Chanakya Niti: જીવનસાથીમાં આ ક્વૉલિટી હોય તો જ લગ્ન કરો, નહિતો રેવા દો, આવા લગ્ન તૂટવામાં નથી લાગતી વાર
Chanakya Niti: દુનિયાની કોઈ પણ વ્યક્તિને જીવનસાથી તો જોઈએ જ છે. જે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી સાથે ખભે ખભા મિલાવીને ઉભો રહે અને તમારું દાંપત્ય જીવન સુખમય બને.
ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં વિવાહિત જીવન પરના તેમના વિચારો શેર કર્યા છે. ચાણક્યએ કહ્યું છે કે તમારો પરિવાર તમારા કરતાં વધુ સારી રીતે જાણે છે કે તમારા માટે યોગ્ય જીવનસાથી કોણ હશે.

લગ્ન હંમેશા સમજી વિચારીને કરવા જોઈએ. ઉતાવળ લગ્ન કર્યા તો ભવિષ્યમાં પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ આવવાની સંભાવના રહે છે. ચાણક્યએ કહ્યું છે કે લાઈફ પાર્ટનર પસંદ કરતા પહેલા તેમના વિશે કેટલીક વાતો જાણી લેવી સારી છે.
દરેકના સંજોગો ક્યારેય સરખા હોતા નથી. સમય સાથે એ બદલાઈ શકે છે. જીવનમાં ઉતાર-ચઢાવ પણ આવતા રહે છે. આવી સ્થિતિમાં તમારે અને તમારા જીવનસાથીએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. લગ્ન કરતા પહેલા અમુક વસ્તુઓ ચેક કરી લો જેથી પાછળથી પસ્તાવો ન થાય.
ધૈર્ય
દુનિયાની અમીર કે ગરીબ દરેક વ્યક્તિની જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ હોય છે. ધીરજ ધરાવનાર વ્યક્તિ મુશ્કેલીમાં તમારી પડખે ઉભો રહેશે અને તમને સાચો રસ્તો બતાવશે. જો તમારા જીવનસાથીમાં આ ગુણો હોય તો તમે સૌથી મોટા પડકારને પણ સરળતાથી પાર કરી શકશો અને તમારું લગ્નજીવન સુખી રહેશે.
ભગવાન પર વિશ્વાસ
ચાણક્યએ પોતાની ચાણક્ય નીતિમાં કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ માટે ભગવાનમાં શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે. તેથી જ્યારે તમે લાઈફ પાર્ટનર પસંદ કરો ત્યારે જાણો કે તેને ભગવાનમાં શ્રદ્ધા છે કે નહીં. કારણ કે જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેઓ કદી પણ મર્યાદા બહારનુ આચરણ નહિ કરે. તેઓ તેમના પરિવાર પ્રત્યે સમર્પિત રહેશે.
મનની સુંદરતા
ચાણક્ય કહે છે કે તમારે માત્ર તેનો ચહેરો જ નહીં પરંતુ તેનું મન પણ જોવું જોઈએ. સૌંદર્ય સમય સાથે ઝાંખું થઈ જાય છે, પરંતુ આંતરિક સુંદરતા ક્યારેય જતી નથી. જો તમારા જીવનસાથીમાં આ ગુણો હોય તો તે પરિવારને સાથે લઈને ચાલે છે.
સમ્માન કરનાર
ચાણક્ય કહે છે કે કોઈપણ સંબંધમાં પરસ્પર આદર જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પતિ-પત્નીના સંબંધોની વાત આવે છે ત્યારે બંનેએ એકબીજાને માન આપવું જોઈએ. તો જ લગ્નજીવન સુખી બની શકે છે. જીવનસાથીએ વડીલોનું સન્માન કરવું જોઈએ. તે તમારા માતાપિતાના જીવનને પણ ખુશહાલ કરી દેશે.
સંયમ
સંયમ અને ધીરજ ધરાવનાર વ્યક્તિ પરિવારને તમામ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવે છે. મુશ્કેલીના સમયે તેઓ પરિવાર માટે ઢાલ બનીને ઊભા રહે છે. ખાતરી કરો કે તમે લગ્ન પહેલા તમે તમારા જીવનસાથીની ધીરજને ચકાસી છે.
ગુસ્સો
તમારે લગ્ન પહેલા તમારા પાર્ટનરનો ગુસ્સો ચેક કરવો જોઈએ. ગુસ્સો સંબંધોને તોડી નાખે છે. ગુસ્સામાં વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. ગુસ્સાવાળો વ્યક્તિ પણ આ જ વાત પોતાના જીવન સાથી પર લાગુ કરશે. આવી સ્થિતિમાં તમારો સંબંધ તૂટી શકે છે.












Click it and Unblock the Notifications
