આ સૂટકેસ પર બેસીને તમે પહોંચી શકશો એરપોર્ટ!!!

બીજીંગ, 8 જૂન : ચીનમાં એક ખેડૂતે એક એવું સ્કૂટર બનાવ્યું છે કે જેમાં આપ પોતાના કપડાં મૂકવાની સાથે તેના પર બેસીને એરપોર્ટ પણ પહોંચી શકો છો. હા, આપે બરાબર વાંચ્યું છે સૂટકેસ પર બેસીને એરપોર્ટ પહોંચી શકો છે.

તાઇવાનના વોન્ટ ચાઇના ટાઇમ્સ અખબારના જણાવ્યા અનુસાર આ મશીન કે જુગાડની પાછળ બે પૈડાં લાગ્યા છે અને આગળ એક પૈડું છે. આ ઉપજ ચીનના હુનાન વિસ્તારના એક ખેડૂત લિયાંગના મગજની છે.

આ વિશેષ સૂટકેસ બનાવવામાં લિયાંગને દસ વર્ષનો સમય લાગ્યો છે. લિયાંગે આ બેગનું નામ 'સિટી કેબ' રાખ્યું છે. વોન્ટ ચાઇના ટાઇમ્સ અખબારના જણાવ્યા અનુસાર સિટી કેબને બહુઉપયોગી યાત્રા ઉપકરણના રૂપમાં પેટન્ટ કરાવવામાં આવી રહી છે. લિયાંગને આશા છે કે બહુ જલ્દી તે માર્ગો પર પણ જોવા મળશે.

1

1


આ સૂટકેસ એક નહીં બે સવારીને લઇને 60 કિલોમીટર સુધી ચાલી શકે છે.

2

2

'સિટિ કેબ'ની સ્પીડ 20 કિલોમીટર પ્રતિકલાકની છે.

3

3


આ સૂટકેસ રિચાર્જેબલ લિથિયમ બેટરીથી ચાલે છે.

4

4

એક વાર સૂટકેસ પેક કરી લો પછી તેના પર બેસીને ઉપર આપેલા હેન્ડલબારથી તેને નિયંત્રિત કરી શકાય છે.

5

5


તેમાં કપડાં અને સામાન રાખવાની એટલી જ જગ્યા છે જેટલી એક સામાન્ય સૂટકેસમાં હોય છે.

6

6

જ્યારે તે ખાલી હોય છે ત્યારે તેનું વજન માત્ર 7 કિલો જ હોય છે.

7

7


પેટન્ટ માટે કરવામાં આવી છે અરજી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X