Chief Election Commissioner : કેવી રીતે થાય છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક?
Chief Election Commissioner : દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરી તે આ તેમની છેલ્લી જાહેરાત છે.
રાજીવ કુમારનો કાર્યકાળ પુરો થયા બાદ નવા ચૂંટણી કમિશનરની જાહેરાત કરવામાં આવશે. જણાવી દઈએ કે, નવા ચૂંટણી કમિશનરની જાહેરાત માટે ખાસ પ્રોટોકોલ છે.

રાજીવ કુમારે કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે આ મારી છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર આ વર્ષે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યા છે. આ મુજબ દિલ્હી વિધાનસભાની ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની તેમની છેલ્લી ચૂંટણી છે.
જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની પસંદગી માટે નવો કાયદો અમલમાં આવ્યો છે. નવા કાયદા હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટે ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવે છે.
આ પછી આ નામ વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની સમિતિને મોકલવામાં આવે છે. પસંદગી સમિતિને શોર્ટ લિસ્ટ ઉમેદવાર અથવા અન્ય કોઈપણ ઉમેદવારના નામની ભલામણ કરવાનો અધિકાર છે.
આ પછી પસંદગી સમિતિ તેના ભલામણ કરેલ નામ રાષ્ટ્રપતિને મોકલે છે અને રાષ્ટ્રપતિ ઉમેદવારના નામને અંતિમ મંજૂરી આપે છે. જે બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. પસંદગી સમિતિની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે.
ભારતમાં યોજાતી તમામ ચૂંટણીઓ માટે મુખ્ય ચૂંટણી કમિશનર જવાબદાર છે. ચૂંટણી પંચનો ઉલ્લેખ બંધારણની કલમ 324માં કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા છે.
આ સંસ્થાના સૌથી મોટા અધિકારીને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) કહેવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર હેઠળ ચૂંટણી કમિશનર આવે છે. રાજ્યમાં ચૂંટણી કમિશનરની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
