660,000 સિક્કાઓ આપી ખરીદી કાર
તમે કદી ક્યાંય સાંભળ્યું છે કે સિક્કા એટલે કે પૈસા આપીને કોઇએ કાર ખરીદી હોય. ઉલ્ટાનું આપણે ત્યાં તો સિક્કાની તેવી કફોડી હાલત છે કે જ્યારે દુકાનમાં છૂટા નથી હોતા તો દુકાનદાર પૈસાના બદલે ચોકલેટ આપીને ચલાવી લે છે.
પણ ચીનમાં એક વ્યક્તિએ 660,000 યુઓન સિક્કા આપીને પોતાની મનગમતી કાર ખરીદી. જરો તે તો વિચારો કે આટલા બધા સિક્કા ભેગા કરવામાં તેને કેવી મુશ્કેલી થઇ હશે. અને વધુમાં તે ખરીદદાર કેવા કે આટલા બધા સિક્કા લઇ સોદા નક્કી કરવા સહેમત થઇ ગયો.
એટલું જ નહીં આ સિક્કાને લઇ જવા માટે એક મોટી ટ્રક મંગાવી પડી. ત્યારે ચીનના આ અનોખા સોદા વિષે વધુ જાણો આ ફોટો સ્લાઇડરમાં.

અનોખો સોદો
ચીનમાં એક વ્યક્તિએ 660,000 યુઓન સિક્કા આપીને પોતાની ગમતી કાર ખરીદી.

નવો રેકોર્ડ
આ ડીલ અત્યારસુધીની સૌથી અજીબો ગરીબ અને નવીન ડીલ હતી. કારણ કે આ પહેલા કદી પણ કોઇએ આ રીતે સિક્કા આપી કાર નથી ખરીદી. વધુમાં આટલા સિક્કા મેળવીને ખરીદદાર પણ ખુશ હતો.

10 ડિલરશિપ સ્ટોક લાગ્યા ડ્યૂટી પર
10 અલગ અલગ ડિલરશિપના સ્ટાફને આટલા બધા સિક્કાને ગણવા માટે કામ પર લગાવામાં આવ્યા.

4 ટન સિક્કા
આ તમામ સિક્કાનું વજન 4 ટન થયું. અને તેને એક ટ્રકમાં ભરીને ડિલર સુધી લઇ જવામાં આવ્યું.

મિસ્ટર ગૈન
આ અનોખા સોદાગરનું નામ છે મિસ્ટર ગૈન. ગૈન એક પેટ્રોલ પમ્પ પર કામ કરે છે. અને તેણે આ કારને ખરીદવા માટે ખાસ્સા સમયથી સિક્કા ભેગા કરવાનું શરૂ કરી દીધું હતું.

થાકી ગયા
જો કે આ ડિલથી વેચનાર અને ખરીદનાર બન્ને ખુશ હતા. પણ જે લોકોએ આ સિક્કાને ગણ્યા હતા તે લોકો થાકીને ઠુસ થઇ ગઇ ગયા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
