્કારને પાત્ર બને છે.

સારા શ્રોતા : દરેક સ્ત્રી ઈચ્છે છે કે, તેનો પાર્ટનર તેની વાત સાંભળે અને તેની કદર કરે. તેથી સ્ત્રીઓને એવો પુરૂષ ગમે છે, જે સારો શ્રોતા હોય. વળી સ્ત્રીઓને એવો પુરૂષ ગમે છે, જેને અહંકારની ભાવના નથી અને પોતાની ભૂલો માટે માફી માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X